ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Navsari : ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું શક્તિ પ્રદર્શન

Navsari : નવસારી (Navsari) માં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ (CR Patil)નું આજે શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું. સી.આર.પાટીલના સમર્થનમાં ગણદેવી વિધાનસભામાં આજે વિશાળ બાઈક રેલી યોજાઇ હતી જેમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર સી.આર.પાટીલ નવસારી જિલ્લાની...
01:21 PM Apr 26, 2024 IST | Vipul Pandya
CR PATIL

Navsari : નવસારી (Navsari) માં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ (CR Patil)નું આજે શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું. સી.આર.પાટીલના સમર્થનમાં ગણદેવી વિધાનસભામાં આજે વિશાળ બાઈક રેલી યોજાઇ હતી જેમાં હજારો લોકોએ ભાગ લીધો હતો.

નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર સી.આર.પાટીલ નવસારી જિલ્લાની મુલાકાતે

લોકસભા ચૂંટણીના ત્રીજા ચરણના મતદાનની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ અને નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર સી.આર.પાટીલ નવસારી જિલ્લાની મુલાકાતે છે.

સી.આર.પાટીલ સવારથી બાઈક રેલીમાં જોડાયા

આજે નવસારી લોકસભા બેઠકમાં સમાવિષ્ટ ગણદેવી વિધાનસભા પર સી.આર.પાટીલના સમર્થનમાં બાઈક રેલી યોજી શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સી.આર.પાટીલ સવારથી બાઈક રેલીમાં જોડાયા હતા.

તમામ 26 બેઠકો 5 લાખની લીડ સાથે જીતવાનો લક્ષ્યાંક

મોટી સંખ્યામાં લોકો આ બાઈક રેલીમાં જોડાયા હતા. બીલીમોરાથી આ બાઇક રેલી શરુ થઇ હતી અને હજારો લોકો જોડાતા ગયા હતા. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સમગ્ર રાજ્યમાં દરેક લોકસભા બેઠકમાં જઇને ઉમેદવારોનો પ્રચાર કરી રહ્યા છે અને તેમણે ગુજરાતની તમામ 26 બેઠકો 5 લાખની લીડ સાથે જીતવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આજે તેમણે પોતાના મતવિસ્તારમાં બાઇક રેલીમાં ભાગ લઇ પ્રચાર કર્યો હતો.

આ પણ વાંચો----- CR Patil : સામ પિત્રોડાનાં નિવેદન સામે CR પાટીલના આકરા પ્રહાર! કહ્યું- કોંગ્રેસને લૂંટવાની ટેવ..!

આ પણ વાંચો----- PM Modi in Gujarat : PM મોદીનો બે દિવસીય ગુજરાત પ્રવાસ, જાણો તારીખ અને કાર્યક્રમોની વિગત

આ પણ વાંચો---- પરશોત્તમ રૂપાલા માટે સૌથી મોટી રાહતના સમાચાર, 108 આગેવાનોનું જાહેર સમર્થન

Tags :
bike rallyBJPCR PatilGanadevi AssemblyGujaratGujarat Firstloksabha election 2024NavsariNavsari Lok Sabha seat
Next Article