સસ્પેન્ડ થયા બાદ Nilesh Kumbhani એ કોની પર લગાવ્યા આરોપ ?
Nilesh Kumbhani : કોંગ્રેસે આજે નિલેશ કુંભાણી (Nilesh Kumbhani ) ને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા બાદ નિલેશ કુંભાણી સોશિયલ મીડિયામાં અચાનક પ્રગટ થયા હતા. તેમણે બળાપો ઠાલવતા પોતાના જ પક્ષના નેતાઓ પર આરોપ લગાવ્યો હતો તેમણે આરોપ લગાવ્યો કે મને સાવ એકલો છોડી દેવામાં આવ્યો હતો. હું અમદાવાદ પિટીશન દાખલ કરવા જઇ રહ્યો હતો અને મારા ઘરે વિરોધ થતાં મને પરત ફરવા ફરજ પડી હતી.
હું મોવડી મંડળ સાથે સતત સંપર્કમાં હતો
સુરતમાં ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણી વિવાદમાં આવી ગયા હતા અને આજે આખરે કોંગ્રેસે તેમને સસ્પેન્ડ પણ કરી દીધા હતા. જો કે સસ્પેન્ડ થયા બાદ નિલેશ કુંભાણીએ સોસઇયલ મીડિયામાં એડિટેડ વીડિયો જાહેર કર્યો હતો. તેમણે કહ્યું કે હું મોવડી મંડળ સાથે સતત સંપર્કમાં હતો અને મારે બાબુભાઈ માંગુકિયા સાથે વાત થઇ હતી
મારા ઘરે વિરોધ થતાં મને પરત ફરવા ફરજ પડી
તેમણે કહ્યું કે મે પરિવારને કહ્યું હતું કોંગ્રેસ આપણી સાથે છે. ડરવાની કોઈ જરૂર નથી.હું અમદાવાદ પિટીશન દાખલ કરવા જઇ રહ્યો હતો પણ મારા ઘરે વિરોધ થતાં મને પરત ફરવા ફરજ પડી હતી. કેટલાક કોંગ્રેસના કાર્યકર્તાઓએ મારા ઘરે જઈ વિરોધ કર્યો અને મને પરત ફરવા માટે મજબૂર કરાયો હતો. મને સાવ એકલો છોડી દેવામાં આવ્યો હોવાનો આરોપ નિલેશ કુંભાણીએ લગાવ્યો હતો.
મને એકલો છોડી દેવામાં આવ્યો હતો
તેમણે આરોપ લગાવ્યો કે જે લોકો વિરોધ કરી રહ્યા છે તે પહેલાંથી જ ભાજપમાં બેસી ગયા હતા. જે લોકો મારો વિરોધ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ લોકો મારા ડોર ટુ ડોર અને સભામાં પણ હાજર રહ્યા નહોતા અને મને એકલો છોડી દેવામાં આવ્યો હતો. પ્રચાર પ્રસાર પણ હું એકલો કરી રહ્યો હતો તેમ તેમણે કહ્યું હતું.
ભાજપ તરફથી મને પ્રચાર પ્રસાર ધીમું રાખવા જણાવ્યું
નિલેશ કુંભાણીએ વીડિયોમાં કહ્યું કે વર્ષ 2017માં પણ મને ભારતીય જનતા પાર્ટી તરફથી ઓફર હતી અને ભાજપમાં બેસી જવા માટે કહ્યું હતું. મને અપક્ષ તરફથી લડો અથવા કોંગ્રેસ વિરોધી નિવેદન આપો, છતાં મેં પાર્ટીને નુકસાન કર્યું નહોતું. વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપ તરફથી મને પ્રચાર પ્રસાર ધીમું રાખવા જણાવ્યું હતું.
કોંગ્રેસના બે આગેવાનો ભાજપમાં બેસી ગયા
તેમણે આરોપ લગાવ્યો કે મોટા વરાછા ખાતે પરેશ ધાનાણીની સભા પહેલા કોંગ્રેસના બે આગેવાનો ભાજપમાં બેસી ગયા હતા. ઇન્ડિયા ગઠબંધન હેઠળ પ્રચાર પ્રસાર કરી રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને નેતાઓનો કોંગ્રેસના આગેવાનોએ વિરોધ કર્યો હતો. ફોર્મ ભરતા પહેલાં મેં પ્રતાપ દુધાતને ઘણો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો
પ્રતાપ દુધાત મારી જોડે ફોર્મ ભરવા આવ્યા હોત તો આ પરિસ્થિતિ ઉદ્ભવી થઈ ન હોત
મોવડી મંડળને પણ આ બાબતની જાણકારી હતી. પ્રતાપ દુધાત મારી જોડે ફોર્મ ભરવા આવ્યા હોત તો આ પરિસ્થિતિ ઉદ્ભવી થઈ ન હોત. હું એક પણ એવું નિવેદન ના આપું કે મારી કોંગ્રેસ પાર્ટી ને નુકસાન થાય
આ વ્યક્તિ શા માટે ગાયબ હતો તે પ્રશ્ન છે
પ્રતાપ દૂધાતે કહ્યું કે આ વ્યક્તિએ છેલ્લી ઘડી સુધી જુઠ્ઠુ બોલવાનું ચાલુ રાખ્યું છે. આની પાછળ કોણ છે તેની તપાસ કરો. જાહેરમાં આ વ્યક્તિને બેસાડીને ખુલાસો કરો. અત્યાર સુધી આ વ્યક્તિ ક્યાં હતો અને જેવો સસ્પેન્ડ થયો કે બહાર આવ્યો. આ વ્યક્તિ શા માટે ગાયબ હતો તે પ્રશ્ન છે. પ્રતાપ દૂધાત જવાબદાર વ્યક્તિ છે. ફોન ના ઉપાડવાનો કોઇ પ્રશ્ન નથી. તે પવિત્ર હોય તો આરીતે ભૂગર્ભમાં જવાની જરુર ન હતી. હાઇકોર્ટ અને સુપ્રીમ સુધી લડવાની અમે તૈયારી કરી છે. લોકશાહી માટે અમે લડીશું.
આ પણ વાંચો------ Surat : નિલેશ કુંભાણીથી છેડો ફાડતી કોંગ્રેસ
આ પણ વાંચો------ Surat Lok Sabha : બિનહરીફનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં….
આ પણ વાંચો----- BJP Gujarat: ‘આપ’ને છોડ્યા પછી અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા ધારણ કરશે કેસરિયો