જો તમને નવા વર્ષની સવારે હેંગઓવર હોય તો આ ટિપ્સ ખૂબ કામ આવશે
Hangover relief home remedies : આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
Advertisement
Hangover relief home remedies : નવા વર્ષની ઉજવણી વિશ્વભરમાં થઈ રહી છે. ત્યારે અમુક લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે નવા વર્ષનું આગમન વિવિધ તૈયારીઓ સાથે કરી રહ્યા છે. તો અન્ય લોકો નવા વર્ષની ઉજવણી પબ, મોલ્સ અને મિત્રો સાથે પાર્ટીમાં કરશે છે. ત્યારે તેઓ મોટા પ્રમાણમાં દારૂનું સેવન કરશે. તો જ્યારે તેઓ 1 જાન્યુ. એ સવારે ઉઠશે, ત્યારે તેમને હાઈ લેવલનો Hangover છે. ત્યારે આ Hangover ને ઉતારવા માટે અમુક ઉપચાર નીચે દર્શાવવામાં આવ્યા છે.
લીંબુ પાણી શ્રેષ્ઠ ઉપાય છે
- Hangover થી છુટકારો મેળવવા માટે લીંબુનો રસ શ્રેષ્ઠ ઉપાય છે. આ માટે સવારે ઉઠ્યા બાદ લીંબુ પાણી પીવું જોઈએ. તેમાં ખાંડ નાખશો નહીં. સ્વાદ માટે થોડું મીઠું ઉમેરી શકાય છે. તેનાથી ઉબકાથી પણ રાહત મળે છે. આ પછી નાસ્તામાં નારંગી, દ્રાક્ષ, કીવી જેવા વિટામિન સી ધરાવતા ખોરાકનો સમાવેશ કરવો વધુ સારું છે.
દહીં ખાવાથી આરામ મળશે
- કેટલાક લોકો Hangover ને કારણે ખાલીપણું અને પેટમાં દુખાવે અનુભવે છે અને ઉલ્ટી કરે છે અથવા ચક્કર, ઉબકા વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરે છે. આવી સ્થિતિમાં તમે એક વાટકી તાજું દહીં ખાઈ શકો છો. આનાથી ઘણી રાહત મળે છે.
ફુદીનાનું પાણી પીવો
- Hangover થી છુટકારો મેળવવા માટે 8-10 ફુદીનાના પાનને પાણીમાં નાંખો, અને તેને સારી રીતે ઉકાળો અને તેને ગરમ કરો. જો તમે ઈચ્છો તો તેમાં લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. તેનાથી માથાના દુખાવામાં રાહત મળશે અને Hangover ઝડપથી દૂર થઈ જશે.
આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
- જો તમને Hangover હોય તો સવારે ભારે નાસ્તો ન કરવો જોઈએ. એટલે કે તળેલી અને મસાલેદાર વસ્તુઓ ટાળો, તેના બદલે ફળો ખાઓ. Hangover ઘટાડવા માટે ચા-કોફી પીવાની ભૂલ ન કરો. Hangoverથી ઝડપથી છુટકારો મેળવવો હોય તો સતત પાણી પીતા રહો. આ સિવાય નારિયેળ પાણી પીવું પણ ફાયદાકારક છે.
આ પણ વાંચો: Winter diet: રસોડામાં રાખવામાં આવેલા આ 5 મસાલા શરીરને અંદરથી ગરમ રાખશે, આહારમાં સામેલ કરો
Advertisement
Advertisement