Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Exit Polls: એકબાજું 400 પારનો નારો તો સામે I.N.D.I.A ને ગઢબંધનનો સહારો, જાણો કોનું શું દાવ પર લાગ્યું?

Exit Polls: દેશભરમાં અત્યારે લોકો લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન બાદ એક્ઝિટ પોલ (Exit Polls)ની રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઇએ કે, BJP ના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) દ્વારા 400 પારના સાથે ચૂંટણી મેદાનમાં યુદ્ધ લડ્યું છે, જ્યારે...
exit polls  એકબાજું 400 પારનો નારો તો સામે  i n d i a ને ગઢબંધનનો સહારો  જાણો કોનું શું દાવ પર લાગ્યું

Exit Polls: દેશભરમાં અત્યારે લોકો લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન બાદ એક્ઝિટ પોલ (Exit Polls)ની રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઇએ કે, BJP ના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) દ્વારા 400 પારના સાથે ચૂંટણી મેદાનમાં યુદ્ધ લડ્યું છે, જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષ ઈન્ડિયા બ્લોકને ગઠબંધનનું સમર્થન છે. તમને જણાવી દઇએ કે, આ વખતે ભાજપે એકલા હાથે 370 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. પાર્ટીનું લક્ષ્ય તેના ગઠબંધન ભાગીદારો સાથે મળીને 400થી વધુ બેઠકો જીતવાનું છે. તો ચાલો જાણીએ દેશમાં કઈ પાર્ટીનું શું દાવ પર લાગેલું છે. બધાની નજર અત્યારે Exit Polls પર આવીને ટકેલી છે.

Advertisement

ભારતીય જનતા પાર્ટી

નોંધનીય છે કે, 'અબકી બાર 400 પાર' ના નારા સાથે ચૂંટણી મેદાનમાં ઉતરેલી ભાજપ પાસે 2019ની સરખામણીમાં આ વખતે પોતાની સીટો વધારવાનો પડકાર છે. તમને જણાવી દઇએ કે, 2014ની ચૂંટણીમાં ભાજપે 31.3 ટકા વોટ શેર સાથે 282 બેઠકો જીતી હતી. જો 2019ની વાત કરવામાં આવે તો ભારતીય જનતાપાર્ટીએ તેના અગાઉના પ્રદર્શનમાં સુધારો કર્યો અને 37 ટકાથી વધુ વોટ શેર સાથે 303 બેઠકો જીતી હતી. વોટ શેર અને સીટો વધારવાનો ટ્રેન્ડ જાળવી રાખવો એ ભાજપ માટે મોટો પડકાર રહેશે. નોંધનીય છે કે, રામ મંદિર અને જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનું વચન પૂરું કરીને ચૂંટણી મેદાનમાં ઉતરી છે, જે લગભગ દરેક ચૂંટણીના ઢંઢેરામાં સામેલ છે.

કોંગ્રેસ

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસનું 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું, જેથી આ વખતે કોંગ્રેસનું અસ્તિત્વ દાવ પર લાગેલું છે. નોંધનીય છે કે, 2014માં 44 બેઠકો મળ્યા બાદ કોંગ્રેસે સંઘર્ષ કર્યો અને 2019માં 52 બેઠકો પર પહોંચી હતી, પરંતુ તત્કાલિન પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠી જેવી પરંપરાગત બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા. 2019ની ચૂંટણી બાદથી વિવિધ રાજ્યોમાં ઘણા મોટા નેતાઓએ પાર્ટી છોડી દીધી છે. આ વખતે કોંગ્રેસ યુપીથી લઈને દિલ્હી અને ગુજરાત સુધી ગઠબંધનના ભાગીદારોની મદદથી વધુ સારા પ્રદર્શનની આશા રાખે છે.

Advertisement

રાષ્ટ્રીય લોકદળ

તમને જણાવી દઇએ કે, રાષ્ટ્રીય લોક દળ લોકસભાની ચૂંટણીના થોડા દિવસો પહેલા જ ભાજપની આગેવાની હેઠળના ગઠબંધનમાં જોડાઈ ગયું હતું. 2014 અને 2019ની સામાન્ય ચૂંટણીમાં શૂન્ય થઈ ગયેલી પાર્ટી આ વખતે બે બેઠકો પર ચૂંટણી લડી રહી છે. વિપક્ષી ગઠબંધનમાં સપાએ RLD માટે સાત સીટો છોડી હતી. ઓછી બેઠકો મળવા છતાં, RLD એ NDAને પસંદ કર્યું, તેનું કારણ જીતની સંભાવના હોવાનું કહેવાય છે. શું જાટ જમીનમાં જયંત ચૌધરી એકમાત્ર જાટ મતદાર છે? આ ચૂંટણીઓ પણ તેની કસોટી છે.

સમાજવાદી પાર્ટી

લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી પણ પોતાનું ભવિષ્ય અજમાવી રહીં છે. નોંધનીય છે કે, 2014ની સામાન્ય ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી (SP) પારિવારિક બેઠકો સુધી મર્યાદિત હતી. મુલાયમ સિંહ યાદવ બે બેઠકો પરથી ચૂંટણી જીત્યા હતા ત્યાથી ધર્મેન્દ્ર યાદવ, અક્ષય યાદવ અને ડિમ્પલ યાદવ પણ જીત્યા હતા. 2019ની ચૂંટણીમાં બસપા સાથે ગઠબંધન હોવા છતાં, સપા માત્ર પાંચ બેઠકો સુધી મર્યાદિત હતી પરંતુ ડિમ્પલ યાદવ પણ ચૂંટણી હારી ગઈ હતી. સપાનો વોટ શેર પણ 20 ટકાથી નીચે ગયો હતો. આ વખતે સપા કોંગ્રેસ અને મહાન દળ જેવા નાના પક્ષો સાથે ગઠબંધન કરીને ચૂંટણી મેદાનમાં ઉતરી છે. વિપક્ષી એકતાની કવાયત વચ્ચે, અખિલેશે પણ કોંગ્રેસને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે યુપીમાં સપા ઈન્ડિયા બ્લોકનું નેતૃત્વ કરશે. સપા તરફથી મળેલી 17 સીટોની ઓફર પર જ કોંગ્રેસે ગઠબંધન કરવું પડ્યું હતું. અખિલેશ સામે એ સાબિત કરવાના પડકારનો સામનો કરવો પડશે કે 'યુપીમાં અમે જ વિપક્ષ હતા'.

Advertisement

આમ આદમી પાર્ટી

તમને જણાવી દઇએ કે, પંજાબ અને કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીમાં સત્તામાં રહેલી આમ આદમી પાર્ટીએ આ વખતે ‘જેલ કા જવાબ સે વોટ’ અભિયાન ચલાવ્યું. કેજરીવાલની ધરપકડ સામે આ અભિયાન ચલાવી રહેલી આમ આદમી પાર્ટી દિલ્હીની ચાર, પંજાબની 13, હરિયાણાની એક અને ગુજરાતમાં બે બેઠકો પર ચૂંટણી લડી રહી છે. આમ આદમી પાર્ટી અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલનું કદ પણ ચૂંટણી પરિણામો પર નિર્ભર રહેશે.

TMC

પશ્ચિમ બંગાળની શાસક તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ તમામ બેઠકો પર એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી, જેણે ઈન્ડિયા બ્લોકને ફટકો આપ્યો હતો. ચૂંટણી પ્રચાર દરમિયાન મમતા બેનર્જી પણ કહેતા જોવા મળ્યા હતા કે પશ્ચિમ બંગાળમાં અમે ઈન્ડિયા બ્લોક છીએ, કોંગ્રેસ અને લેફ્ટ અલગ છે. મમતાના ગઢમાં ભાજપે 2019ની ચૂંટણીમાં 18 બેઠકો જીતી હતી. આ પછી 2021ની બંગાળ ચૂંટણીમાં ભાજપ મુખ્ય વિરોધ પક્ષ તરીકે ઉભરી આવ્યો. આ વખતે મમતા સામે પોતાની સીટો બચાવવાનો પડકાર છે.

આ પણ વાંચો: આ પણ વાંચો: Lok Sabha Election 2024 Phase 7 Voting Live : અંતિમ તબક્કામાં બપોરે 1 વાગ્યા સુધી 40.09 ટકા થયું મતદાન

આ પણ વાંચો: Lok Sabha Election 2024 Phase 7 Voting Live : અંતિમ તબક્કામાં બપોરે 1 વાગ્યા સુધી 40.09 ટકા થયું મતદાન

આ પણ વાંચો:  PM મોદીએ આ Lok Sabha Election માં કેટલી રેલી અને કેટલા રોડ શો કર્યા, જાણો સંપૂર્ણ આંકડો…

Tags :
Advertisement

.