Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Junagadh: છેલ્લી ઘડીએ જૂનાગઢ બેઠક પર કોંગ્રેસમાં ડખ્ખો..!

Junagadh: ગુજરાતમાં 7મી મેના રોજ લોકસભા ચૂંટણીમાં મતદાન યોજાવાનું છે. આજે સાંજે 6 વાગે પ્રચાર પડઘમ શાંત થઇ જશે તે પુર્વે રાજ્યની દરેક બેઠક પર રાજકીય પક્ષો અને તેના ઉમેદવારો તથા કાર્યકરો છેલ્લી ઘડીનો પ્રચાર કરી રહ્યા છે. જો કે...
junagadh  છેલ્લી ઘડીએ જૂનાગઢ બેઠક પર કોંગ્રેસમાં ડખ્ખો

Junagadh: ગુજરાતમાં 7મી મેના રોજ લોકસભા ચૂંટણીમાં મતદાન યોજાવાનું છે. આજે સાંજે 6 વાગે પ્રચાર પડઘમ શાંત થઇ જશે તે પુર્વે રાજ્યની દરેક બેઠક પર રાજકીય પક્ષો અને તેના ઉમેદવારો તથા કાર્યકરો છેલ્લી ઘડીનો પ્રચાર કરી રહ્યા છે. જો કે જૂનાગઢ (Junagadh) બેઠક પર પ્રચારના આજના અંતિમ દિવસે કોંગ્રેસમાં ડખો જોવા મળ્યો હતો.

Advertisement

વિમલ ચુડાસમાની સૂચક ગેરહાજરીથી અનેક તર્ક વિતર્ક

છેલ્લી ઘડીએ જૂનાગઢ બેઠક પર કોંગ્રેસમાં ડખ્ખો બહાર આવ્યો છે. વેરાવળમાં યોજાયેલી જાહેરસભામાં સ્થાનિક ધારાસભ્ય વિમલ ચુડાસમા ગેરહાજર જોવા મળતાં અનેક ચર્ચાઓ ઉભી થઇ હતી. વિમલ ચુડાસમાની સૂચક ગેરહાજરીથી અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે.

Advertisement

AAP નેતા જગમાલ વાળાનો આરોપ

કોંગ્રેસમાં ચણભણ થઇ રહી છે કે શું વિમલ ચુડાસમા નારાજ છે કે પછી અન્ય કોઇ કારણ છે કે તેઓ વેરાવળની જાહેરસભામાં હાજર રહ્યા નથી. આ તબક્કે AAP નેતા જગમાલ વાળાએ વિમલ ચુડાસમા પર આરોપ લગાવ્યો હતો. તેમણે જાહેરસભાના સ્ટેજ પરથી જ આરોપ લગાવ્યો કે ધારાસભ્ય ઘર પકડીને બેઠા છે. તેમના આ આરોપથી રાજકારણ ગરમાયું હતું.

Advertisement

જિલ્લા કોંગ્રેસ પ્રમુખની પ્રતિક્રિયા

વેરાવળમાં કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવાની જાહેરસભા હતી અને તેમાં જ સ્થાનિક ધારાસભ્ય ના આવતાં મામલો ગરમાયો છે. આ મુદ્દે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડની પણ પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યું કે તેમને આંતરિક કારણ હશે એટલે પ્રચારમાં દેખાતા નથી.

આ પણ વાંચો----- Kshatriya Andolan : કારડીયા રાજપૂત અને ક્ષત્રિય દરબાર સમાજનો BJP ને ટેકો, કોળી સમાજનું પણ સમર્થન

આ પણ વાંચો---- SURAT : આજે પ્રચારનો અંતિમ દિવસ, CR પાટીલની બે ભવ્ય રેલી, હર્ષ સંઘવીએ પ્રચાર સમયે કંઈક આવું કરી સૌને ચોંકાવ્યા!

આ પણ વાંચો---- Rajkot : પત્રિકાકાંડમાં ક્રાઇમ બ્રાંચ એક્શન મોડમાં! પરેશ ધાનાણીના ભાઇ સામે કરશે આ મોટી કાર્યવાહી!

આ પણ વાંચો---- Amreli : કોંગ્રેસના નેતાઓ ભાન ભૂલ્યા! એક એ પોલીસને આપી ચીમકી, બીજાએ કહ્યું- એક કિર્તીદાનનો કમો અને…

Tags :
Advertisement

.