BJP એ જાહેર કરી 40 સ્ટાર પ્રચારકોની યાદી, ગુજરાતના આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Gujarat BJP Star Campaigners: ભારતમાં અત્યારે લોકસભાની ચૂંટણી માટે રાજકીય પાર્ટીઓ પ્રચાર કરવા લાગી છે. આ દરમિયાન બીજેપી દ્વારા પણ જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. બીજેપીએ અત્યારે ગુજરાતમાં પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દીધી છે. મળતી વિગતો પ્રમાણે અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કુલ 40 દિગ્ગજ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. નોંધનીય છે કે, છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતમાં બીજેપીનો દબદબો રહ્યો છે. ગુજરાતના દરેક 26 લોકસભા બેઠક પર બીજેપીએ પોતાની પકડ જાળવી રાખી છે. આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા 400 પારનું લક્ષ રાખવામાં આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ગુજરાતમાં પણ દરેક બેઠકો પર જંગી બહુમતીથી જીત મેળવવા માટે જોરદાર પ્રચાર થઈ રહ્યો છે.
ગુજરાતમાં પણ જંગી બહુમતીથી જીતવાનો ભાજપનો લક્ષ્યાંક
ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના સ્ટાર પ્રચારકોની વાત કરવામાં આવે તો રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે મનસુખ માંડવીયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, ગૃહ રાજ્ય રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપના પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકર, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મંત્રી નીતિન પટેલનો પણ ભાજપના સ્ટાર પ્રચારકોમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી | |||
1. PM નરેન્દ્ર મોદી | 11. CM ભજનલાલ શર્મા | 21. વિજય રૂપાણી | 31. ભાનુબેન બાબરીયા |
2. જગત પ્રકાશ નડ્ડા | 12. દેવેન્દ્ર ફડણવીસ | 22. પુરુષોત્તમ રૂપાલા | 32. હર્ષ સંઘવી |
3. અમિત શાહ | 13. CM મોહન યાદવ | 23. મનસુખ માંડવિયા | 33. આઈ કે જાડેજા |
4. રાજનાથ સિંહ | 14. CM હિમંતા બિસ્વા સરમા | 24. નીતિન પટેલ | 34. પ્રશાંત કોરાટ |
5. નીતિન ગડકરી | 15. કે. અન્નામલાઈ | 25. ગોરધનભાઈ ઝડફિયા | 35. ગૌતમ ગેડીયા |
6. સ્મૃતિ ઈરાની | 16.મનોજ તિવારી | 26. ભારત બોઘરા | 36. દીપિકા સરડવા |
7. એસ જયશંકર | 17. CM વિષ્ણુ દેવ સાઈ | 27. રજની પટેલ | 37. રમીલાબેન બારા |
8. અર્જુન મુંડા | 18. CM ભૂપેન્દ્ર પટેલ | 28. રઘુ નમ્ર | 38. રામભાઈ મોકરીયા |
9. ડૉ. ભારતી પવાર | 19. સી આર પાટીલ | 29. રૂષિકેશ પટેલ | 39. અલ્પેશ ઠાકુર |
10. CM યોગી આદિત્યનાથ | 20. રત્નાકર | 30. કુંવર બાવળીયા | 40. પરિન્દુ ભગત |
મોદીજીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવીશુંઃ પૂર્વ મુખ્યમંત્રી
ગુજરાતમાં અત્યારે BJP દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે તેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વાસ દાખવતા દાવો કર્યો હતો કે, ‘ગુજરાતની તમામ 26 બેઠકો બહુમતિથી જીતીશું અને મોદીજીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવીશું.’
બીજેપીના સ્ટાર પ્રચારકો પ્રચાર કરવા ઉતર્યા મેદાને
નોંધનીય છે કે, ગુજરાતમાં ભાજપે વર્ષોથી જીતતું આવ્યું છે. જ્યારે આ વખતે તો BJP એ ગુજરાતમાં જંગી બહુમતીથી જીત મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. જેથી પ્રચાર કરવા માટે બીજેપી દર વખતે પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારે છે. આ વખતે પણ બીજેપી દ્વારા પોતાના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં પણ દિગ્ગજ નેતાઓને સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યાં છે. જેમાં પરશોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનો પણ સ્ટાર પ્રચારકોમાં સમાવેશ કરવામાં આવ્યો છે.