Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગૃહમંત્રી અમિત શાહનો FAKE VIDEO વાયરલ, જાણો સમગ્ર મામલો

 FAKE VIDEO : ગૃહમંત્રી અમિત શાહનો ફેક વીડિયો ( FAKE VIDEO) વાયરલ થયો છે. ગૃહ મંત્રીના આ વીડિયોમાં અનામત અંગે એડિટેડ વીડિયો હોવાના મુદ્દે FIR દાખલ કરાઇ છે. દિલ્હી પોલીસે FIR નોંધી તપાસ હાથ ધરી છે. ગૃહ મંત્રીના ફેક વીડિયો...
12:42 PM Apr 29, 2024 IST | Vipul Pandya
AMIT SHAH PC GOOGLE

 FAKE VIDEO : ગૃહમંત્રી અમિત શાહનો ફેક વીડિયો ( FAKE VIDEO) વાયરલ થયો છે. ગૃહ મંત્રીના આ વીડિયોમાં અનામત અંગે એડિટેડ વીડિયો હોવાના મુદ્દે FIR દાખલ કરાઇ છે. દિલ્હી પોલીસે FIR નોંધી તપાસ હાથ ધરી છે. ગૃહ મંત્રીના ફેક વીડિયો મુદ્દે કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં હાઈલેવલ બેઠક પણ મળી છે અને X અને ફેસબુક પાસેથી પોલીસે માહિતી પણ માગી છે તો બીજી તરફ દિલ્હી પોલીસની એક ટીમ તેલંગાણા રવાના થઇ છે કારણ કે સમગ્ર મામલે તેલંગાણા કોંગ્રેસ પર ભાજપે આરોપ લગાવ્યો છે. આ પ્રકરણને લઇને હવે અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ થતાં વીડિયો પણ પોલીસની રડારમાં આવી ગયા છે.

ફેક્ટ ચેકમાં આ વીડિયો નકલી સાબિત થયો

રવિવારે દિલ્હી પોલીસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એડિટેડ વીડિયો અંગે FIR નોંધી છે. આ વીડિયોમાં અમિત શાહ એસસી-એસટી અને ઓબીસીની અનામતને ખતમ કરવાની વાત કરતા જોવા મળે છે. જો કે ન્યૂઝ એજન્સી પીટીઆઈના ફેક્ટ ચેકમાં આ વીડિયો નકલી સાબિત થયો છે.

ભાજપે આ વીડિયોને લઈને દેશભરમાં FIR નોંધવાનો નિર્ણય લીધો

બીજી તરફ આ એડિટેડ વીડિયોને સોશિયલ મીડિયામાં વાયરલ કરવા અંગેની એક ફરિયાદ ભાજપ દ્વારા કરવામાં આવી હતી, જ્યારે બીજી ફરિયાદ ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી. ભાજપે આ વીડિયોને લઈને દેશભરમાં FIR નોંધવાનો નિર્ણય લીધો છે.

જે વીડિયો વાઇરલ થઈ રહ્યો છે તે નકલી છે

ભાજપે ફરિયાદમાં કહ્યું છે કે અમિત શાહે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત સમાપ્ત કરવા વિશે કશું કહ્યું નથી. જે વીડિયો વાઇરલ થઈ રહ્યો છે તે નકલી છે. ભાજપે આરોપ લગાવ્યો કે મૂળ વીડિયોમાં અમિત શાહે તેલંગાણામાં મુસ્લિમો માટે ગેરબંધારણીય આરક્ષણ હટાવવાની વાત કરી હતી.

એક્સ અને ફેસબુકને પત્ર લખ્યો

દિલ્હી પોલીસે ગૃહમંત્રીના એડિટેડ વીડિયોને લઈને એક્સ અને ફેસબુકને પત્ર લખ્યો છે. તેમજ આ એડિટેડ વીડિયો કયા એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે તેની માહિતી બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી માગવામાં આવી છે.

તેલંગાણા કોંગ્રેસ સંપાદિત વીડિયો ફેલાવી રહી છે

બીજેપીના આઈટી સેલના વડા અમિત માલવિયાએ 27 એપ્રિલે ફેસબુક પર તેલંગાણા કોંગ્રેસ દ્વારા શેર કરાયેલ આ નકલી વીડિયો પોસ્ટ કર્યો હતો. તેમણે કહ્યું કે તેલંગાણા કોંગ્રેસ સંપાદિત વીડિયો ફેલાવી રહી છે, જે સંપૂર્ણપણે નકલી છે. તેના કારણે મોટાપાયે હિંસા થવાની આશંકા છે. તેમણે વધુમાં કહ્યું કે આ ફેક વીડિયો ઘણા કોંગ્રેસના નેતાઓએ શેર કર્યો છે, હવે તેઓ કાયદાકીય કાર્યવાહી માટે તૈયાર રહે.

આ પણ વાંચો--------- રાહુલ ગાંધી બાદ પરેશ ધાનાણીનો વાણીવિલાસ, પટેલ અને ક્ષત્રિય સમાજ વિશે કહ્યું…

આ પણ વાંચો--------- Rajnath Singh in Gujarat : ભાવનગર અને ખંભાતમાં મહાજનસભા, રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર કર્યાં આકરા પ્રહાર

આ પણ વાંચો------- London: વિદેશમાં રહીને પણ BJP ને સમર્થન, લંડનની ગલીઓમાં મોદી-મોદીના નારા

Tags :
Amit ShahDelhi PoliceFake VideoFIRLok Sabha Election 2024reservationSocial MediaTelangana congressViral Post
Next Article