Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gandhinagar : આખરે માની ગયા કેતન ઇનામદાર

Gandhinagar : સોમવારે રાત્રે દોઢ વાગે બે લીટીમાં રાજીનામુ આપી દેનારા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર પ્રદેશ મોવડી મંડળ સાથેની બેઠક બાદ આખરે માની ગયા છે અને તેમનું રાજીનામું પાછું ખેંચી લીધું છે. તેમણે ગાંધીનગર (Gandhinagar) માં બેઠક બાદ પત્રકાર પરિષદમાં...
03:44 PM Mar 19, 2024 IST | Vipul Pandya
KETAN INAMDAR MLA SAVLI

Gandhinagar : સોમવારે રાત્રે દોઢ વાગે બે લીટીમાં રાજીનામુ આપી દેનારા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર પ્રદેશ મોવડી મંડળ સાથેની બેઠક બાદ આખરે માની ગયા છે અને તેમનું રાજીનામું પાછું ખેંચી લીધું છે. તેમણે ગાંધીનગર (Gandhinagar) માં બેઠક બાદ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે મારા જે મુદ્દાઓ છે તેનુ નિરાકરણ લાવવાની ખાતરી અપાઇ છે.

કેતન ઇનામદાર આખરે માની ગયા

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર આખરે માની ગયા છે અને તેમણે પોતાનું રાજીનામુ પાછું ખેંચી લીધું છે. સોમવાર રાતથી મંગળવારે બપોર સુધી નાટકીય ઘટનાક્રમો બાદ ગાંધીનગરમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિતના પ્રદેશ આગેવાનો સાથે કેતન ઇનામદારની બેઠક યોજાઇ હતી.

હું મારુ રાજીનામું પરત ખેંચું છું

બેઠક બાદ કેતન ઇનામદારે કહ્યું કે મે ગઇ કાલે રાત્રે 1.30 વાગે ઇ મેઇલ દ્વારા રાજીનામુ મોકલ્યું હતું. મારા અંતર આત્માનાો અવાજ સાંભળી મે રાજીનામું આપ્યું હતું. મે આજે પ્રદેશ પ્રમુખ અને પ્રભારી મંત્રી સાથે મારી બેઠક થઇ હતી અને તેમણે મારી વેદના સાંભળી છે. જે મુદ્દાઓ છે તેનું નિરાકરણ આવે તેવી ખાતરી આપી છે. લોકસભાની ચૂંટણી સામે છે અને ભાજપ 400 પ્લસનો લક્ષ્યાંક છે. તેમણે કહ્યું કે હું મારુ રાજીનામું પરત ખેંચું છું. તેમણે કહ્યું કે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સાથે પણ બેઠક કરી છે અને મને સંતોષ થાય તેવું નિરાકરણ આવે તેવી ખાતરી આપી છે.

હું વિધાનસભા 2027ની વિધાનસભા ચૂંટણી નહી લડું

તેમણે કહ્યું કે હું વિધાનસભા 2027ની વિધાનસભા ચૂંટણી નહી લડું. મારા વિસ્તારના કામો મારે કરવા છે જે ગતિ સાથે થવા જોઇએ. જૂના કાર્યકરોને સંકલનમાં સાથે રાખીને કામ થાય. મારો કોઇ વ્યક્તિ ગત વિરોધ નથી. તેમણે કહ્યું કે હું ભાજપને વફાદાર છું મારી કામ કરવાની રીત અલગ છે અને મારા પગલાંથી પક્ષને નુકશાન નહી થાય તેવું કામ નહી કરું.

લોકહિતમાં સાચા સેવક તરીકે તેમના પ્રશ્નો હતા

આ મામલે વડોદરાના પ્રભારી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે આજે આગેવાનો સાથે બેઠક કરી. વિસ્તારના નાગરીકોના પ્રશ્નો હતા તે રજૂ કર્યા. લોકહિતમાં સાચા સેવક તરીકે તેમના પ્રશ્નો હતા. તેમની લાગણી હતી તે રજૂ કરી હતી. સરકાર અને સંગઠનના પ્રશ્નોની લાગણી રજૂ થઇ હતી. હવે કેન ઇનામદાર મજબૂતાઇથી કાર્ય કરશે.

આ પણ વાંચો----- મને ખૂબ દુઃખ થયું પણ મારી પાસે કોઈ વિકલ્પ નહોતો : Rohan Gupta

આ પણ વાંચો----Congress : મુમતાઝ પટેલ આ બેઠક પર ચૂંટણી લડે તેવી શક્યતા

આ પણ વાંચો-----VADODARA : સાવલીના BJP MLA કેતન ઇનામદારનું રાજીનામા બાદ નિવેદન, “આત્મસન્માનથી મોટું કશું નથી”

Tags :
BJPCR PatilGandhinagarHarsh SanghviKetan Inamdarloksabha election 2024ResignationSAVLI MLA
Next Article