ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

સતાધારનાં મહંત વિજય બાપુના વિવાદમાં Junagadh ખાખી મઢીનાં મહંતની Entry, જાણો શું કહ્યું ?

મહંત વિજયબાપુ પર નાણાકીય લેવડદેવડ, ભ્રષ્ટાચાર અને વ્યભિચારનાં આક્ષેપો થતાં ભારે વિવાદ સર્જાયો છે.
09:35 AM Dec 13, 2024 IST | Vipul Sen
featuredImage featuredImage
  1. Amreli માં સતાધારના મહંતના વિવાદનો મામલો (Junagadh)
  2. મહંત વિજય બાપુને મેંદરડા ખાખી મઢીનાં મહંતનું સમર્થન
  3. મહંત સુખરામદાસ બાપુની સતાધારને બદનામ ન કરવા અપીલ

અમરેલીમાં (Amreli) સુપ્રસિદ્ધ સતાધાર આપાગીગાનાં ગાદીપતિ વિજયબાપુ સામે અનેક ગંભીર આક્ષેપો થતાં ભારે વિવાદ સર્જાયો છે. આ મામલે જુનાગઢ (Junagadh) જિલ્લાનાં મેંદરડા તાલુકામાં ખાખી મઢીનાં મહંત હવે મેદાને આવ્યા છે અને મહંત વિજયબાપુનું સમર્થન કરી સતાધારને બદનામ ન કરવા અને આસ્થા સાથે ચેડાં ન કરવા અપીલ કરી છે.

આ પણ વાંચો - Aapagiga Controversy: ‘મારી સામે આ એક ષડયંત્ર રચાયું છે’ મહંત વિજયબાપુએ તોડ્યું મૌન

સતાધારને બદનામ ન કરી આસ્થા સાથે ચેડાં ન કરવા જોઈએ : મહંત સુખરામદાસ

સતાધારનાં મહંત વિજયબાપુ (Mahant Vijaybapu) પર ગંભીર આક્ષેપો થયા હતા. મહંત વિજયબાપુ પર નાણાકીય લેવડદેવડ, ભ્રષ્ટાચાર અને વ્યભિચારનાં આક્ષેપો કરવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે. ત્યારે હવે આ મામલે જુનાગઢ (Junagadh) જિલ્લાનાં મેંદરડા તાલુકામાં ખાખી મઢીનાં મહંત સુખરામદાસ બાપુની (Sukhramdas Bapu) પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે મહંત વિજયબાપુનાં સમર્થનમાં કહ્યું કે, વિજયબાપુ દ્વારા ખૂબ વિકાસ કરવામાં આવતો હોય ત્યારે અર્ચણ રૂપ ન બનવું જોઈએ. મહંત સુખરામદાસ બાપુએ એવી પણ અપીલ કરી કે, સતાધારને બદનામ ન કરી આસ્થા સાથે ચેડાં ન કરવા જોઈએ.

આ પણ વાંચો - Gujarat Winter : રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડીનો પ્રકોપ! અહીં Cold Wave ની આગાહી

મારી સામે આ એક ષડયંત્ર રચાયું છે : મહંત વિજયબાપુ

જણાવી દઈએ કે, ગઈકાલે આ વિવાદને લઈ સતાધારનાં મહંત વિજયબાપુની (Mahant Vijaybapu) પ્રતિક્રિયા પણ સામે આવી હતી. તેમણે તમામ આરોપોને ફગાવી કહ્યું હતું કે, મારી સામે આ એક ષડયંત્ર રચાયું છે, અમારી પાસે એવો કોઈ ઉદ્યોગ નથી, જેના કારણે અમે આવો ભ્રષ્ટાચાર કરી શકીએ. મહંતે આગળ કહ્યું કે, તેમના આક્ષેપો વર્ચસ્વ ઊભું કરવા માટેના છે. આવી રીતે સમાજને ગેરમાર્ગે દોરવાની વાત છે. આ બધા પાયાવિહોણા આક્ષેપો છે.

આ પણ વાંચો - SURAT માં એક વ્યક્તિની 4 આંગળીઓ થઇ ગુમ, પોલીસ પણ કેસ જાણીને ગોથે ચડી

Tags :
AmreliBreaking News In GujaratiGujarat FirstGujarat First NewssGujarati breaking newsGujarati NewsJunagadhKhakhi MadhiLatest News In GujaratiMahant Sukhramdas BapuMendardaNews In GujaratiSatadhar Apagiga Gadipati VijaybapuVijaybapu Controversy