Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સૂર્યનારાયણની પૂજા બાદ ધ્યાનમાં મગ્ન થયા PM મોદી, નહીં ગ્રહણ કરે અન્નનો એક પણ દાણો!

લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Elections 2024) માટે ચૂંટણી પ્રચારનો છેલ્લો તબક્કો (Last Phase of Election Campaign) સમાપ્ત થઈ ગયો છે. ચૂંટણીના સાતમા તબક્કા (Seventh Phase of the Election) નું મતદાન 1 જૂન, 2024ના રોજ થશે. લોકસભા ચૂંટણી માટે મેરેથોન...
સૂર્યનારાયણની પૂજા બાદ ધ્યાનમાં મગ્ન થયા pm મોદી  નહીં ગ્રહણ કરે અન્નનો એક પણ દાણો

લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Elections 2024) માટે ચૂંટણી પ્રચારનો છેલ્લો તબક્કો (Last Phase of Election Campaign) સમાપ્ત થઈ ગયો છે. ચૂંટણીના સાતમા તબક્કા (Seventh Phase of the Election) નું મતદાન 1 જૂન, 2024ના રોજ થશે. લોકસભા ચૂંટણી માટે મેરેથોન પ્રચાર (Marathon Campaign) સમાપ્ત કર્યા બાદ PM મોદી રોક મેમોરિયલ પહોંચ્યા હતા. અહીંથી તેમની સૂર્યનારાયણવી પૂજા કરતી એક તસવીર વાયરલ થઇ રહી છે. મળી રહેલી માહિતી અનુસાર, તેઓ મૌન ઉપવાસ કરી રહ્યા છે અને 1 જૂનની સાંજ સુધી ધ્યાન કરશે. મળતી માહિતી મુજબ પીએમ મોદી હવે ધ્યાનની મુદ્રામાં બેઠા છે. આ દરમિયાન તેઓ અન્નનો એક પણ દાણો ગ્રહણ કરશે નહીં.

Advertisement

45 કલાક સુધી નહીં ગ્રહણ કરશે અન્નનો એક પણ દાણો

કન્યાકુમારીમાં સમુદ્રની વચ્ચે સ્થિત વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાનની મુદ્રામાં બેઠેલા PM મોદીની તસવીરો સામે આવી છે. PM મોદી અહીં ધ્યાનની મુદ્રામાં બેઠા છે. તેમણે ગુરુવારે સાંજે લગભગ 6.45 વાગ્યે વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે ધ્યાન શરૂ કર્યું જે 1 જૂનની સાંજ સુધી ચાલુ રહેશે. PM મોદી એ જ ખડક પર બેસીને ધ્યાન કરી રહ્યા છે જેના પર વિવેકાનંદે ધ્યાન કર્યું હતું. તેમના 45 કલાકના મેડિટેશન દરમિયાન PM મોદી માત્ર લિક્વિડ ડાયટ જ લેશે અને આ દરમિયાન તેઓ માત્ર નારિયેળ પાણી અને દ્રાક્ષના જ્યૂસનું સેવન કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરમિયાન PM મોદી મૌન ઉપવાસ પણ કરશે અને ધ્યાન ખંડમાંથી બહાર નહીં આવે.

Advertisement

ચુસ્ત સુરક્ષા તૈનાત

PM મોદીની આ મુલાકાતને ધ્યાનમાં રાખીને સુરક્ષા વધારી દેવામાં આવી છે. વેકાનંદ રોક મેમોરિયલ ખાતે પીએમ મોદીના 45 કલાકના રોકાણ માટે ભારે સુરક્ષા સહિત તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. બીચ શનિવાર સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે અને ખાનગી બોટને પણ ચાલવા દેવામાં આવશે નહીં. દેશના દક્ષિણ છેડે આવેલા આ જિલ્લામાં 2 હજાર પોલીસકર્મીઓની ટીમ તૈનાત કરવામાં આવશે અને વિવિધ સુરક્ષા એજન્સીઓ વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન કડક તકેદારી રાખશે.

Advertisement

વિપક્ષે આ કાર્યક્રમ પર ઉઠાવ્યા સવાલ

એક તરફ જ્યા PM મોદીએ મૌન ઉપવાસ કરી રહ્યા છે તો બીજી તરફ વિપક્ષે ચૂંટણી પંચનો સંપર્ક કરીને તેમના કવરેજ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. આ ઉપરાંત ભાજપ અને PM મોદી સામે પણ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. જોકે, નિયમોના નિષ્ણાતોનું માનવું છે કે ચૂંટણી પંચ આ અંગે કોઈ પગલાં લે તેવી શક્યતા નથી. તેનું કારણ એ છે કે જનપ્રતિનિધિત્વ અધિનિયમમાં આવા કોઈપણ કાર્યક્રમ પર પ્રતિબંધ નથી, જે હેઠળ ચૂંટણી પંચ આવા કેસમાં કાર્યવાહી કરે છે.

આ પણ વાંચો - Kanniyakumari : PM મોદી કન્યાકુમારી પહોંચ્યા, ભગવતી અમન મંદિરમાં પૂજા કરી…

આ પણ વાંચો - PM MODI : હવે ધ્યાનના મુદ્દે શરુ થયું રાજકારણ…!

Tags :
Advertisement

.