Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Amit Shah : લોકસભા ચૂંટણી પૂર્વે ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ, વાંચો અહેવાલ

લોકસભાની ચૂંટણીને (Lok Sabha elections) હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગુજરાત સહિત 12 રાજ્યોમાં આજથી ત્રીજા તબક્કા માટે નામાંકન (Third Phase Nomination) દાખલ કરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. આથી, કેન્દ્રીયમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠક પરથી બીજેપીના...
amit shah   લોકસભા ચૂંટણી પૂર્વે ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ  વાંચો અહેવાલ

લોકસભાની ચૂંટણીને (Lok Sabha elections) હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગુજરાત સહિત 12 રાજ્યોમાં આજથી ત્રીજા તબક્કા માટે નામાંકન (Third Phase Nomination) દાખલ કરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. આથી, કેન્દ્રીયમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠક પરથી બીજેપીના (BJP) ઉમેદવાર અમિત શાહ (Amit Shah) 17 એપ્રિલના રોજ ગુજરાત આવી રહ્યા છે. દરમિયાન, તેઓ ઉમેદવારી પત્ર ભરતાં પહેલાં 18 મીએ રોડ શૉ યોજશે. 19મીએ ઉમેદવારી પત્ર ભરશે.

Advertisement

ગાંધીનગરની 7 વિધાનસભામાં રોડ શૉ યોજવા આયોજન

લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર (Gandhinagar) લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના (BJP) ઉમેદવાર અમિત શાહ (Amit Shah) 17 એપ્રિલનાં રોજ ગુજરાતની મુલાકાતે આવશે. પ્રાપ્ત માહિતી મુજબ, 18 મીનાં રોજ અમિત શાહ ભવ્ય રોડ શૉ યોજશે. ગાંધીનગર લોકસભાની 7 વિધાનસભામાં રોડ શૉ યોજવા આયોજન કરવામાં આવી રહ્યું છે. એક જ દિવસમાં 3 તબક્કામાં રોડ શૉ યોજવા તૈયારીઓ ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ, દરેક વિધાનસભામાં 4 કિમીનો રોડ શૉ યોજાશે.

અમિત શાહ 19 મીએ જનસભાને સંબોધિત કરશે

જણાવી દઈએ કે, આજથી ત્રીજા તબક્કા માટે નામાંકન (Third Phase Nominatio) દાખલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. આજે ચૂંટણી પંચનું (Election Commission) જાહેરનામું પણ જાહેર થયું છે. ગુજરાતની 26 બેઠકો માટે આજથી ઉમેદવારી ફોર્મ ભરાશે. ત્યારે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 19 એપ્રિલે જનસભાને સંબોધિત કરશે અને ત્યાર બાદ ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરશે. દરમિયાન, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સંગઠનના અગ્રણીઓ હાજર રહેશે.

Advertisement

આ પણ વાંચો - RUPALA VIVAD : વિવાદ ઉકેલવા સંતો-મહંતો પણ આવ્યા આગળ…!

Advertisement

આ પણ વાંચો - Lok Sabha elections : CM ભૂપેન્દ્ર પટેલે વાપીની લીધી મુલાકાત, તો CR પાટીલ આજે જામનગરમાં, વાંચો અહેવાલ

આ પણ વાંચો - Surat C R patil: ધારાસભ્ય, સાંસદ કામ નહીં કરે તો મને કહેજો

Tags :
Advertisement

.