Jamnagar: 15 વર્ષની વિદ્યાર્થિની પાસેથી મોબાઇલ મળ્યો અને ઠપકો આપતા કર્યો આપઘાત
- શાળાના શિક્ષકે ચેક કરતા તરુણીની બેગમાંથી મોબાઈલ મળ્યો હતો
- પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઇ છે
- પિતાએ મોબાઈલ મળ્યા બાદ પુત્રીના આપઘાત અંગે પોલીસમાં નિવેદન આપ્યું
Jamnagar: 15 વર્ષીય તરુણ વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. જેમાં શાળાના શિક્ષકે ચેક કરતા તરુણીની બેગમાંથી મોબાઈલ મળ્યો હતો. ત્યારે મારા પિતા તથા મારી દાદીને આ બાબતની જાણ ન કરતા તે મને મારશે એમ તરુણીએ શિક્ષકને કહ્યું હતુ. આ ઘટના બન્યા બાદ સતત ગુમ સુમ રહેતી તરુણીને મનમા લાગી આવ્યું અને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
મૃતકના પિતાએ મોબાઈલ મળ્યા બાદ પુત્રીના આપઘાત અંગે પોલીસમાં નિવેદન આપ્યું
હાપા વિસ્તારમાં રામદેવપીરના મંદિર નજીકના રહેણાંક મકાને ઘરની ઓશરીમા એંગલમા સાડી બાંધી તરુણીએ આપઘાત કર્યો છે. મૃતકના પિતાએ મોબાઈલ મળ્યા બાદ પુત્રીના આપઘાત અંગે પોલીસમાં નિવેદન આપ્યું છે. મૃતક તરુણીનું નામ દીક્ષીતાબેન રમેશભાઇ વાલજીભાઇ સોયગામા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથધરી છે. ત્યારે તાજેતરમાં જ સુરતમાં પણ આ પ્રકારની ઘટના બની હતી. જેમાં માતા-પિતાએ મોબાઈલ વારંવાર જોવાની ના પાડી ઠપકો આપતા લાગી આવતા ધોરણ 8 અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી
મળતી માહિતી પ્રમાણે, સુરતના પાંડેસરા વિસ્તારમાં આવીર ભાવ સોસાયટીમાં રહેતા પરિવારની ધોરણ 8માં અભ્યાસ કરતી દીકરી છેલ્લા લાંબા સમયથી મોબાઈલની લતે ચડી હતી. મોબાઈલ વગર કોઈપણ કામ કરતી ન હતી. જેને લઈ માતા-પિતાએ ઠપકો આપ્યા બાદ તેની પાસેથી મોબાઈલ છીનવી લીધો હતો અને મોબાઈલ નહીં ચલાવવા બાબતે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. મોબાઈલ નહીં ચલાવવા બાબતે લાગી આવતા દીકરીએ માતા-પિતાની ગેરહાજરીમાં આવેશમાં આવી જઈ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો: Rajkot : મહિલાએ શેરબજારમાં વધુ રૂપિયા કમાવવાની લાલચમાં રૂ.50 લાખનું રોકાણ કર્યું અને થઇ છેતરપિંડી