Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગોંડલ નગરપાલિકા પ્રમુખ પર કર્મચારી દંપતી દ્વારા હુમલાની કોશિશ

ક્રાઈમ સિટી (Crime City) તરીકે જાણીતું બનતું જઇ રહેલા ગોંડલ (Gondal) માં નીત નવા હાદસા બનતા જ રહેતા હોય છે. ત્યારે નગરપાલિકા પ્રમુખ (Municipal President) પર કર્મચારી દંપતિએ હુમલા (Tried to Attack) ની કોશિશ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા...
03:17 PM Mar 29, 2024 IST | Hardik Shah
Gondal Municipality President

ક્રાઈમ સિટી (Crime City) તરીકે જાણીતું બનતું જઇ રહેલા ગોંડલ (Gondal) માં નીત નવા હાદસા બનતા જ રહેતા હોય છે. ત્યારે નગરપાલિકા પ્રમુખ (Municipal President) પર કર્મચારી દંપતિએ હુમલા (Tried to Attack) ની કોશિશ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પાલિકા વર્તુળ (Municipal Circle) માં ચર્ચાનો વિષય બની જવા પામ્યો હતો.

Municipal President

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ નગરપાલિકા પ્રમુખ (Gondal Municipal President) મનીષભાઈ ચનિયારાએ શહેર પોલીસમાં સેનિટેશન શાખાના પૂર્વ કર્મચારી હિરેન ચોટલીયા અને NULM શાખાના સુપરવાઇઝર મિતલબેન હિરેનભાઈ ચોટલીયા વિરૂદ્ધ હુમલાની કોશિશ અને જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 504 506 2 114 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પાલિકા પ્રમુખ મનીષભાઈએ પોલીસને જણાવ્યું હતું કે, હિરેન ચોટલીયા સેનિટેશન શાખાઓમાં અગાઉ નોકરી કરતા હતા અને ડેટા લીક કરી પાલીકાનું ગુપ્ત સાહિત્ય ચોરી કરી જાહેર કરતા હોય તે ધ્યાને આવતા છુટા કરી દીધા હતા. પરંતુ તેમ છતાં પણ વારંવાર નગરપાલિકાએ આવી ડેટા ચોરી કરવાનો પ્રયત્ન કરતા હોવાનું ધ્યાને આવ્યું હતું.

Municipal President

દરમિયાન શાખામાં નોકરી કરતા તેમના પત્ની મિતલબેનની ઓફિસમાં લેપટોપ લઈ આવ્યા હોય ડેટા ચોરીનો પ્રયત્ન કરવાના હોય ધ્યાને આવતા તેઓને નગરપાલિકા ઓફિસમાં આવવાની ના પાડતા દંપતી ઉશ્કેરાયું હતું અને મારવાની કોશિશ કરી હતી, તેમજ જાનથી મારી નાખવાની ધમકી હતી આપી હતી.

અહેવાલ - વિશ્વાસ ભોજાણી

આ પણ વાંચો - ગોંડલમાં બેંકના કેશિયરે ભૂલથી 1 લાખની જગ્યાએ 2 લાખ આપ્યા, પછી જે થયું તે બન્યું પ્રણામિકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ

આ પણ વાંચો - Gondal: સુરેશ્વર રોડ પરથી ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દારૂનો જથ્થો ભરેલ કાર પકડી ઝડપી

Tags :
attackcrime cityGondalGondal Municipality Presidentgondal newsGujaratGujarat FirstGujarat NewsGujarati NewsMunicipal President
Next Article