Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gandhinagar : રાજ્ય સ્વાગતમાં CM એ સામાન્ય નાગરિકોની રજૂઆતો સાંભળી, અધિકારીઓને કરી ટકોર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) રાજ્યના જિલ્લા કલેક્ટરો-વિકાસ અધિકારીઓને સ્પષ્ટપણે જણાવ્યું છે કે, નાગરિકોને પોતાની નાની-નાની રજૂઆતો માટે રાજ્ય સ્વાગત સુધી આવવું જ ન પડે તેવી સમસ્યા નિવારણની સુચારૂં વ્યવસ્થા જિલ્લા કક્ષાએ જ સુનિશ્ચિત કરવામાં આવે. આ સંદર્ભમાં તેમણે...
09:53 PM Jun 29, 2024 IST | Vipul Sen

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) રાજ્યના જિલ્લા કલેક્ટરો-વિકાસ અધિકારીઓને સ્પષ્ટપણે જણાવ્યું છે કે, નાગરિકોને પોતાની નાની-નાની રજૂઆતો માટે રાજ્ય સ્વાગત સુધી આવવું જ ન પડે તેવી સમસ્યા નિવારણની સુચારૂં વ્યવસ્થા જિલ્લા કક્ષાએ જ સુનિશ્ચિત કરવામાં આવે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, સામાન્ય માનવીના નાના-મોટા પ્રશ્નોનું નિરાકરણ જિલ્લા સ્વાગતમાં સ્થાનિક વહીવટી તંત્ર જ લાવી દે તો ગાંધીનગર (Gandhinagar) રાજ્ય સ્વાગતમાં આવવાની જરૂરિયાત જ ન ઊભી થાય.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જન ફરિયાદ ઓનલાઇન ઉપક્રમ રાજ્ય સ્વાગતમાં તેમણે રજૂઆત માટે આવેલા અરજદારોની રજૂઆત સાંભળી અને તેના ત્વરિત અને યોગ્ય નિવારણ માટે સંબંધિત કલેક્ટરો-વિકાસ અધિકારીઓને (District Collectors-Development Officers) સૂચનાઓ આપી હતી. જૂન-2024 ના આ રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રી સમક્ષ ઉદ્યોગ, શહેરી વિકાસ, મહેસૂલ, માર્ગ-મકાન, ગેરકાયદે બાંધકામ દૂર કરવું તથા સરકારી પડતર જમીનમાં દબાણ દૂર કરવા જેવા વિષયોને સ્પર્શતા પ્રશ્નો રજૂ થયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ગેરકાયદે બાંધકામ, જમીન માપણીની ક્ષતિઓ જેવી બાબતોમાં સખતાઈથી કામ લેવા પણ જિલ્લા વહીવટી તંત્રોને સ્પષ્ટ તાકીદ કરી હતી. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં નિયમિત પણે દર મહિનાનાં ચોથા ગુરુવારે યોજવામાં આવતા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ આ વખતે શાળા પ્રવેશોત્સવના કારણે 19 જૂન, શનિવારે યોજાયો હતો. આ કાર્યક્રમની આજની કડીમાં 12 જેટલા પ્રશ્નો રજૂ થયા હતા. જૂન મહિના દરમિયાન જિલ્લા, તાલુકા અને ગ્રામ સ્વાગતમાં કુલ-2,145 રજૂઆતોમાંથી 72.31 ટકા એટલે કે 1,551 રજૂઆતોનું સુખદ નિવારણ લાવી દેવાયું છે. આ રાજ્ય સ્વાગતમાં ગાંધીનગરથી (Gandhinagar) મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી (Pankaj Joshi), ખાસ ફરજ પરના અધિકારી ધીરજ પારેખ તથા મુખ્યમંત્રી કાર્યાલયના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા. રાજ્યના જિલ્લાઓના કલેક્ટર, DDO તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સથી સહભાગી થયા હતા.

આ પણ વાંચો - K. Kailashnathan : વિશ્વાસુ, પરિશ્રમી અને વિઝનરી ઓફિસર તરીકે જાણીતા, PM મોદીના ડ્રિમ પ્રોજેક્ટ્સમાં ભજવી મહત્ત્વની ભૂમિકા

આ પણ વાંચો - K. Kailasanathan: ચાર મુખ્યમંત્રીઓના ખાસ રહેલા કે. કૈલાશનાથનનો આજે છેલ્લો દિવસ

આ પણ વાંચો - SURAT : ભાજપની આંતરિક જૂથબંધી સપાટી પર આવી

Tags :
Chief Minister Bhupendra PatelDDODhiraj ParekhDistrict Collectors-Development OfficersGandhinagarGujarat FirstGujarati Newsindustrylocal administrative systemPankaj Joshirevenueroad-buildingSwagat Online Public Grievance Redressal ProgramUrban development
Next Article