Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સરહદ ડેરી દ્વારા મતદાનના દિવસે વોટિંગ કરનાર પશુપાલકને દૂધમાં પ્રતિલીટરે 1 રૂપિયો વધુ મળશે

Lok Sabha Election : લોકસભાની ચૂંટણી (Lok Sabha Election ) ની તારીખ જાહેર થઈ ગઈ છે. ત્યારે દરેક જિલ્લાઓમાંથી વધુમા વધુ મતદાન થાય તે માટે મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરવામા આવતા હોય છે. અમૂલ ફેડરેશનના ડાયરેક્ટર બોર્ડ તેમજ જિલ્લા દૂધ...
સરહદ ડેરી દ્વારા મતદાનના દિવસે વોટિંગ કરનાર પશુપાલકને દૂધમાં પ્રતિલીટરે 1 રૂપિયો વધુ મળશે

Lok Sabha Election : લોકસભાની ચૂંટણી (Lok Sabha Election ) ની તારીખ જાહેર થઈ ગઈ છે. ત્યારે દરેક જિલ્લાઓમાંથી વધુમા વધુ મતદાન થાય તે માટે મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરવામા આવતા હોય છે. અમૂલ ફેડરેશનના ડાયરેક્ટર બોર્ડ તેમજ જિલ્લા દૂધ સંઘ દ્વારા મતદાર જાગૃતિ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.

Advertisement

દૂધમાં પ્રતિ લીટરે 1 રૂપિયો વધુ મળશે

૫શુપાલક મતદાનના દિવસે વોટિંગ કરશે તેને દૂધમાં પ્રતિ લીટરે 1 રૂપિયો વધુ મળશે. કચ્છ જિલ્લામાં સરહદ ડેરી દ્વારા આ જાહેરાતથી આશરે 34 હજાર જેટલા પશુપાલકો ને લાભ મળશે.મતદાનના દિવસે મતદાન કર્યાનું નિશાન બતાવનારને સીધો લાભ અપાશે. હાલમાં સરહદ ડેરી સાથે 920 દૂધ મંડળીઓ અને 34 હજાર પશુપાલકો જોડાયેલા છે.

Advertisement

વધારાના 1.5 કરોડ રૂપિયા પશુપાલકો ને ચૂકવવામાં આવશે

આ જાહેરાત સાથે અમૂલ તરફથી સમગ્ર ગુજરાતમાં મતદારોમાં જાગૃતિ લાવવાના હેતુથી વધારાના 1.5 કરોડ રૂપિયા પશુપાલકો ને ચૂકવવામાં આવશે. આ સાથે અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરી ના ચેરમેન વલમજીભાઈ હુંબલ દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે પશુપાલકો ને અનુરોધ કર્યો હતો.તેમજ સરહદ ડેરી સાથે સયોજિત 920 દૂધ મંડળીઓ ઉપર મતદાન જાગૃતિ માટેના શપથ પણ લેવડાવ્યા હતા.

પંચમહાલ ડેરી દ્વારા પણ જાહેરાત

આ ઉપરાંત પંચમહાલ ડેરી દ્વારા પશુપાલક મતદારો માટે પણ આજ મોટી જાહેરાત કરાઇ હતી. અમુલ ફેડરેશન બાદ પંચમહાલ ડેરી દ્વારા મતદાન ચિન્હ બતાવનાર પશુપાલકને 1 રૂપિયો વધુ ચુકવાશે.

Advertisement

આ પણ વાંચો---- VADODARA : બરોડા ડેરીમાં જતા દુધને લઇ લોકોની આશંકા સાચી પડી

આ પણ વાંચો---- VADODARA : નર્મદા પરિક્રમા તાત્કાલિક પુન: શરૂ કરવા માંગ

આ પણ વાંચો---- BHARUCH : પોલીસ હેડક્વાર્ટરમાં જ પોલીસકર્મીએ લીધો પોતાનો જીવ, આવું કરવા પાછળનું કારણ જાણી ચોંકી જશો

આ પણ વાંચો---- VADODARA : પરવાનગી સાથે લગાવેલા મતદાન જાગૃતિના પોસ્ટરોમાં છબરડો

Tags :
Advertisement

.