Gujarat: ભાજપના આંતરિક સૂત્રોનો સૌથી મોટો દાવો, ગુજરાતની તમામ 26 બેઠકો ભાજપ જીતશે
Gujarat: ગુજરાતમાં આજે મતદાન સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયું છે. હવે લોકો પરિણામની રાહ જોવાના છે. આજે કેટલા ટકા મતદાન થયું છે તેની વિગતો આજે રાત્રે 12 વાગી ચોક્કસ આંકડા સામે આવશે. પરંતુ અત્યારે ગુજરાતમાં મતદાન પૂર્ણ થયા બાદ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. નોંધનીય છે કે, મતદાન બાદ ભાજપના આંતરિક સૂત્રો દ્વારા સૌથી મોટો દાવો કરવામાં આવ્યો છે. ભાજપના આંતરિક સૂત્રો દ્વારા ગુજરાતમાં તમામ 26 બેઠકો ભાજપ જીતશે તેવો દાવો કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આ સાથે સાથે મોટાભાગની બેઠકો મોટી લીડથી જીતવાનો દાવો કરવામાં આવ્યો છે. સૂત્રોએ એવું પણ કહ્યું છે કે, માત્ર ગણતરીની બેઠકોમાં જ હશે જ્યા સામાન્ય સરસાઈ જોવા મળશે પરંતુ ગુજરાતમાં તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી જીતશે.
ગુજરાતમાં તમામ બેઠકો પર બીજેપીને કબજો યથાવત રહેશેઃ ભાજપના આંતરિક સૂત્રો
ભારતીય જનતા પાર્ટીના આંતરીક સૂત્રો દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે. ગુજરાત (Gujarat)માં તમામ બેઠકો પર બીજેપીને કબજો યથાવત રહેશે અને બીજેપીનો ભવ્ય વિજય થવાનો છે. નોંધનીય છે કે, ગુજરાતમાં મતદાન થયા બાદ આ સૌથી મોટો દાવો છે. તમને જણાવી દઈએ કે, બીજેપીના આતંરીક સૂત્રો દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, એવી કેટલીક બેઠકો છે જ્યા સામાન્ય સરસાઈ જોવા મળશે પરંતું જીત તો ભાજપની જ થવાની છે.
ગુજરાતમાં 19 મહિલા સહિત 266 ઉમેદવારનું ભાવિ EVMમાં કેદ
તમને જણાવી દઈએ કે, આજે ચાર કેન્દ્રીય મંત્રી, એક પ્રદેશ પ્રમુખનું ભાવિ EVMમાં કેદ થઈ ગયું છે. હવે બધા લોકોની નજર ચૂંટણીના પરિણામ પર રહેવાની છે. ગુજરાતમાં 5 વાગ્યા સુધી રાજ્યમાં સરેરાશ 55 ટકાથી વધુ મતદાન થયા હોવાની વિગતો સામે આવી છે. ગુજરાતમાં 19 મહિલા સહિત 266 ઉમેદવારનું ભાવિ EVMમાં કેદ થયું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર રાતના 12 વાગ્યા સુધીમાં સંપૂર્ણ મતદાનના ફાઈનલ આંકડા સામે આવશે. ઉલ્લેખનીય છે કે, 5 વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે.