PM Modi in Gujarat : જામનગર પહોંચ્યા વડાપ્રધાન મોદી, દિવ્યમ સર્કલથી પાયલોટ બંગલા સુધી 'રોડ શો' જેવો માહોલ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જામનગરમાં આગમન (PM Modi in Gujarat)
- દિવ્યમ સર્કલથી પાયલોટ બંગલા સુધી રોડ શો જેવો માહોલ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
- વડાપ્રધાનનો કાફલો એરપોર્ટથી સર્કિટ હાઉસ પહોંચ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતનાં પ્રવાસે (PM Modi in Gujarat) છે. પીએમ મોદીનું જામનગરમાં આગમન થયું છે. પીએમ મોદી આવવાનાં હોવાથી દિવ્યમ સર્કલથી પાયલોટ બગલાં સુધી રોડ શો જેવો માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકો પીએમ મોદીની એક ઝલક જોવા માટે ઉમટી પડ્યા હતા. વડાપ્રધાનનો કાફલો એરપોર્ટથી સીધો જ સર્કિટ હાઉસ પહોંચ્યો છે.
આ પણ વાંચો - PM Modi in Gujarat : માર્ચના પ્રથમ પખવાડિયામાં બે વખત ગુજરાત આવશે PM મોદી! વાંચો વિગત
પીએમ મોદી સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે (PM Modi in Gujarat) છે. માહિતી અનુસાર, પીએમ મોદી આજે સાંજે જામનગર (Jamnagar) પહોંચ્યા. વડાપ્રધાનનો કાફલો એરપોર્ટથી સીધો જ સર્કિટ હાઉસ પહોંચ્યો છે. પીએમ મોદી આવવાનાં હોવાથી દિવ્યમ સર્કલથી પાયલોટ બગલાં સુધી રોડ શો જેવો માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકો પીએમ મોદીને જોવા માટે આવ્યા હતા. અગાઉ માહિતી હતી કે પીએમ મોદી નાદુરસ્ત રહેતા જામ સાહેબ સાથે મુલાકાત કરશે. પરંતુ, કોઈ કારણસર જામ સાહેબનાં નિવાસ સ્થાનનો કાર્યક્રમ રદ થયો છે. જણાવી દઈએ કે, પીએમ મોદી સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે.
આ પણ વાંચો - Surat : આગની ઘટના બાદ શિવશક્તિ માર્કેટ પહોંચ્યા કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ
વિકસિત ભારતના પ્રણેતા અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીનું ગુજરાતની ખમીરવંતી ધરા પર ભાવભર્યું સ્વાગત છે. pic.twitter.com/dxXofNl6ld
— BJP Gujarat (@BJP4Gujarat) March 1, 2025
સાસણગીર, સોમનાથ અને વનતારાની મુલાકાત લેશે
ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાસણગીર, સોમનાથ અને વનતારાની (Vantara) મુલાકાત લેશે. સાથે જ વિવિધ કાર્યક્રમોમાં હાજરી પણ આપશે. પીએમ મોદીનાં પ્રવાસને લઈ સુરક્ષાનાં પણ ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યા છે. પોલીસ કાફલા સાથે સાસણ (Sasan Gir) સુરક્ષા છાવણીમાં ફેરવાયું છે. ભાલછેલ હેલિપેડથી સિંહસદન સુધી ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરાયા છે. તમામ વાઇલ્ડ લાઈફ અધિકારીઓ પણ સાસણ પહોંચ્યા છે. 3 માર્ચે વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડેની ઉજવણી થશે. સિંહોની સુરક્ષા અને સંવર્ધન પ્રોજેક્ટ અંગે મિટિંગ કરાશે. પીએમ મોદીનાં પ્રવાસને લઈ સુરક્ષા કારણોસર પ્રવાસીઓ માટે ગીર સફારી 2 અને 3 માર્ચ બંધ રહેશે.
આ પણ વાંચો - Patidar Andolan : પાટીદાર નેતા, અગ્રણીઓ સામે થયેલા રાજદ્રોહના કેસ પરત ખેંચવા કોર્ટની મંજૂરી