Diabetic Patients કેરી ખાઈ શકે કે નહીં ??? જાણો શું કહે છે Experts
- Diabetic Patients કેરીનું સેવન નિયતમાત્રામાં કરી શકે છે
- Mango ને હંમેશા આખા ફળ તરીકે ખાવી જોઈએ, જ્યૂસ કે પલ્પ સ્વરૂપે નહીં
- Mango ની સાથે આઈસ્ક્રીમ, શેક કે મીઠાઈઓ ખાવી જોઈએ નહીં
Ahmedabad: ઉનાળામાં દરેક ભારતીયો કેરી ખાવાનો આગ્રહ રાખે જ છે. સવાલ છે Diabetic Patients નો. શું આ રોગના દર્દીઓએ ઉનાળામાં કેરી ખાવી જોઈએ કે નહીં, કેટલા પ્રમાણમાં ખાવી જોઈએ અને ક્યારે ખાવી જોઈએ. આ દરેક સવાલના જવાબમાં શું કહે છે નિષ્ણાંતો. આવો જાણીએ આ સવાલોના જવાબો.
Diabetic Patients એ કેરી ખાવી જોઈએ કે નહીં?
ભારતમાં Diabetic Patients કુદકે ને ભુસકે વધી રહ્યા છે. ડાયાબીટીસ રાજરોગ બની ગયો છે. હવે ઉનાળામાં કેરીનું આગમન બજારમાં થઈ ગયું છે. તો શું ડાયાબીટીસના દર્દીઓએ Mango ખાવી જોઈએ કે નહીં ? આ સવાલ અત્યારે ઘરે ઘરે ચર્ચાઈ રહ્યો છે. નિષ્ણાતો અનુસાર Diabetic Patients કેરીનું સેવન કરી શકે છે પણ સંતુલિત માત્રામાં. Diabetic Patients એ પહેલા પોતાનું સુગર લેવલ ચેક કરી લેવું જોઈએ. ઓછા સુગર લેવલવાળા દર્દીએ સુગરના પ્રમાણમાં બહુ થોડી માત્રામાં કેરીનું સેવન કરી શકાય.
Diabetic Patients એ કઈ રીતે કેરીનું સેવન કરવું જોઈએ?
ઉનાળામાં કેરીનું સેવન કરતા પહેલા Diabetic Patients એ કેરીના રસ કે પ્લપના બદલે કેરીના ટુકડાનું નિયતમાત્રામાં સેવન કરવું જોઈએ. સુગર પ્રોબ્લેમ હોય તો Mango ના ટુકડાનું થોડાક માત્રામાં સવારના નાસ્તામાં સેવન કરવું જોઈએ. રાત્રે કદાપિ કેરીના રસ, પલ્પ કે જ્યૂસનું સેવન ન કરવું જોઈએ. Diabetic Patients એ હંમેશા કેરીનું સેવન કરતી વખતે તકેદારી રાખવી જોઈએ કે તેનું સેવન નિયતપ્રમાણમાં થવું જોઈએ.
આ પણ વાંચોઃ Health Tips: શું તમે પણ કોઈ કારણ વગર ડોલો 650 ગોળીઓ લઈ રહ્યા છો? આ નુકસાન થઈ શકે છે
કેરીમાં પણ છે પોષક તત્વો
કેરીમાં રહેલા પોષક તત્વો વિશે વાત કરીએ, તો તે ખૂબ જ પૌષ્ટીક આહાર છે. કેરીમાં ફાયબર, વિટામિન એ, સી ઉપરાંત ફોલેટ અને પોલીફેનોલ્સ જેવા એન્ટી ઓક્સિડેન્ટ્સ પણ જોવા મળે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓ માટે સંતુલિત માત્રામાં કેરીનું સેવન સલામત ગણવામાં આવે છે. જો કેરીનું વધુ માત્રામાં સેવન કરવામાં આવે તો તે બ્લડ સુગરનું સ્તર વધારી શકે છે, તેથી Diabetic Patients એ તેની માત્રા અને સમય પસંદ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
શું તકેદારી રાખવી ?
ઘણા Diabetic Patients કેરીથી સંપૂર્ણપણે દૂર રહે છે, પરંતુ સંશોધન અનુસાર જો તમે તેને સંતુલિત માત્રામાં ખાઓ છો તો તે હાનિકારક નથી. કેરીમાં રહેલા વિટામિન્સ અને ફાયટોન્યુટ્રિઅન્ટ્સ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ઊર્જા પ્રદાન કરે છે. સૌથી મોટી સમસ્યા ત્યારે થાય છે જ્યારે લોકો કેરી સાથે મેંગો શેક, આઈસ્ક્રીમ અથવા મીઠાઈઓ ખાય છે, જેનાથી બ્લડ સુગર ઝડપથી વધે છે. તેથી, કેરીને તેના કુદરતી સ્વરૂપમાં અને મર્યાદિત માત્રામાં ખાઓ.
આ પણ વાંચોઃ ગરમીથી રાહત માટે સ્વદેશી જુગાડ, માટીના ઘડાનું AC!