Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat Police : મતદાન પ્રક્રિયામાં અવરોધ ઉભો કરનાર સામે કડક કાર્યવાહી

Gujarat Police : આવતીકાલે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન યોજાશે. મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજાય તે માટે ચૂંટણી તંત્રએ તમામ કામગિરી પૂર્ણ કરી લીધી છે. બીજી તરફ પોલીસ તંત્ર (Gujarat Police) પણ કાયદો વ્યવસ્થા જાળવવા સજ્જ બન્યું છે. ચૂંટણી...
gujarat police   મતદાન પ્રક્રિયામાં અવરોધ ઉભો કરનાર સામે કડક કાર્યવાહી

Gujarat Police : આવતીકાલે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન યોજાશે. મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજાય તે માટે ચૂંટણી તંત્રએ તમામ કામગિરી પૂર્ણ કરી લીધી છે. બીજી તરફ પોલીસ તંત્ર (Gujarat Police) પણ કાયદો વ્યવસ્થા જાળવવા સજ્જ બન્યું છે.

Advertisement

ચૂંટણી પંચની સૂચના મુજબ સુરક્ષા વ્યવસ્થા

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે આજે પત્રકાર પરિષદમાં કહ્યું કે લોકસભા ચૂંટણીના મતદાનને લઇને ગુજરાત પોલીસ સજ્જ છે. રાજ્યમા તમામ મતદાન મથકો પર ચૂંટણી પંચની સૂચના મુજબ સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવશે. તેમણે કહ્યું કે મતદાન ભયમુકત વાતાવરણમાં થાય તે માટે ગુજરાત પોલીસે તમામ જરુરી વ્યવસ્થા કરી છે.

રાજ્યમાં ક્વીક રિસ્પોન્સ ટીમો પણ તૈનાત

તેમણે માહિતી આપતા કહ્યું કે તમામ મતદાન મથકો પર સુરક્ષા વ્યવસ્થા ઉપરાંત સેક્ટર મોબાઇલ પેટ્રોલિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે રાજ્યમાં ક્વીક રિસ્પોન્સ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.

Advertisement

50 કરોડ રુપિયાનો અંગ્રેજી શરાબ પકડવામાં આવ્યો

તેમણે કહ્યું કે મોડલ કોડ ઓફ કંડક્ટનો ચુસ્તપણે અમલ કરવા માટે રાજ્યમાં સરદહી વિસ્તારોમાં 133 ચેક પોસ્ટ ઉભી કરાઇ હતી. પોલીસે અત્યાર સુધી પ્રોહિબીશનની અલગ અલગ કામગિરી કરી છે. તેમણે માહિતી આપી કે આચાર સંહિતાના અમલ દરમિયાન રાજ્યમાં 50 કરોડ રુપિયાનો અંગ્રેજી શરાબ પકડવામાં આવ્યો છે અને 900 કરોડના NDPS ના કેસ પણ ગુજરાત પોલીસ દ્વારા કરાયા હતા. ઉપરાંત 165 ગેરકાયદેસર હથિયાર રાખવાના કેસ પણ કરવામાં આવ્યા છે. નાસતા ફરતાં 1700 આરોપીને પણ ઝડપી લેવાયા છે.

Advertisement

અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી

ડીજીપીએ કહ્યું કે મતદાન પ્રક્રિયામાં કોઈ અવરોધરૂપ બનવાનો પ્રયાસ કરશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. મતદાન વખતે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી થશે. ડીજીપીએ નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી હતી.

તપાસમાં અત્યાર સુધી કોઇ ગંભીર ચીજ મળી નથી.

આજે અમદાવાદની શાળાઓમાં બૉમ્બ અંગેનો ઈમેલ મળવા મામલે રાજ્ય પોલીસ વડાએ કહ્યું કે આ પહેલા આ પ્રકારનો ઇ-મેઇલ દિલ્હીમાં પણ મળ્યો છે અને અમદાવાદમાં મળેલા ઇમેઇલની પણ સંપૂર્ણપણે તપાસ થઇ છે. તપાસમાં અત્યાર સુધી કોઇ ગંભીર ચીજ મળી નથી.

આ પણ વાંચો------- Lok Sabha elections : ગુજરાતમાં આવતીકાલે આ દિગ્ગજ નેતાઓ કરશે મતદાન, જાણો કોણ ક્યાંથી આપશે વોટ

આ પણ વાંચો------ Lok Sabha : ચૂંટણીમાં ચૌરે ચૌટે આ એક જ ચર્ચા….! વાંચો આ અહેવાલ

Tags :
Advertisement

.