Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દારૂ પીતા પહેલા જાણી લો આ મહત્વની ચેતવણી, સેવન પહેલા સાવધાની અતિઆવશ્યક

દારૂ પીવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર સામાજિક વાતાવરણમાં દારૂની અસર માખીઓ પર દારૂના પ્રયોગ દારૂના સેવનમાં સાવધાની અતિઆવશ્યક દારૂ પીવો (Drinking Alcohol) સ્વાસ્થ્ય માટે હાનિકારક (Harmful to Health) છે, તેમ છતાં દુનિયાભરમાં લોકો તેનો ઉપયોગ મોટા પાયે કરે છે....
દારૂ પીતા પહેલા જાણી લો આ મહત્વની ચેતવણી  સેવન પહેલા સાવધાની અતિઆવશ્યક
  • દારૂ પીવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર
  • સામાજિક વાતાવરણમાં દારૂની અસર
  • માખીઓ પર દારૂના પ્રયોગ
  • દારૂના સેવનમાં સાવધાની અતિઆવશ્યક

દારૂ પીવો (Drinking Alcohol) સ્વાસ્થ્ય માટે હાનિકારક (Harmful to Health) છે, તેમ છતાં દુનિયાભરમાં લોકો તેનો ઉપયોગ મોટા પાયે કરે છે. દારૂને મનોરંજન અને ખુશી (Entertainment and Happiness) સાથે જોડવામાં આવે છે, ખાસ કરીને જ્યારે મિત્રો સાથે તેનું સેવન કરવામાં આવે. પરંતુ આલ્કોહોલ (Alcohol) થી એવા લોકોમાં ઉદાસી પણ વધી શકે છે, જે એકલતા અનુભવતા હોય છે. દારૂ પીવાથી મગજની પ્રવૃત્તિ ઉપર અસર થાય છે અને સામાજિક વાતાવરણ સાથે મળીને આ અસર વધારે થઈ શકે છે. આલ્કોહોલ તાત્કાલિક આનંદ આપે છે, પણ લાંબા ગાળે તે વ્યસન અને નકારાત્મક પરિણામો તરફ લઈ જઈ શકે છે.

Advertisement

માખીઓ પર કરાયેલું સંશોધન

ટેક્સાસ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ક્યુંગ હાન અને તેની ટીમે માખીઓ પર સંશોધન કર્યું હતું, જેમાં માખીઓને બે જૂથમાં વહેંચવામાં આવી હતી. એક જૂથની માખીઓ સાથે રાખવામાં આવી હતી અને બીજી જૂથની અલગ રીતે રાખવામાં આવી હતી. આ દરમિયાન એમની પ્રતિક્રિયા અને પ્રવૃત્તિઓ માપવામાં આવી હતી. માખીઓને ઇથેનોલ વરાળમાં રાખવામાં આવી અને આ માખીઓએ તેના પર પ્રતિક્રિયા આપવાની પદ્ધતિ અને ગતિમાં તફાવત દર્શાવ્યા હતા. સમૂહમાં રહેલી માખીઓ વધુ સક્રિય જણાઈ, જ્યારે એકલતામાં રહેલી માખીઓ ધીમી અને ઉદાસીન દેખાઈ હતી.

માનવ પ્રતિક્રિયા અને સામાજિક માહોલ

ક્યુંગ હાનના સંશોધન અનુસાર, માનવમાત્રમાં પણ આવી જ પ્રતિક્રિયા જોવા મળી હતી. સંશોધનમાં જાણવા મળ્યું કે મિત્રો સાથે દારૂ પીતા લોકોમાં ડોપામાઈન હોર્મોનનું સ્તર વધારે પડતું હોય છે, જે તેમને વધુ ખુશ અને ઉત્સાહિત બનાવે છે. બીજી તરફ, એકલા દારૂ પીતા લોકોમાં ઉદાસીનતા અને તણાવ વધે છે. આ લોકો સામાન્ય રીતે એકલતા અને આંતરિક દુઃખ અનુભવતા હોય છે, જે તેમને વધુ દારૂ પીવા માટે પ્રેરિત કરે છે.

Advertisement

દારૂના સેવનમાં સાવધાની રાખવી

  • દારૂ પીતા પહેલા અને પછી પૂરતું પાણી પીવું ખૂબ જ જરૂરી છે.
  • દારૂના સેવન પર નિયંત્રણ રાખવું જોઈએ અને તેને આદત ન બનાવવી.
  • દારૂ સાથે ખાવાનું જરુરી છે જેથી પેટમાં ખાલીપો ન રહે.
  • બે પ્રકારના માદક પદાર્થોનું સેવન ટાળવું જોઈએ, કારણ કે તે સ્વાસ્થ્ય પર હાનિકારક અસર કરી શકે છે.

આ પણ વાંચો:  શું કાચા ઈંડા સ્વાસ્થ્ય માટે ખતરનાક છે? જાણો તેને ખાવાના જોખમ અને લાભ વિશે

Advertisement
Tags :
Advertisement

.