Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal : રુપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજની મહત્વની બેઠક

Gondal : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલાના વિવાદિત નિવેદન પર મહત્વના સમાચાર આવી રહ્યા છે. Gondal માં જયરાજસિંહ જાડેજાના ફાર્મમાં ક્ષત્રિય સમાજની બેઠક હાલ ચાલી રહી છે. જો કે રુપાલાએ 2 વખત માફી માગી છે. આ બેઠકમાં રુપાલાની...
gondal   રુપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજની મહત્વની બેઠક

Gondal : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલાના વિવાદિત નિવેદન પર મહત્વના સમાચાર આવી રહ્યા છે. Gondal માં જયરાજસિંહ જાડેજાના ફાર્મમાં ક્ષત્રિય સમાજની બેઠક હાલ ચાલી રહી છે. જો કે રુપાલાએ 2 વખત માફી માગી છે. આ બેઠકમાં રુપાલાની હાજરીમાં સમાધાન થઇ શકે છે.

Advertisement

વિવાદનો સુખદ અંત આવે તે બેઠકનો ઉદ્દેશ્ય

ગણેશ જાડેજાએ કહ્યું કે બેઠકમાં પરશોત્તમ રુપાલા પણ હાજર રહેશે. સમગ્ર રાજપૂત સમાજના સૌ વડીલો, હોદ્દેદારો આગામી સમયમાં વિવાદનો સુખદ અંત આવે અને રાજપૂત સમાજ ભાજપ સાથે જોડાઇને રહે અને વિવાદનો સુખદ અંત આવે તે બેઠકનો ઉદ્દેશ્ય છે.

હું દિલથી માફી માગુ છું

અગાઉ વિવાદ બાદ પરશોત્તમ રુપાલાએ માફી માગતા કહ્યું કે મારો આશય માત્ર વિધર્મી દ્વારા સંસ્કૃતિ અને દેશ પર જુલ્મ બાબતે હતો. તેમ છતાં મારા પ્રવચનમાં ઉલ્લેખ થકી કોઇની પણ લાગણી દુભાઇ હોય તો હું દિલથી માફી માગુ છું અને દિલગીરી વ્યક્ત કરું છું. જો કે આમ છતાં રુપાલા સામે વિરોધ જોવા મળ્યો હતો.

Advertisement

ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને જવાબદારી

આ બાબતે ડેમેજ કન્ટ્રોલ કરવા માટે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને જવાબદારી સોંપાઈ છે. જેથી અત્યારે ગોંડલમાં જયરાજસિંહ જાડેજાના ફાર્મમાં ક્ષત્રિય સમાજની બેઠક હાલ ચાલી રહી છે. આ બેઠકમાં પરશોત્તમ રૂપાલા પણ હાજર રહેશે.

હકુભા જાડેજા, કિરીટસિંહ રાણા પણ બેઠકમાં હાજર રહેશે

બેઠકમાં હકુભા જાડેજા, કિરીટસિંહ રાણા પણ બેઠકમાં હાજર રહેશે. જો કે રાજપૂતોની 90 સંસ્થાના આગેવાનો બેઠકમાં નહીં જાય અને
બેઠકથી અળગા રહેવાનો સંકલન સમિતિએ નિર્ણય કર્યો છે. ગઈકાલે અમદાવાદમાં આ મુદ્દે સંકલન સમિતિની બેઠક મળી હતી

Advertisement

આ મહાનુભાવો હાજર રહેશે

બેઠકમાં કિરીટસિંહ રાણા, કેસરીદેવસિંહ ઝાલા વાંકાનેર સ્ટેટ અને સાંસદ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા ( હકુભા ), વીરેન્દ્રસિંહ જાડેજા કચ્છ. પૃથ્વીરાજસિંહ જાડેજા, વીરેન્દ્રસિંહ ઝાલા રાજકોટ રાજકોટ લોધીકા સંઘના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા, દશરથસિંહ ઝાલા મોરબી રાજપૂત સમાજ પ્રમુખ, મહાવીરસિંહ જાડેજા મોરબી, ચાપરાજભાઈ બસિયા કાઠી સમાજ આગેવાન, નીરુભા ઝાલા રાજપૂત યુવા સંઘ. અને મહેન્દ્રસિંહ ઝાલા જિલ્લા સહકારી સંઘ રગપર હાજર રહેશે.

બેઠક પર દરેકની નજર

આ બેઠક પર દરેકની નજર રહી છે કે બેઠકમાં શું નિર્ણય લેવાય છે. ક્ષત્રિયોએ દેશ માટે અને સંસ્કૃતિ માટે બલિદાન આપ્યા છે. આ વિવાદ વકર્યો છે જેથી આ બેઠક બોલાવાઇ છે.

આ પણ વાંચો---- Vadodara Lok Sabha : 1989 થી ભાજપ વડોદરા લોકસભા બેઠક જીતતું આવ્યું છે

આ પણ વાંચો---- Parshottam Rupala : રાજ્યભરમાં પરશોત્તમ રુપાલાનો વિરોધ

Tags :
Advertisement

.