Bhavnagar: નિમુબેન બાંભણીયા અને ઉમેશ મકવાણા વચ્ચે સીધો જંગ, મતગણતરી થઈ શરૂ
Bhavnagar: લોકસભા ચૂંટણીને લઈને આજે મતગણતરી થવા જઈ રહીં છે. ત્યારે ગુજરાતમાં પણ અત્યારે જોરદાર માહોલ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ભાવનગર લોકસભાની બેઠક માટે આ વર્ષે 10,33,629 લોકોએ મતદાન કર્યું હતું. જેમાં 53.73 ટકા મતદાન થયું છે. નોંધનીય છે કે, ગત ચૂંટણી કરતા 6 ટકા ઓછું થવા પામ્યું હતું. નોંધનીય છે કે, ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયા અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણા વચ્ચે સીધી ફાઇટ છે.
સરકારી ઇજનેરી કોલેજ ખાતે સવારે ૮ વાગ્યાથી મતગણતરી શરૂ
તમને જણાવી દઈએ કે, ભાવનગર (Bhavnagar) લોકસભા બેઠકની ચૂંટણીની મતગણતરીમાં આશરે 1500 વહીવટી કર્મચારીઓ આ ઉપરાંત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 98 ટેબલ પર EVMની મતગણતરી અને 37 ટેબલ પર પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થઈ ગઈ છે. આશરે 144 રાઉન્ડમાં મતગણતરી પૂર્ણ થશે, મતગણતરી કેન્દ્ર પર મોબાઇલ પ્રતિબંધિત લાદવામાં આવ્યો છે. વિદ્યાનગર વિસ્તારમાં આવેલી સરકારી ઇજનેરી કોલેજ ખાતે સવારે ૮ વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે.
મતગણતરીની સમગ્ર પ્રક્રિયાનું સી.સી.ટી.વી. દ્વારા મોનિટરિંગ કરાશે
EVMની મતગણતરી માટે વિધાનસભા બેઠકદીઠ 14 ટેબલ ફાળવવામાં આવ્યાં છે. આમ, સાત વિધાનસભા બેઠકદીઠ કુલ સાત હોલમાં કુલ 98 ટેબલો પર ઈ.વી.એમ.ની મતગણતરી કરવામાં આવી રહીં છે. ભાવનગર લોકસભા બેઠકમાં EVMની કુલ 144 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે. આ ઉપરાંત પોસ્ટલ બેલેટ માટે કુલ 37 ટેબલો પર બેલેટની મતગણતરી કરવામાં આવશે. નોંધનીય છે કે, મતગણતરીની સમગ્ર પ્રક્રિયાનું સી.સી.ટી.વી. દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે.
આજે મતગણતરી બાદ પરિણામ જાહેર થઈ થશે કે, કોના પર મતદાતાઓ રાજી થયેલા છે. નોંધનીય છે કે, ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈને માહોલ જોરદાર જોવા મળ્યો હતો. ખાસ કરીને વાત કરવામાં આવે તો ભરૂચ, વલસાડ અને બનાસકાંઠા બેઠક પર વધારે રસાકસી જોવી મળી હતી. પરંતુ આજે આ તમામ બેઠકો પર નિર્ણય આવી જવાનો છે.