Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ELECTION : શું 19 એપ્રિલે મતદાન અને 22 મેના રોજ મતગણતરી..? સાચું શું છે ?

ELECTION : લોકસભા ચૂંટણી 2024 ( Lok Sabha elections) ને લઈને રાજકીય ઉત્તેજના વધી રહી છે. સમગ્ર દેશમાં હવે ચૂંટણી (ELECTION) જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી અને મુખ્ય વિપક્ષ કોંગ્રેસ સહિત અન્ય પક્ષોએ ઉમેદવારોની...
election   શું 19 એપ્રિલે મતદાન અને 22 મેના રોજ મતગણતરી    સાચું શું છે

ELECTION : લોકસભા ચૂંટણી 2024 ( Lok Sabha elections) ને લઈને રાજકીય ઉત્તેજના વધી રહી છે. સમગ્ર દેશમાં હવે ચૂંટણી (ELECTION) જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી અને મુખ્ય વિપક્ષ કોંગ્રેસ સહિત અન્ય પક્ષોએ ઉમેદવારોની જાહેરાત કરવાનું શરૂ કરી દીધું છે. ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધને આ વખતે 400થી વધુ બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. બીજી તરફ કોંગ્રેસ અને અન્ય પક્ષો પણ પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે. એવી ચર્ચા છે કે આગામી સામાન્ય ચૂંટણીઓ (ELECTION) માટે મતદાન એપ્રિલ અથવા મે મહિનામાં થઈ શકે છે. દરમિયાન, સોશિયલ મીડિયા (social media) પર એક પત્ર વાયરલ થઈ રહ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે લોકસભા ચૂંટણી માટે 19 એપ્રિલના રોજ મતદાન કરવામાં આવશે. શુ તે સાચુ છે? શું ચૂંટણી પંચે ચૂંટણીની તારીખો જાહેર કરી છે? ખુદ ચૂંટણી પંચે તેનો જવાબ આપ્યો છે.

Advertisement

પત્ર અનુસાર 19 એપ્રિલે મતદાન થશે. 22 મેના રોજ મતગણતરી શરૂ થશે

વોટ્સએપ સહિત અન્ય સોશિયલ મીડિયા નેટવર્ક પર વાયરલ થઈ રહેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે લોકસભા ચૂંટણી 2024 માટે નોમિનેશન 28 માર્ચથી શરૂ થશે. પત્ર અનુસાર 19 એપ્રિલે મતદાન થશે. 22 મેના રોજ મતગણતરી શરૂ થશે અને તે જ દિવસે પરિણામ પણ જાહેર કરવામાં આવશે. આ પછી 30 મેના રોજ નવી સરકારની રચના થશે. આ દાવો વાયરલ પત્રમાં કરવામાં આવ્યો છે. પરંતુ, આ સાચુ નથી. આ નકલી પત્ર છે. ખુદ ચૂંટણી પંચે તેનું સત્ય કહ્યું છે. ચૂંટણી પંચે ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું કે વોટ્સએપ પર વાયરલ થઈ રહેલો આ પત્ર નકલી છે.

Advertisement

ચૂંટણી પંચે પોતાની પોસ્ટમાં શું કહ્યું

વાયરલ લેટર EC પોસ્ટમાં પણ શેર કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, 'લોકસભા ચૂંટણી 2024ના શેડ્યૂલને લઈને એક નકલી પત્ર વોટ્સએપ પર વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજ ફેક છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી નથી. પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવશે, જ્યારે ચૂંટણીની તારીખો જાહેર કરવાની રહેશે. આ રીતે એ સ્પષ્ટ થઈ જાય છે કે સામાન્ય ચૂંટણીની તારીખોને લઈને વાયરલ થયેલો પત્ર નકલી છે. લોકસભાની ચૂંટણી ક્યારે યોજાશે, નામાંકન ક્યારે શરૂ થશે અને કેટલા તબક્કામાં મતદાન થશે? આ પ્રશ્નોના જવાબો આગામી દિવસોમાં મળી જશે.

આ પણ વાંચો------ Lok Sabha Election 2024: કોંગ્રેસે જાહેર કરેલી યાદીમાં આ છે ખાસ વાત, આટલા યુવા નેતાને મળી ટિકિટ

Advertisement

આ પણ વાંચો----Lok Sabha Election 2024 : માયાવતી બનશે વડાપ્રધાનનો ચહેરો? ચૂંટણી પહેલા INDIA ગઠબંધનનો માસ્ટરસ્ટ્રોક…!

આ પણ વાંચો--- Odisha : શું ભાજપ એકલા હાથે ચૂંટણી લડશે?

Tags :
Advertisement

.