Gondal Sabha : ગોંડલમાં ક્ષત્રિય સમાજે પરશોત્તમ રુપાલાને આપી માફી
Gondal Sabha : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલાના વિવાદિત નિવેદન બાદ ગોંડલ (Gondal Sabha)માં જયરાજસિંહ જાડેજાના ફાર્મ હાઉસમાં યોજાયેલી ક્ષત્રિય સમાજની સભામાં પરશોત્તમ રુપાલાએ સમાજની બે હાથ જોડી માફી માગી હતી. અહીં હાજર ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ પરશોત્તમ રુપાલાને માફ કર્યા હતા. જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે આ વિષયનો અહીં અંત આવ્યો છે. સોશિયલ મીડિયામાં જે ચલાવે છે તેમને જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે મને ચર્ચા કરવા બોલાવો તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. ક્ષત્રિય સમાજ રુપાલાના સમર્થનમાં ઉભો છે.
રુપાલા સાહેબની જે ભૂલ થઇ છે તેને આપણે ભુલવાની છે
આ કાર્યક્રમમાં જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે મારી લાગણીને પણ ઠેસ પહોંચી હતી. મને પણ દુખ થયું હતું પણ 40 મિનિટની અંદર વિડીયો મુકી રુપાલાજીએ માફી માગી હતી. સમાજની વચ્ચે આ વાત છે. આ કોઇ મારા એકલાનો નિર્ણય નથી, આખા સમાજનો નિર્ણય છે કે રુપાલા સાહેબની જે ભૂલ થઇ છે તેને આપણે ભુલવાની છે. હાલની દેશની સ્થિતિની તમામને ખબર છે. સ્વાભાવિક રીતે રુપાલા સાહેબથી ભુલ થઇ ગઇ છે. દેશને અત્યારે જે જરુર છે તેમાં તમે જોડાઇ જાવ.
કોઇ એક વ્યક્તિ સમાજ નથી, સમાજને ગુમરાહ ના કરો
તેમણે કહ્યું કે કોઇ એક વ્યક્તિ સમાજ નથી, સમાજને ગુમરાહ ના કરો. સમાજને ભાજપે ઘણું આપ્યું છે અને સમાજને તેનો સંતોષ છે. આ રાષ્ટ્રને મોદી સાહેબની જરુર છે. મોદી સાહેબના રુપાલાજી પ્રતિનિધી છે. પીટી જાડેજાથી પણ ભુલ થઇ ગઇ હતી અને માફી આપેલી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી હું કોઇને જવાબ આપવા માગતો નથી. તમે એક જગ્યાએ ભેગા થાવ, સમય અને તારીખ સ્થળ, તમારું તમે કહો ત્યાં હું આવીશ અને રુબરુમાં હું મારા સ્વભાવથી ચર્ચા કરીશ. જેને આવી ચટપટી હોય તે મને બોલાવે.
"જે ભૂલ થઈ ગઈ છે તેને રાજપૂત સમાજે ભૂલી જવાની છે": પરશોત્તમ રુપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજની બેઠકમાં જયરાજસિંહ જાડેજાનું નિવેદન#LokSabhaElection2024 #ParshottamRupala #JayrajsinhJadeja @PRupala @BJP4Gujarat pic.twitter.com/uoLRqyn0vC
— Gujarat First (@GujaratFirst) March 29, 2024
આ વિવાદનો અહીં અંત આવે છે
પત્રકારો સાથે વાત કરતાં જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે આજે આ વિષય પુરો થયો છે. ક્ષત્રિય સમાજને સંતોષ છે અને કોઇ રોષ નથી. હું ચેલેન્જ કરું છું કે તમે બહાદુરના દિકરા હોવ તો મને બોલાવો. હું એકલો આવીશ. તમે જે ભાષાથી વ્યવહારથી કરવા માગતા હોવ તેમ હું કરીશ. મને મળવા બોલાવે તો દૂધનું દૂધનું અને પાણીનું પાણી થઇ જશે. આ વિવાદનો અહીં અંત આવે છે.
ક્ષત્રિય સમાજ સમક્ષ હું બે હાથ જોડી માફી માગું છું.
કાર્યક્રમમાં પહોંચેલા પરશોત્તમ રુપાલાએ કહ્યું કે હું મારી વાત શરુ કરું તે પહેલા મારી લાગણી રજૂ કરું છું. મારા નિવેદનના કારણે સમાજમાં રોષ ફેલાયો. મે માફી પણ માગી. પહેલા ફોન આવ્યો ત્યારે જ મે માફી માગી લીધી હતી અને મે એમ પણ કહ્યું કે તમે કહો તેમ હું માફી માગવા તૈયાર છું. અહી પહોંચું તે પહેલાની મારી મનોસ્થિતિ અલગ હતી. વાંકાનેરમાં મારું ઢોલ નગારાથી સ્વાગત થાય તે ક્ષત્રિય સમાજ જ કરી શકે. તે સિવાય શક્ય નથી. મારી આખી લાઇફમાં મે કોઇ નિવેદન કર્યું હોય અને તે પાછું ખેચ્યું હોય તેવું નથી. ભજનના કાર્યક્રમમાં હું ગયો પણ ત્યાં મારા ઉચ્ચારણથી મારી પાર્ટીને સાંભળવાનો વારો આવ્યો. સમાજ સમક્ષ હું બે હાથ જોડી માફી માગું છું. મને ઘણા આગેવાનોએ ટેકામાં નિવેદન કરવાનું કહ્યું હતું પણ મે ના પાડી હતી કે મારા કારણે તમારે સહન કરવું પડશે. આ ક્ષતિ મારી છે અને તેનો જવાબદાર હું જ છું. ક્ષત્રિય સમાજના આગેવાનોને જે સહન કરવાનું આવે તેને માટે પણ હું જવાબદાર છું. હું જયરાજસિંહભાઇનો આભારી છું કે ક્ષત્રિય સમાજને છાજે તે રીતે રસ લીધો.
આ પણ વાંચો----- Gondal : રુપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજની મહત્વની બેઠક
આ પણ વાંચો---- Vadodara Lok Sabha : 1989 થી ભાજપ વડોદરા લોકસભા બેઠક જીતતું આવ્યું છે