Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું 2023માં પણ IPL રમશે માહી? ધોનીએ આપ્યો આ જવાબ

રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ એક નવા જોશ સાથે મેદાનમાં ઉતરી હોય તેવું લાગ્યું હતું. જોકે, મેચ પહેલા રવિન્દ્ર જાડેજાએ CSK ટીમના કેપ્ટન પદેથી હટવાનો નિર્ણય કર્યો હતો, ત્યારબાદ ટીમે ધોનીને ટીમનું સુકાનીપદ સંભાળવાની જવાબદારી આપી. જેને ધોનીએ પણ સ્વીકારી હતી. હૈદરાબાદ વિરુદ્ધની આ મેચથી એક વાત સ્પષ્ટ થઇ ગઇ છે કે, ધોની યુગ હજુ ખતમ થયો નથી. ટીમના માત્ર કેપ્ટન જ બદલતા ટીમમાં જાણે એક નવી à
શું 2023માં પણ ipl રમશે માહી  ધોનીએ આપ્યો આ જવાબ
રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ એક નવા જોશ સાથે મેદાનમાં ઉતરી હોય તેવું લાગ્યું હતું. જોકે, મેચ પહેલા રવિન્દ્ર જાડેજાએ CSK ટીમના કેપ્ટન પદેથી હટવાનો નિર્ણય કર્યો હતો, ત્યારબાદ ટીમે ધોનીને ટીમનું સુકાનીપદ સંભાળવાની જવાબદારી આપી. જેને ધોનીએ પણ સ્વીકારી હતી. 
હૈદરાબાદ વિરુદ્ધની આ મેચથી એક વાત સ્પષ્ટ થઇ ગઇ છે કે, ધોની યુગ હજુ ખતમ થયો નથી. ટીમના માત્ર કેપ્ટન જ બદલતા ટીમમાં જાણે એક નવી ઉર્જા ઉત્પન્ન થઇ હોય તેવું દેખાયું હતું. ધોની એકવાર ફરી ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન બની ગયા છે. હૈદરાબાદ સામે રમાયેલી મેચમાં જ્યારે ધોની ટોસ માટે મેદાનમાં આવ્યો ત્યારે સ્ટેડિયમમાં હાજર દર્શકોનો ઉત્સાહ જોવા જેવો હતો. IPL 2022 પહેલા જ્યારે ધોનીએ કેપ્ટન્સી છોડી દીધી હતી, ત્યારે એવી ઘણી અફવાઓ હતી કે આ IPL ની સીઝન ધોનીની અંતિમ સીઝન હોઇ શકે છે. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે, પિક્ચર અભી બાકી હૈ. 
રવિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ જ્યારે ધોની ટોસ દરમિયાન મેદાનમાં આવ્યો ત્યારે તેને આ સંબંધિત એક સવાલ પૂછવામાં આવ્યો હતો. ડેની મોરિસને ધોનીને પૂછ્યું કે, 'શું અમે તમને આવતા વર્ષે પીળી જર્સીમાં જોઇ શકીશું?' ધોનીએ આ વાતને ફેરવ્યા વિના આ સવાલનો જવાબ આપ્યો અને કહ્યું કે, તે તમને ફરીથી આ પીળી જર્સીમાં જોવા મળશે. મહેન્દ્રસિંહ ધોનીએ કહ્યું, 'તમે મને પીળી જર્સીમાં ચોક્કસ જોશો, કાં તો આ જર્સી આ જ હશે અથવા બીજી કોઇને ખબર નથી.' આ સિવાય ધોનીએ કહ્યું, 'તમારે વર્તમાન પરિસ્થિતિને સમજવાની જરૂર છે. અમે કેચ છોડ્યા છે, તે એવી વસ્તુઓ છે જ્યાં તમે વધુ સારા બની શકો છો. આ ક્ષેત્રો પર કામ કરવાની જરૂર છે. મહત્વનું છે કે, ગઈકાલે રવિન્દ્ર જાડેજાએ ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમની કેપ્ટન્સી છોડવાની જાહેરાત કરી હતી. તેણે પોતાની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો. આટલું જ નહીં રવિન્દ્ર જાડેજાએ ધોનીને ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમની ફરીથી કેપ્ટનશીપ કરવાની વિનંતી પણ કરી હતી અને ધોનીએ તેનો સ્વીકાર કર્યો હતો.
અગાઉ, જાડેજાની કપ્તાની હેઠળ, CSK 8 માંથી માત્ર 2 મેચ જીતી શક્યું હતુ. જાડેજા કેપ્ટનશીપના બોજા હેઠળ દટાયેલો જોવા મળ્યો હતો, જેના કારણે ન તો તેના બેટમાંથી રન આવ્યા અને ન તો તેની બોલિંગ સારી રહી. ફિલ્ડિંગમાં પણ તે ઘણો સુસ્ત દેખાતો હતો. વળી, CSK ધોનીની કેપ્ટન્સીમાં 4 વખત IPL ટાઈટલ જીતી ચૂક્યું છે. ત્યારે હવે એકવાર ફરી ધોનીના હાથમાં ચેન્નાઈની કમાન આવતા જ જાણે ટીમમાં એક નવી ઉર્જાનું સંચાલન શરૂ થયું હોય તેમ રવિવારે આ ટીમે જીત મેળવી હતી. 
Advertisement
Tags :
Advertisement

.