Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

"હું NDA માં જ છું અને મિટિંગ માટે Delhi જઈ રહ્યો છું", ચંદ્રબાબુ નાયડુએ કર્યું મોટું એલાન...

લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) ના પરિણામો સામે આવ્યા બાદ હવે કેન્દ્રમાં સરકાર બનાવવાના પ્રયાસો તેજ થઇ ગયા છે. ભાજપ બહુમતીથી 32 બેઠકો દૂર છે પરંતુ તેની આગેવાની હેઠળ NDA ગઠબંધન પાસે પૂર્ણ બહુમતી છે. આ દરમિયાન NDA...
 હું nda માં જ છું અને મિટિંગ માટે delhi જઈ રહ્યો છું   ચંદ્રબાબુ નાયડુએ કર્યું મોટું એલાન

લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election 2024) ના પરિણામો સામે આવ્યા બાદ હવે કેન્દ્રમાં સરકાર બનાવવાના પ્રયાસો તેજ થઇ ગયા છે. ભાજપ બહુમતીથી 32 બેઠકો દૂર છે પરંતુ તેની આગેવાની હેઠળ NDA ગઠબંધન પાસે પૂર્ણ બહુમતી છે. આ દરમિયાન NDA ના સહયોગી અને તેલુગુ દેશમ પાર્ટીના વડા ચંદ્રબાબુ નાયડુ (Chandrababu Naidu)એ એક મોટી જાહેરાત કરી છે. નાયડુએ આ વખતની ચૂંટણીને ઐતિહાસિક ગણાવી છે અને કહ્યું છે કે, તેઓ NDA ની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી જઈ રહ્યા છે.

Advertisement

મતદારોના સમર્થનથી ખૂબ ખુશ - નાયડુ

આંધ્રપ્રદેશ વિધાનસભા અને લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024)ના પરિણામો વિશે વાત કરતા ચંદ્રબાબુ નાયડુ (Chandrababu Naidu)એ કહ્યું કે, હું મતદારોના સમર્થનથી ખૂબ ખુશ છું. રાજકારણમાં ઉતાર-ચઢાવ સામાન્ય છે. ઈતિહાસમાં અનેક રાજકીય નેતાઓ અને પક્ષોની હકાલપટ્ટી કરવામાં આવી છે. આ એક ઐતિહાસિક ચૂંટણી છે. દેશ-વિદેશના મતદારો પણ મતદાન કરવા માટે તેમના વતન પરત ફર્યા હતા. તેમણે કહ્યું કે, TDP કાર્યકર્તાઓને હેરાન કરવામાં આવી રહ્યા હતા. રાજ્યમાં મીડિયા પણ ખોરવાઈ ગયું અને મીડિયા હાઉસ સામે CID કેસ નોંધાયા છે.

Advertisement

કલ્યાણ અને વિકાસ માટે ગઠબંધન - નાયડુ

TDP ના વડા એન ચંદ્રબાબુ નાયડુ (Chandrababu Naidu)એ કહ્યું કે ગઠબંધન રાજ્યના કલ્યાણ અને વિકાસ માટે રચવામાં આવ્યું છે. 55.38% મતદાન થયું હતું. TDP ને 45% વોટ મળ્યા અને YSRCP ને 39% વોટ મળ્યા, આંધ્ર પ્રદેશમાં TDP, BJP અને જનસેના પાર્ટી ગઠબંધન એ આંધ્ર પ્રદેશની ચૂંટણી જીતી અને અહીં કુલ 175 સીટોમાંથી 164 જીતી. TDP એ પણ 16 લોકસભા સીટો જીતી હતી.

અમે NDA સાથે છીએ - નાયડુ

TDP ના વડા એન ચંદ્રબાબુ નાયડુ (Chandrababu Naidu)એ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તમને હંમેશા સમાચાર જોઈએ છે. હું અનુભવી છું અને આ દેશમાં ઘણા રાજકીય ફેરફારો જોયા છે. નાયડુએ કહ્યું કે અમે NDA માં છીએ, હું NDA ની બેઠકમાં જઈ રહ્યો છું.

Advertisement

આ પણ વાંચો : લોકસભા ચૂંટણી પરિણામો પર વિશ્વની નજર, વિદેશી મીડિયાએ PM મોદીની જીત પર શું કહ્યું…

આ પણ વાંચો : જ્યોર્જિયા મેલોનીથી લઈને મુઈઝુ સુધી, આ નેતાઓએ PM મોદીને આપી જીતની શુભેચ્છાઓ…

આ પણ વાંચો : Asaduddin Owaisi એ BJP ના માધવી લતાને રેકોર્ડ માર્જિનથી હરાવ્યા, પહેલી પ્રતિક્રિયા આવી…

Tags :
Advertisement

.