Jamnagar: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બે દિવસ જામનગરની મુલાકાતે, એરપોર્ટ પર કરાયું ઉષ્માભેર સ્વાગત
- ખાસ કોનવે મારફતે રાજપાલ પહોંચ્યા હતા સર્કિટ હાઉસ
- સર્કિટ હાઉસ ખાતે રાજયપાલને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું
- અધિકારીઓ અને ખેડૂત ટ્રેનરો સાથે પ્રાકૃતિક કૃષિ વિષય પર સમીક્ષા બેઠક
Jamnagar: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બે દિવસ માટે જામનગરની મુલાકાતે છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું જાનમગર એરપોર્ટ પર ઉષ્માભેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જામનગર એરપોર્ટ પરથી ખાસ કોનવે મારફતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સર્કિટ હાઉસ પહોંચ્યાં હતાં. નોંધનીય છે કે, રાજ્યપાલને સર્કિટ હાઉસ ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: ગાયનું નકલી ઘી બજારમાં ઠાલવી મહિને કરોડો કમાતા ગુનેગારોને SMC એ પકડ્યા
રાજ્યપાલે ખેડૂત ટ્રેનરો સાથે પ્રાકૃતિક કૃષિ વિષય પર કરી સમીક્ષા
અહી રાજ્યપાલ સાથે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિ્લ્લા પોલીસ વડા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. એટલું જ નહીં પરંતુ રાજ્યપાલે અધિકારીઓ અને ખેડૂત ટ્રેનરો સાથા પ્રાકૃતિક કૃષિ વિષર પર ખાસ સમીક્ષા બેઠક પણ કરી હતીં. નોંધનીય છે કે, ગુજરાતમાં કૃષિનો વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સારા એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ દરમિયાન રાજ્યપાલે ખેડૂત ટ્રેનરો સાથે ચર્ચા પણ કરી હતીં.
આ પણ વાંચો: Gujarat: રાજ્યમાં વધુ એક HMPV વાયરસનો કેસ નોંધાયો, પોઝિટવ કેસનો આંકડો વધ્યો
ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપવા માટે ખેડૂત ટ્રેનરોની પણ વ્યવસ્થા
ગુજરાતમાં અત્યારે ઘણાં એવા ખેડૂતો છે જે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યાં છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા પણ સારા એવા પ્રયત્નો કરવામાં આવે છે. ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપવા માટે ખેડૂત ટ્રેનરોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ખેડૂત ટ્રેનરો સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખાસ વાતચીત કરીને પ્રાકૃતિક ખેતી વિશેની સમીક્ષા કરી હતી.
આ પણ વાંચો: Bhavnagar: કળસાર સદભાવના હોસ્પિટલમાં ડૉક્ટરની બેદરકારીના કારણે મહિલાનું મોત, મામલો પોલીસ મથકે
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો