Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad West : લોકસભા લડવા ઉમેદવારોનો રાફડો ફાટ્યો

Ahmedabad West : લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારી કરી રહેલા ભારતીય જનતા પક્ષે ઉમેદવારો શોધવાનું શરુ કરી દીધું છે. આ માટે દરેક લોકસભા બેઠકમાં સેન્સ પ્રક્રિયા શરુ કરાઇ છે. પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત કરાયેલા નિરિક્ષકો સમક્ષ સ્થાનિક કાર્યકરો અને હોદ્દેદારો તથા...
03:22 PM Feb 27, 2024 IST | Vipul Pandya
ahmedabad west loksabha ેાોૂ જમ ુદદુતા

Ahmedabad West : લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારી કરી રહેલા ભારતીય જનતા પક્ષે ઉમેદવારો શોધવાનું શરુ કરી દીધું છે. આ માટે દરેક લોકસભા બેઠકમાં સેન્સ પ્રક્રિયા શરુ કરાઇ છે. પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત કરાયેલા નિરિક્ષકો સમક્ષ સ્થાનિક કાર્યકરો અને હોદ્દેદારો તથા આગેવાનો નામ રજૂ કરી રહ્યા છે ત્યારે અમદાવાદ (પશ્ચિમ) (Ahmedabad West) બેઠક માટે યોજાયેલી સેન્સ પ્રક્રિયા રસપ્રદ બની હતી કારણ કે અહીં 45થી વધુ લોકોએ દાવેદારી નોંધાવી હતી.

અમદાવાદ પશ્ચિમથી ચૂંટણી લડવા ઉમેદવારોનો રાફડો ફાટ્યો

લોકસભા ચૂંટણી પહેલા અમદાવાદ પશ્ચિમ બેઠક માટે સેન્સ પ્રક્રિયા પુર્ણ થઇ ગઇ છે. અમદાવાદ પશ્ચિમથી ચૂંટણી લડવા ઉમેદવારોનો રાફડો ફાટ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. સેન્સ પ્રક્રિયા દરમિયાન કુલ 45થી વધુ ફોર્મ ભરાયા છે.

રાજ્યભરમાંથી લોકો ઉમેદવારી કરવા આવ્યા

અમદાવાદ પશ્ચિમ SC અનામત બેઠક હોવાથી રાજ્યભરમાંથી લોકો ઉમેદવારી કરવા આવ્યા છે. પૂર્વ કોર્પોરેટર, કોર્પોરેટર, પૂર્વ ધારાસભ્ય, સાંસદ અને નેતાઓએ પુત્ર અને પુત્રવધુ માટે લોબિંગ કર્યું છે તો સાથે સાથે અભિનેતા અને પૂર્વ ધારાસભ્યએ પણ લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

ડો.કિરીટ સોલંકી ત્રણ ટર્મથી સાંસદ

ચાલુ સાંસદે પણ પોતાનાં ટેકેદારોને ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરવા પ્રેરણા આપી હોવાના સૂર જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનિય છે આ બેઠક અમલમાં આવ્યા બાદ ડો.કિરીટ સોલંકી 2009, 2014 અને 2019થી ત્રણ ટર્મથી સાંસદ છે

કુલ 7 વિધાનસભા

અમદાવાદ પશ્ચિમ બેઠકમાં અસારવા, એલિસબ્રીજ, અમરાઈવાડી, મણિનગર, જમાલપુર - ખાડિયા, દરિયાપુર, દાણીલીમડા સહિતની કુલ 7 વિધાનસભાનો સમાવેશ થાય છે.

અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક માટે દાવેદારી કરનાર દાવેદારો
1. ડૉ. કિરીટ સોલંકી, સાંસદ, અમદાવાદ પશ્ચિમ
2. દર્શનાબેન વાઘેલા, ધારાસભ્ય, અસારવા
3. જીતુ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય, દાણીલીમડા
4. દિનેશ મકવાણા, પૂર્વ મેયર
5. ડૉ. કીર્તિ વડાલીયા, પ્રદેશ ડોકટર સેલ કન્વિનર
6. ગિરીશ પરમાર, પૂર્વ મંત્રી
7. નરેશ ચાવડા, પૂર્વ પ્રદેશ મંત્રી SC
8. કિરીટ પરમાર, પૂર્વ મેયર
9. વિભૂતિ અમીન, શહેર મંત્રી, અમદાવાદ
10. ભદ્રેશ મકવાણા, SC પ્રમુખ, અમદાવાદ શહેર
11. હિતુ કનોડિયા, પૂર્વ ધારાસભ્ય, ઈડર
12. મણીભાઈ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય
13. પ્રદિપ પરમાર, પૂર્વ કેબિનેટ મંત્રી
14. ગીતા બેન સોલંકી, કોર્પોરેટર, ઈસનપુર
15. અરવિંદ વેગડા, સિંગર
16. હિતેશ પટેલ, પૂર્વ ધારાસભ્યના પુત્ર (અસારવા આર એમ પટેલ)
17. નિમિષા પટેલ, પૂર્વ ધારાસભ્યના પુત્રી (અસારવા આર એમ પટેલ)

આ પણ વાંચો---GUJARAT VIDHAN SABHA : ગીરનો વધ્યો ક્રેઝ, પ્રવાસીઓ માટે ગીર અભ્યારણ્ય બન્યું હોટ ફેવરિટ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Ahmedabad WestAhmedabad West seatBJPGujaratGujarat BJPGujarat FirstLok Sabha ElectionsLok Sabha elections 2024
Next Article