ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gandhinagar : પરશોત્તમ રુપાલા સામે વિરોધ ખાળવા BJP ની બેઠક, રાજ શેખાવતે આપી આ ચીમકી!

ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj) અંગે ટિપ્પણી મામલે કેન્દ્રીયમંત્રી પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) વિરુદ્ધ વિરોધ હાલ પણ યથાવત છે. ગઈકાલે રાજકોટ (Rajkot) ખાતે ક્ષત્રિય સમાજની મહારેલી યોજાઈ હતી અને પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માગ કરાઈ હતી. ત્યારે આજે ગાંધીનગર (Gandhinagar)...
01:00 PM Apr 07, 2024 IST | Vipul Sen
સૌજન્ય : Google

ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj) અંગે ટિપ્પણી મામલે કેન્દ્રીયમંત્રી પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) વિરુદ્ધ વિરોધ હાલ પણ યથાવત છે. ગઈકાલે રાજકોટ (Rajkot) ખાતે ક્ષત્રિય સમાજની મહારેલી યોજાઈ હતી અને પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માગ કરાઈ હતી. ત્યારે આજે ગાંધીનગર (Gandhinagar) ખાતે ભાજપની મહત્ત્વની બેઠક યોજાશે. આ બેઠકમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) સહિત પક્ષના 9 જેટલા ક્ષત્રિય આગેવાનો હાજર રહેશે. બેઠકમાં પરશોત્તમ રુપાલા વિરુદ્ધ વિરોધ ખાળવા ચર્ચા કરવામાં આવશે.

કેન્દ્રીયમંત્રી અને રાજકોટ લોકસભા બેઠક (Rajkot Lok Sabha seat) પરથી ભાજપના (BJP) ઉમેદવાર પરશોત્તમ રુપાલા (Parshottam Rupala) સામે ક્ષત્રિય સમાજના વિરોધને લઈ આજે ફરી એકવાર ગાંધીનગર ખાતે ભારતીય જનતા પાર્ટીની (BJP) મહત્ત્વની બેઠક મળશે. આ બેઠકમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) સહિત પક્ષના ક્ષત્રિય આગેવાનો હાજર રહેશે અને પરશોત્તમ રુપાલા વિરુદ્ધ વિરોધ ખાળવા ચર્ચા કરાશે.

રાજ શેખાવતની કમલમ્ ખાતે ઘેરાવની ચીમકી

બીજી તરફ કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવતે (Raj Shekhawat) ચીમકી આપતા જણાવ્યું હતું કે, 9 એપ્રિલે બપોરે 2 વાગ્યે ગાંધીનગર (Gandhinagar) કમલમ્ (Kamalam) ખાતે ઘેરાવ કરવામાં આવશે. રાજ શેખાવતે વીડિયો પોસ્ટ કરી તમામ ક્ષત્રિયો અને સમર્થકોને કેસરિયા ઝંડા સાથે કમલમ્ પહોંચવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, લોકોને જે સમજવું હોય તે સમજે પણ અમે કમલમ જઈશું.

ધંધુકા ખાતે ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન

ઉપરાંત, આજે અમદાવાદના ધંધુકા ખાતે (Dhandhuka) ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન પણ યોજાશે. જો કે, ધંધુકા સંમેલનમાં ક્ષત્રિયો આગેવાનો પોતાની રીતે જશે. અગાઉ બપોરે 12 કલાકે કાર રેલી યોજી મોટી સંખ્યામાં આગેવાનો ધંધુકા જવાનાં હતા. માહિતી મુજબ, ધંધુકામાં સાંજે 5:30 કલાકે ક્ષત્રિય અસ્મિતા સંમેલન (Kshatriya Asmita Sammelan) યોજાશે, જેમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને લોકો ઉપસ્થિત રહેશે. હાલ ગોતા (Gota) ખાતે આવેલા રાજપૂત ભવનમાં ક્ષત્રિય આગેવાનો તેમ જ પોલીસની બેઠક ચાલી રહી હોવાની માહિતી છે.

 

આ પણ વાંચો - Kshatriya Samaj : ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠકમાં મોટો નિર્ણય, કોંગ્રેસ માટે મોટો ઝટકો!

આ પણ વાંચો - વિવાદના વંટોળ વચ્ચે રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહારેલી

આ પણ વાંચો - BYM : ક્ષત્રિય આંદોલન કોંગ્રેસ પ્રેરીત હોવાનું પ્રશાંત કોરાટનું નિવેદન

 

Tags :
AhmedabadBharatiya Janata PartyBJPCongressDhandhukaGandhinagarGujarat FirstGujarat PoliticsGujarati NewsHarsh SanghaviKamalamKarni SenaKshatriya Asmita SammelanKshatriya communityKshatriya Samaj core committeeKshatriya Samaj MaharallyKshatriya Samaj movementKshatriya Samaj's rallyParshottam Rupala controversyRaj ShekhawatRAJKOT
Next Article