Pahalgam Terror Attack : સૌરાષ્ટ્ર દરીયાઈ સરહદની સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ
- પાકિસ્તાનથી દરીયાઈ માર્ગ જોડાયેલ હોવાથી સુરક્ષા વધારાઈ
- હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ સતર્ક
- દ્વારકા, જામનગર અને મોરબી જિલ્લામાં સુરક્ષા સર્તક કરાઈ
- Jamnagar Marine Police એ દરીયાઈ સીમાની સુરક્ષા વધારી
Pahalgam Terror Attack : ગુજરાતને 1600 કિમી લાંબો દરિયાઈ કિનારો છે. જેમાંથી સૌરાષ્ટ્ર દરીયાઈ સરહદ (Saurashtra sea border security) પાકિસ્તાની દરીયાઈ સરહદ સાથે સંકળાયેલ છે. તેથી Pahalgam Terror Attack બાદ દ્વારકા, જામનગર અને મોરબી જિલ્લામાં દરીયા કિનારાની સુરક્ષા વધુ સઘન બનાવી દેવામાં આવી છે. જામનગર મરિન પોલીસ (Jamnagar Marine Police) દ્વારા દરીયાઈ સરહદની સુરક્ષા અનેકગણી વધારી દેવાઈ છે.
Jamnagar Marine Police એકશન મોડમાં
Pahalgam Terror Attack બાદ સરકાર અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. જમીની સરહદ સાથે દરીયાઈ સરહદે પણ સુરક્ષા સઘન કરી દેવાઈ છે. ગુજરાતનો સૌરાષ્ટ્ર દરીયાઈ કિનારો પાકિસ્તાની દરીયાઈ સરહદ સાથે સંકળાયેલ છે. સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર અને મોરબી જિલ્લામાં દરીયા કિનારા પર સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. Jamnagar Marine Police દ્વારા તમામ ચેક પોસ્ટ પર સધન ચેકીંગ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. દરીયા કિનારે લેન્ડિંગ પોઈન્ટ તેમજ દરીયાઈ કિનારાના ગામોમાં સુરક્ષા જવાનો દ્વારા ચાપતી નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ Pahalgam Terror Attack : ઈજાગ્રસ્ત પર્યટક વિનુભાઈ માદરેવતન ભાવનગર પરત ફર્યા, માન્યો સરકારનો આભાર
ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ખડકી દેવાઈ
જમ્મુ કાશમીરમાં થયેલા Pahalgam Terror Attack બાદ ભારતીય સેનાની આર્મી, નેવી, એરફોર્સ અને મરિન જેવી પાંખો એકશન મોડમાં આવી ગઈ છે. આ હુમલા બાદ દેશની તમામ સરહદો પર ચાંપતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. Jamnagar Marine Police એ જામનગર જ નહિ પરંતુ સૌરાષ્ટ્રના દ્વારકા, અને મોરબી જિલ્લામાં દરીયા કિનારા પર સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કર્યો છે. માછીમારોની બોટ અને માછીમારોનું સઘન ચેકીંગ હાથ ધરાયું છે. મરીન પોલીસ ઉપરાંત એલસીબી, એસઓજી, મરીન કમાન્ડો, હોમગાર્ડ સહિતના જવાનો સુરક્ષા વ્યવસ્થામાં જોડાઈ ગયા છે.
આ પણ વાંચોઃ Pahalgam Terror Attack : રાજકોટના નિવૃત્ત આર્મી જવાને Gujarat First ને જણાવ્યા વડાપ્રધાનની સ્પીચના સંકેતો