Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Karni Sena : ક્ષત્રિય સમાજને લોકસભા ચૂંટણીમાં આટલી ટિકીટ આપશે તેને અમારું સમર્થન...

Karni Sena : લોકસભાની ચૂંટણી ( Lok Sabha election)ના હવે ભણકારા વાગી રહ્યા છે અને રાજકીય પક્ષોએ પણ તૈયારીઓ શરુ કરી દીધી છે ત્યારે દરેક સમાજ ઇચ્છતો હોય છે કે તેમના સમાજને પણ રાજકીય પક્ષોમાં સન્માનનીય સ્થાન મળવું જોઇએ અને...
01:31 PM Feb 10, 2024 IST | Vipul Pandya
RAJ SHEKHAVAT

Karni Sena : લોકસભાની ચૂંટણી ( Lok Sabha election)ના હવે ભણકારા વાગી રહ્યા છે અને રાજકીય પક્ષોએ પણ તૈયારીઓ શરુ કરી દીધી છે ત્યારે દરેક સમાજ ઇચ્છતો હોય છે કે તેમના સમાજને પણ રાજકીય પક્ષોમાં સન્માનનીય સ્થાન મળવું જોઇએ અને તે માટે દરેક સમાજ પોતાના સમાજના વ્યક્તિને ચૂંટણી લડવા માટે ટિકીટ મળે તેવું ઇચ્છતો હોય છે. આજે અમદાવાદમાં આયોજીત કરણી સેના (Karni Sena )ની પ્રેસ કોન્ફરન્સમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજને 8થી 10 ટિકીટ મળવી જોઇએ અને જે પક્ષ ક્ષત્રિય સમાજને ટિકીટ આપશે તેને કરણી સેના સમર્થન આપશે.

ક્ષત્રિય સમાજને 8થી 10 ટિકીટ મળવી જોઇએ

લોકસભાની ચૂંટણી પહેલા મહત્વના સમાચાર આવી રહ્યા છે. આજે અમદાવાદમાં યોજાયેલી કરણી સેનાની પ્રેસ કોન્ફરન્સમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે કહ્યું કે ક્ષત્રિય સમાજને 8થી 10 ટિકીટ મળવી જોઇએ અને તે રાજકીય પક્ષ ક્ષત્રીય સમાજના લોકોને ટિકીટ આપશે તેને કરણી સેના સમર્થન આપશે.

સાબરકાંઠા, બનાસકાંઠા, આણંદ, ખેડા અને સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય સમાજના લોકોને ટિકીટ મળે તેવી માગ

રાજ શેખાવતે ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, આણંદ, ખેડા અને સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય સમાજના લોકોને ટિકીટ મળે તેવી માગ કરી હતી.
જ્યાં ક્ષત્રિય સમાજની સંખ્યા વધારે છે ત્યાં ટિકિટ ફાળવણીની માંગ તેમણે કરી હતી.

ક્ષત્રિય ક્રાંતિ મહાસંમેલન આણંદમાં યોજાશે

અમદાવાદમાં કરણી સેનાની પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરાયું કે 11 ફેબ્રુઆરીના રોજ ક્ષત્રિય ક્રાંતિ મહાસંમેલનનું આયોજન કરાશે.
આ ક્ષત્રિય ક્રાંતિ મહાસંમેલન આણંદમાં યોજાશે અને 8થી 10 ટિકીટ મળે તેવી માગ કરાશે. પ્રેસ કોન્ફરન્સમાં સુખદેવસિંહ ગોગા મોડિયા કેસના દોષિતને ફાંસી અથવા એકાઉન્ટરની માગ કરાઇ હતી. ઉપરાંત રામમંદિરના ટ્રસ્ટમાં ક્ષત્રિય સમાજના વ્યક્તિને સ્થાન આપવા પણ માંગણી કરાઇ હતી.

આ પણ વાંચો----AMIT SHAH : CAA ને લઇને ગૃહ મંત્રી અમિત શાહનું મોટું એલાન…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે:

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Gujarat FirstKarni SenaKarni Sena President Raj ShekhawatKshatriya communityLok Sabha ElectionsLok Sabha elections 2024National
Next Article