બસ આટલું કરો અને તમારા ઘરના દરેક ખુણાની સાફ-સફાઈ કલાકોમાં થશે
- દરેક વ્યક્તિને ઘરની સાફ-સફાઈમાં મદદ કરવાનું કહો
- ઘરમાં સૌથ પ્રથમ ઉપરના ભાગમાં સફાઈ કરવાનું શરૂ કરો
- ઘરની સફાઈમાં બાળકોનું સૌથી વધુ યોગદાન લેવું
Diwali House Cleaning Tips : દિવાળી આવી રહી છે, ત્યારે ઘરના દરેક ધૂણામાં સફાઈયુદ્ધ કરવા માટે કમસ કસવમાં આવી છે. ત્યારે આજરોજ અમે તમને એવા અનેક વિકલ્પો અને યુક્તિઓ બતાવીશું, જેના માધ્યમથી તમે સરળાતાથી ધરની સફાઈ કરી શકશો. તે ઉપરાંત તમે દિવળીની અન્ય તૈયારી માટે પણ સમયની બચત પણ થશે. જો તમે નોકરી કરતા હશો, તો પણ તમને આ વિકલ્પો ખુબ જ ફાયદાકારક સાબિત થશે. પરંતુ આ સાફ-સાફઈ દરમિયાન ખાસ કરીને ધ્યાન રાખો કે હાથમાં સફાઈ ગ્લોવ્ઝ અને માથા અને મોઢું ઠંકાઈ તેવી રીતે રૂમાલ અથવા કોઈ કપડું અવશ્યક બાંધીને રાખવું.
દરેક વ્યક્તિને ઘરની સાફ-સફાઈમાં મદદ કરવાનું કહો
ઘરની સફાઈ કરતા પહેલા એક યાદી બનાવો. તેમાં પણ અચૂક સાફ-સફાઈમાં ઉપયોગ લેવાતી દરેક વસ્તુઓની યાદી બનાવો. ઉદાહરણ તરીકે ડીટરજન્ટ, વિનેગર, સુતરાઉ કાપડ, બ્લીચીંગ પાવડર, વેક્યુમ ક્લીનર સહિત અનેક વિવિધ વસ્તુઓ. ઘરમાં આવેલા કયા ખુણા સૌથી વધુ ગંદા, ઘરની કઈ જગ્યા સૌથી નાની અને મોટી છે અને ખાસ કરીને ઘરની અંદર સૌથી સરળ કઈ જગ્યા ઉપર થઈ શકે છે. ત્યારબાદ પોતાની અનુકુળતા અનુસાર તમે સફાઈ કામની શરૂઆત કરી શકો છો. તે પછી નિર્ધારિત કરેલા દિવોસો પૈકી ધરના તમામ ખુણાઓ વહેંચો.
આ પણ વાંચો: Diwali 2024 માં બાળકોને આ રીતે સરળતાથી ફટાકડાથી દૂર રાખી શકાય છે
ઘરમાં સૌથ પ્રથમ ઉપરના ભાગમાં સફાઈ કરવાનું શરૂ કરો
ઘરમાં રહેતા દરેક લોકોએ પોતાના રૂમની સાફ-સફાઈ જાતે કરવી જોઈએ. તે ઉપરાંત ઘરમાં ઊંચાઈ ઉપર આવેલી જગ્યાઓને પુરુષોએ સાફ કરવી જોઈએ. તે ઉપરાંત ઘરમાં આવેલા નાના ખુણાને બાળકોને સાફ સફાઈ માટે સોંપવા જોઈએ. તે ઉપરાંત ઘરની અન્ય જબાદારી મહિલાઓએ લેવી જોઈએ. ઘરમાં સૌથ પ્રથમ ઉપરના ભાગમાં આવેલા જગ્યાઓને સાફ કરવાનું શરૂ કરો. જેથી કરીને જ્યારે ઘરના પરસ્પરનો ભાગ સાફ કરો, ત્યારે તેની ફરીથી સાફ કરવાની નોબત ન આવે.
ઘરની સફાઈમાં બાળકોનું સૌથી વધુ યોગદાન લેવું
તે ઉપરાંત ઘરમાં રહેતા દરેક વ્યક્તિને ઘરની સાફ-સફાઈમાં મદદ કરવાનું કહો. તેના કારણે ઘરનું સફાઈયુદ્ધ વહેલી તકે પૂર્ણ થશે. ધરની સફાઈમાં સૌ પ્રથમ અયોગ્ય અને નકામી વસ્તુઓને કચરામાં અથવા પસ્તી સાથે ઘરની બહાર નીકાળો. ઉદાહરણ તરીકે જૂના કપડાં, તૂટેલી વસ્તુઓ, ક્રોકરી વગેરે કાઢી નાખો. તે ઉપરાંત જે વસ્તુઓ તમે ઉપયોગ કરતા નથી, પરંતુ સારી સ્થિતિમાં છે. તો આવી વસ્તુઓને કોઈ જરૂરિયાતમંદને આપી શકો છો. ઘરની સફાઈમાં બાળકોનું સૌથી વધુ યોગદાન લેવું. જેથી કરીને તેમનામાં સફાઈ માટે જાગૃત્તિ પેદા થાય છે.
આ પણ વાંચો: Diwali માં લાઈટ્સથી માનસિક તણાવ અને અસ્વાસ્થ્ય અનુભવાય છે, જાણો કેવી રીતે