Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દારૂ પીતા પહેલા જાણી લો આ મહત્વની ચેતવણી, સેવન પહેલા સાવધાની અતિઆવશ્યક

દારૂ પીવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર સામાજિક વાતાવરણમાં દારૂની અસર માખીઓ પર દારૂના પ્રયોગ દારૂના સેવનમાં સાવધાની અતિઆવશ્યક દારૂ પીવો (Drinking Alcohol) સ્વાસ્થ્ય માટે હાનિકારક (Harmful to Health) છે, તેમ છતાં દુનિયાભરમાં લોકો તેનો ઉપયોગ મોટા પાયે કરે છે....
11:50 PM Sep 09, 2024 IST | Hardik Shah
Drinking Alcohol Harmful to Health

દારૂ પીવો (Drinking Alcohol) સ્વાસ્થ્ય માટે હાનિકારક (Harmful to Health) છે, તેમ છતાં દુનિયાભરમાં લોકો તેનો ઉપયોગ મોટા પાયે કરે છે. દારૂને મનોરંજન અને ખુશી (Entertainment and Happiness) સાથે જોડવામાં આવે છે, ખાસ કરીને જ્યારે મિત્રો સાથે તેનું સેવન કરવામાં આવે. પરંતુ આલ્કોહોલ (Alcohol) થી એવા લોકોમાં ઉદાસી પણ વધી શકે છે, જે એકલતા અનુભવતા હોય છે. દારૂ પીવાથી મગજની પ્રવૃત્તિ ઉપર અસર થાય છે અને સામાજિક વાતાવરણ સાથે મળીને આ અસર વધારે થઈ શકે છે. આલ્કોહોલ તાત્કાલિક આનંદ આપે છે, પણ લાંબા ગાળે તે વ્યસન અને નકારાત્મક પરિણામો તરફ લઈ જઈ શકે છે.

માખીઓ પર કરાયેલું સંશોધન

ટેક્સાસ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ક્યુંગ હાન અને તેની ટીમે માખીઓ પર સંશોધન કર્યું હતું, જેમાં માખીઓને બે જૂથમાં વહેંચવામાં આવી હતી. એક જૂથની માખીઓ સાથે રાખવામાં આવી હતી અને બીજી જૂથની અલગ રીતે રાખવામાં આવી હતી. આ દરમિયાન એમની પ્રતિક્રિયા અને પ્રવૃત્તિઓ માપવામાં આવી હતી. માખીઓને ઇથેનોલ વરાળમાં રાખવામાં આવી અને આ માખીઓએ તેના પર પ્રતિક્રિયા આપવાની પદ્ધતિ અને ગતિમાં તફાવત દર્શાવ્યા હતા. સમૂહમાં રહેલી માખીઓ વધુ સક્રિય જણાઈ, જ્યારે એકલતામાં રહેલી માખીઓ ધીમી અને ઉદાસીન દેખાઈ હતી.

માનવ પ્રતિક્રિયા અને સામાજિક માહોલ

ક્યુંગ હાનના સંશોધન અનુસાર, માનવમાત્રમાં પણ આવી જ પ્રતિક્રિયા જોવા મળી હતી. સંશોધનમાં જાણવા મળ્યું કે મિત્રો સાથે દારૂ પીતા લોકોમાં ડોપામાઈન હોર્મોનનું સ્તર વધારે પડતું હોય છે, જે તેમને વધુ ખુશ અને ઉત્સાહિત બનાવે છે. બીજી તરફ, એકલા દારૂ પીતા લોકોમાં ઉદાસીનતા અને તણાવ વધે છે. આ લોકો સામાન્ય રીતે એકલતા અને આંતરિક દુઃખ અનુભવતા હોય છે, જે તેમને વધુ દારૂ પીવા માટે પ્રેરિત કરે છે.

દારૂના સેવનમાં સાવધાની રાખવી

આ પણ વાંચો:  શું કાચા ઈંડા સ્વાસ્થ્ય માટે ખતરનાક છે? જાણો તેને ખાવાના જોખમ અને લાભ વિશે

Tags :
AlcoholAlcohol BenefitsAlcohol Benefits and Side EffectsAlcohol Consumptionalcohol effectsAlcohol Side EffectsBrainbrain and alcoholdopaminedrinkingdrinking alcoholdrinking alonedrinking with friendsfriendsGujarat Firsthappy highHardik Shah
Next Article