Election 2024: કોંગ્રેસને ફરી એક ઝટકો! પંજાબ અને બંગાળ બાદ દિલ્હીમાં પણ મળી નિરાશા
Election 2024: પંજાબમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અલગ અલગ રહીને ચૂંટણી લડવાનું એલાન કરી ચૂક્યા છે. મળતી વિગતો પ્રમાણે દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડવા માંગતા હતાં. પરંતુ અત્યારે મળતી વિગતો પ્રમાણે દિલ્હીમાં પણ ઈન્ડિયા ગઠબંધન તૂટવાના કગાર પર છે. આમ આદમી પાર્ટીની સૌથી મોટી રાજકીય બાબતોની સમિતિએ આજે એટલે કે મંગળવારે એક બેઠક યોજી અને સ્પષ્ટ કહ્યું કે અમે કોંગ્રેસની રાહ જોઈને થાકી ગયા છીએ. આમ આદમી પાર્ટીએ હવે દિલ્હીમાં 6 બેઠકો પર પોતાના ઉમેદવાર અને 1 બેઠક કોંગ્રેસને આપવાની વાત કરી છે. ઉલ્લેખનીય છે કે, જો સમય પર આ બાબતે જવાબ આપવામાં નહીં આવે તો આપ આ 6 બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ પણ જાહેર કરી શકે છે.
આપ દિલ્હીમાં કોંગ્રેસનો સાથ છોડી શકે છે
આ સાથે આમ આદમી પાર્ટીએ દક્ષિણ ગોવા થી વેંજી વેગાસને પોતાનો ઉમેદાવાર જાહેર કર્યો છે. જો કે, કોંગ્રેસ આ બેઠક ક્યારેય આપને આપવાનું નથી. મળતી વિગતો પ્રમાણે આમ આદમી પાર્ટીએ ગુજરાતની બે બેઠક ભરૂચમાં ચૈતર વસાવા અને ભાવનગર બેઠક પરથી ઉમેશભાઈ મકવાણાનું નામ ઉમેદવાર તરીકે જાહેર કર્યું છે. આ સાથે ગુજરાતની હજી પણ 6 બેઠકો પર પોતાનો ઉમેદવાર જાહેર કરવાની છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ કોઈ પણ હાલતમાં ગુજરાતમાં આટલી બેઠકો સાથે આપ સાથે ગઠબંધન કરશે નહીં.
#WATCH | On seat-sharing with Congress in Delhi, AAP spokesperson Priyanka Kakkar says, "We have proposed that we will contest on 6 seats and with all due respect we are offering one seat to Congress and if (seat-sharing) talks don't conclude, we will soon think of announcing our… pic.twitter.com/9tFEHIrs3D
— ANI (@ANI) February 13, 2024
ઇન્ડિયા ગઠબંધન તૂટવાના કગાર પર
AAPના સંગઠન મહાસચિવ, રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠકે બેઠક બાદ કહ્યું કે, ઈન્ડિયા ગઠબંધનને લઈને દેશમાં આશા અને ઉત્સાહ છે. જ્યારે અમે ગઠબંધનમાં આવ્યા ત્યારે અમારા પોતાના હિત વિશે વિચારવાનો કોઈ ઈરાદો નહોતો. અમે ઈમાનદારી અને સમર્પણ સાથે ગઠબંધનની સાથે છીએ, પરંતુ ભારત ગઠબંધનનો ઉદ્દેશ્ય ચૂંટણી લડવાનો અને દેશને નવો વિકલ્પ આપવાનો છે. સમયસર ઉમેદવારોની જાહેરાત કરવી અને પ્રચારની રણનીતિ નક્કી કરવી એ પણ ગઠબંધનમાં સામેલ છે.
ટૂંક સમયમાં યોજાશે 2024 ની લોકસભા ચૂંટણી
ઉલ્લેખનીય છે કે, આગામી ટૂંક સમયમાં 2024 ની લોકસભા ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારો પણ જાહેર કરી રહ્યા છે. આ સાથે કોંગ્રેસ પણ દેશની વિવિધ પાર્ટીઓને સાથે રાખીને ઇન્ડિયા ગઠબંધનની રચના કરી હતી. પરંતુ રાજકીય પક્ષોએ કોંગ્રેસ સામે રાખેલી માંગોને માન્ય ના રખાતા અનેક પાર્ટીઓ ઇન્ડિયા ગઠબંધન સાથે નાતો તોડીને સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાનું એલાન કર્યું છે. જેથી કોંગ્રેસને એક બાદ એક ઝટકા વાગી રહ્યા છે.