Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અંજાર બન્યું 'મોદીમય' PMના હમશકલે જમાવ્યું આકર્ષણ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)માં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) રાજ્યમાં ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે ત્યારે અંજાર ખાતે યોજાયેલી વડાપ્રધાનશ્રીની જાહેરસભામાં વડાપ્રધાન મોદીના હમશકલે લોકોમાં ભારે આકર્ષણ ઉભુ કર્યું હતું. સભામાં હાજર લોકોએ હમશકલ સાથે સેલ્ફી પણ લીધી હતી.મોદીના હમશકલે જમાવ્યું આકર્ષણકચ્છના અંજાર ખાતે ગુજરાત વિધાનસભાની ચુંટણીઓને લઈ વડાપ્રધાનશ્રી àª
અંજાર બન્યું  મોદીમય  pmના હમશકલે જમાવ્યું આકર્ષણ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)માં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) રાજ્યમાં ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે ત્યારે અંજાર ખાતે યોજાયેલી વડાપ્રધાનશ્રીની જાહેરસભામાં વડાપ્રધાન મોદીના હમશકલે લોકોમાં ભારે આકર્ષણ ઉભુ કર્યું હતું. સભામાં હાજર લોકોએ હમશકલ સાથે સેલ્ફી પણ લીધી હતી.
મોદીના હમશકલે જમાવ્યું આકર્ષણ
કચ્છના અંજાર ખાતે ગુજરાત વિધાનસભાની ચુંટણીઓને લઈ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધન કર્યું હતું. જોકે આ સભા બપોરે બે વાગ્યે શરૂ થવાની હતી તે પોણા ચાર વાગ્યે શરૂ થઈ હતી. આ વચ્ચે સભાના આયોજનમાં લોક કલાકારોના  ડાયરાએ જમાવટ કરી હતી. દરમિયાન વડાપ્રધાનશ્રીના આગમન પહેલા તેમના હમશકલ એવા ગાંધીધામના  લાલજી દેવરીયાએ રંગ જમાવ્યો હતો.  તો બીજીતરફ ગાંધીધામના યુવા નેતા નંદલાલ મીઠવાણી માથા વાળમાં ડિઝાઈન કરાવીને  સાતમી વખત મોદી લખાવીને આવ્યા હતા. 

લોકોની ભીડ ઉમટી પડી
જનસભામાં બપોરે 12/30 વાગ્યાથી જ નાગરિકો આવવાનું શરૂ થઈ ગયું હતું. ધીમે ધીમે લોકોથી ખુરશીઓ ભરાઈ રહી હતી  તાત્કાલિક આયોજનને પગલે થોડી અવ્યવસ્થા પણ જોવા મળી હતી. સંબોધન સમયે લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જયા છો ત્યાં જ ઉભા રહો હવે આગળ આવશો નહી. જગ્યા જ નથી મારો અવાજ તમારા સુધી જરૂર પહોંચશે તેમ પણ જણાવ્યું હતું.

હમશકલ સાથે લોકોએ સેલ્ફી લીધી
બપોરે બે વાગ્યે શરૂ થનાર સભા પોણા ચાર વાગ્યે વડાપ્રધાનશ્રીના આગમન પછી શરૂ થઈ હતી. જોકે વહેલા આવેલા નાગરિકોની ભીડ જોઈને આયોજનમાં કચ્છી કોયલ ગીતાબેન રબારી અને અન્ય લોક સાહિત્યકારોના ડાયરાએ રંગ જમાવ્યો હતો. જોકે આ વચ્ચે આગળની હરોળમાં અદ્ધલ વડાપ્રધાન શ્રી  જેવા જ પોશાક, દાઢી અને પાઘડી સાથે એક વ્યકિત જોવા મળતા જ લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. વિશ્વ સ્તરે લોકચાહના પ્રાપ્ત વડાપ્રધાનના આ હમશકલ સાથે સેલ્ફી લેવા યુવાનોએ રીતસર ધમાચકડી મચાવી દીધી હતી. જોકે હમશકલ એવા લાલજી દેવરિયાએ પણ મોદી સ્ટાઈલમાં તમામ લોકો સાથે શાંતિથી ફોટોગ્રાફ પડાવ્યા હતા. વિડિયો બનાવ્યા હતા. 
ચાહકે વાળમાં ડિઝાઇન બનાવી
બીજીતરફ આ સભામાં ગાંધીધામ ભાજપના યુવા નેતા નંદલાલ મીઠવાણી સાતમી વખત પોતાના વાળમાં એ રીતે ડિઝાઈન બનાવી હતી તેમાં સ્પષ્ટ રીતે મોદી લખેલું વાંચવા મળતું હતું. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.