Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lok Sabha Election 2024: ભાજપની પહેલી યાદી લગભગ તૈયાર! જાણો ક્યા કોણ છે દાવેદાર?

Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ આજે ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે. ઉમેદવારોના નામને લઈને ગુરૂવારે મોડી રાત સુધી ચર્ચાઓનો દોર ચાલ્યો હતો. અત્યારે ભાજપની પહેલી ઉમેદવારીની યાદી આવી શકે છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ,...
lok sabha election 2024  ભાજપની પહેલી યાદી લગભગ તૈયાર  જાણો ક્યા કોણ છે દાવેદાર

Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ આજે ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે. ઉમેદવારોના નામને લઈને ગુરૂવારે મોડી રાત સુધી ચર્ચાઓનો દોર ચાલ્યો હતો. અત્યારે ભાજપની પહેલી ઉમેદવારીની યાદી આવી શકે છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, સ્મૃતિ ઇરાની સહિત અનેક દિગ્ગજ નેતાઓના નામ તેમાં સામેલ હશે. આ સિવાય વાત કરવામાં આવે તો એવી તમામ બેઠકો પર નામ નિશ્ચિત કરવામાં આવશે જેને બેઠકને ભાજપ કઠિન માને છે. આમ, કરવા પાછળનું કારણ એ પણ છે કે, આ બેઠકો પર ઉમેદવારોને પ્રચાર કરવા માટે ઓછામાં ઓછો 50 દિવસનો સમય મળી શકે. ઉલ્લેખનીય છે કે, યુપીમાં સીએમ યોગી આદિત્યનાથ, ડેપ્યૂટી સીએમ કેશવ પ્રસાદ મોર્ય, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, એમપીના મોહન યાદવ, છત્તીસગઢના વિષ્ણુદેવ સાય પણ આ ચર્ચામાં હાજર રહ્યા હતાં.

Advertisement

આજે ભાજપ જાહેર કરશે ઉમેદવારીની યાદી

ભાજપના સુત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે આ બેઠકમાં અનેક ઉમેદવારોના નામની ચર્ચા કરવામાં આવી છે. સુત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે વાત કરવામાં આવે તો, ઝારખંડમાં અન્નપૂર્ણા દેવી, અર્જૂન મુંડા, નિશિકાંત દુબે અને સુનીલ કુમાર ઉમેદવાર બની શકે છે. આ સિવાય વાત કરવામાં આવે તો, ઉત્તરાખંડના અલ્મોડાથી અજય ટમ્ટા, રાજ્યલક્ષ્મી શાહને ટિહરી ગઢવાલ અને અજય ભટ્ટને નૈનીતાલ બેઠક પરથી ટિકિટ મળવાની સંભાવના છે. વધુમાં વાત કરવામાં આવે તો, આ નેતાના નામના પર ચર્ચા કર્યા બાદ નામ ફાઈનલ થઈ શકે છે. આ સાથે મધ્ય પ્રદેશની વાત કરવામાં આવે તો, શિવરાજ સિંહ ચૌહાણ વિદિશાથી, વીડી શર્મા ખજુરાહોથી અને જ્યોતિરાદિત્ય સિંધિયા ગુના-શિવપુરી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.

ગુજરાતમાં કોને મળશે ટિકિટ?

અમિત શાહ ગાંધીનગરથી ફરી એકવાર ચૂંટણી લડી શકે છે. તેમના સિવાય વાત કરવામાં આવે તો નવસારીથી સીઆર પાલીટ, ભાવનગરથી મનસુખ માંડવિયાને તક મળે તેવી સંપૂર્ણ સંભાવના છે. રાજસ્થાનની વાત કરીએ તો, અહીં પણ લગભગ 7 બેઠકો પર નામ નક્કી થઈ ગયા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે જોધપુરથી ગજેન્દ્ર સિંહ શેખાવત, બીકાનેરથી અર્જુન રામ મેઘવાલ, બાડમેરથી કૈશાલ ચૌધરી, કોટાથી બિરલા, ચિત્તોડગઢથી સીપી જોશી, ચુરૂથી રાહુલ કસવાન અને ઝાલાવાડથી દુષ્યંત કુમાર સિંહને ટિકિટ મળી શકે છે.

Advertisement

જાણો હરિયાણામાં કોને છે દાવેદાર?

હરિયાણાની વાત કરવામાં આવે તો ગુરુવારે કેટલીક બેઠકોને લઈને ચર્ચાઓ થઈ હતી. જેમાં સુત્રો દ્વારા મળતી જાણકારી મુજબ ગુરુગ્રામથી રાવ ઈન્દ્રજીત સિંહને ટિકિટ મળવાનું નક્કી છે. આ સિવાય સિરસાથી સુનિતા દુગ્ગલ, ભિવાનીથી ધર્મબીર સિંહ, ફરીદાબાદથી કૃષ્ણપાલ ગુર્જરને તક મળશે. ભાજપના સૂત્રોનું કહેવું છે કે ગુજરાત, રાજસ્થાન અને યુપીની મોટાભાગની બેઠકો માટે ઉમેદવારોના નામ લગભગ ફાઈનલ થઈ ગયા છે.

યુપીમાં કોના નામે સમજૂતી થઈ?

અત્યારે ઉત્તર પ્રદેશની વાત કરવામાં આવે તો રાજનાથ સિંહને લખનઉ બેઠક પરથી ફરી તક મળશે. આ સાથે ગોરખપુરથી રવિ કિશન, બસ્તીથી હરીસ દ્વિવેદી, બાંસગામથી કમલેશ પાસવાન, લખીમપુર ખીરીથી અજય મિશ્રા ટેની, આગરાથી એસપી સિંહ બધેલ, ફતેહપુર સિકરીથી રાજકુમાર ચાહર, મુઝફ્ફરનગરથી સંજીવ બાલિયાન, ફતેહપુરથી સાધ્વી નિરંજન જ્યોતિ અને કન્નોજથી સુબ્રત પાઠકને પણ ફરી તક મળી શકે છે. એવી ચર્ચા છે કે ભાજપે યુપીમાં લગભગ 30 બેઠકો માટે ઉમેદવારો ફાઈનલ કરી દીધા છે અને માત્ર જાહેરાત બાકી છે.

Advertisement

દિલ્હી અને બંગાળમાં કોના પર ભાજપ રાજી થશે?

મનોજ તિવારીને ઉત્તર પૂર્વ દિલ્હીથી ફરી તક મળવાની સંભાવના છે. આ સિવાય વાત કરવામાં આવે તો, પશ્ચિમ દિલ્હીથી પ્રવેશ વર્મા ઉમેદવાર બની શકે છે અને દક્ષિણ દિલ્હીથી રમેશ બિધુરી ઉમેદવાર બની શકે છે. ચર્ચા એવી ચાલી રહી છે કે દિલ્હીની 4 બેઠકો પર નવા ઉમેદવારો ઉતારવામાં આવી શકે છે. આ સાથે જો બંગાળની વાત કરીએ તો, હુગલીથી લોકેટ ચેટર્જી, બાંકુરાથી સુભાષ સરકાર, બાલુરઘાટથી સુકાંત મજુમદાર, આસનસોલના ભોજપુરી ગાયક પવન સિંહ, વર્ધમાનના એસએસ અહલુવાલિયા, મેદિનીપુરના દિલીપ ઘોષ, બાણગાંવના શાંતનુ ઠાકુર, બેહરના કૂચમાંથી નિશીથ પ્રામાણિકને ટિકિટ મળી શકે છે.

આ પણ વાંચો: Lok Sabha Elections : અમદાવાદની બંને બેઠકો પર BJP મહિલાઓને આપશે તક! રાજકોટ, પોરબંદર માટે મોટા માથાઓની દાવેદારી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.