ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મુંબઈ બાદ ટીમ ઈન્ડિયાને ઝટકો, સૂર્યકુમાર યાદવ દ.આફ્રિકા સિરીઝથી થઇ શકે છે બહાર

મુંબઈ ઈન્ડિયન્સની ટીમના એક માત્ર બેટ્સમેન કે જણે આ વર્ષે તેની બેટિંગથી તેની ટીમને પ્રભાવિત કરી છે. જ્યારે પણ સૂર્યકુમાર યાદવ મેદાનમાં બેટિંગ કરવા ઉતરે ત્યારે મુંબઈની ટીમને આનંદની અનુભૂતિ થતી હતી. પરંતુ હવે તે ઈજાના કારણે IPL થી જ બહાર થઇ ગયો છે. મળી રહેલા સમાચાર મુજબ તે દક્ષિણ આફ્રિકા સામે રમાવાની સિરીઝથી પણ બહાર થવાની સંભાવના છે. ઈજાના કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગ IPL 2022માંથી બહાર થઈ
07:55 AM May 11, 2022 IST | Vipul Pandya
મુંબઈ ઈન્ડિયન્સની ટીમના એક માત્ર બેટ્સમેન કે જણે આ વર્ષે તેની બેટિંગથી તેની ટીમને પ્રભાવિત કરી છે. જ્યારે પણ સૂર્યકુમાર યાદવ મેદાનમાં બેટિંગ કરવા ઉતરે ત્યારે મુંબઈની ટીમને આનંદની અનુભૂતિ થતી હતી. પરંતુ હવે તે ઈજાના કારણે IPL થી જ બહાર થઇ ગયો છે. મળી રહેલા સમાચાર મુજબ તે દક્ષિણ આફ્રિકા સામે રમાવાની સિરીઝથી પણ બહાર થવાની સંભાવના છે. 
ઈજાના કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગ IPL 2022માંથી બહાર થઈ ગયેલા ભારતીય ટોપ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ઓછામાં ઓછા ચાર અઠવાડિયા માટે મેદાનની બહાર રહે તેવી શક્યતા છે. એટલે કે, યાદવ આગામી T20માં દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીની કેટલીક મેચો ગુમાવી શકે છે. જે ટીમ માટે એક મોટા ઝટકાથી ઓછું નહીં હોય. કારણ કે હાલમાં ટીમ ઈન્ડિયાના ઘણા બેટ્સમેન જેમ કે રોહિત શર્મા, વિરાટ કોહલી અને ઈશાન કિશન સારું પ્રદર્શન કરવામાં સફળ થયા નથી. 
મુંબઈના કેપ્ટન રોહિત શર્મા માટે તો આ સિઝન એક ખરાબ સપનાથી ઓછું જ નથી. મહત્વનું છે કે, ભારતીય ખેલાડી 29 મેના રોજ IPLની 15મી સિઝનમાં IPL પૂર્ણ કર્યા બાદ 9 થી 19 જૂન સુધી ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે પાંચ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે.
IPL 2022 પછી, ભારતીય ટીમે ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સાથે 5 મેચોની T20 શ્રેણી રમવાની છે. 5 મેચની T20 ઈન્ટરનેશનલ સિરીઝની મેચ 9 જૂનથી શરૂ થશે અને 19 જૂન સુધી રમાશે. IPL 2022 માં મુંબઈ ઈન્ડિયન્સની 11મી મેચ પહેલા સૂર્યકુમારને ડાબા હાથ પર ઈજા થઈ હતી અને તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તેને 6 મેના રોજ ગુજરાત ટાઇટન્સ સામેની મેચ દરમિયાન આ ઈજા થઈ હતી. IPL 2022 29 મેના રોજ સમાપ્ત થયા પછી, ભારતીય ટીમ 9 થી 19 જૂન સુધી ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે પાંચ T20 મેચ રમશે. 
મુંબઈની ટીમ પહેલેથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે, પરંતુ સૂર્યકુમાર બેટિંગમાં પૂરેપૂરા રંગમાં હતો અને તેણે આ સિઝનમાં ત્રણ અડધી સદીની મદદથી 300થી વધુ રન બનાવ્યા છે. સૂર્યકુમાર અગાઉ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ની શરૂઆતમાં ઈજાના કારણે કેટલીક મેચો ચૂકી ગયો હતો. ફરીથી ઈજાગ્રસ્ત થયા બાદ તે હજુ સુધી બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) ગયો નથી કારણ કે માનવામાં આવે છે કે મુંબઈમાં તેનું સ્કેનિંગ કરવામાં આવશે.
Tags :
CricketGujaratFirstInjuredIPLIPL15IPL2022MIMumbaiIndiansSouthAfricaSportsSuryakumarYadavT20Series
Next Article