LSG vs GT: રોમાંચક મેચમાં લખનૌની જીત,પૂરનની વિસ્ફોટક ઈનિંગ
- રોમાંચક મેચમાં લખનૌની જીત
- ગુજરાત ટાઇટન્સને 6 વિકેટે હરાવ્યું
- પૂરનની વિસ્ફોટક ઈનિંગ
LSG vs GT :ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની 26મી મેચમાં, લખનૌ સુપર જાયન્ટ્સએ ગુજરાત ટાઇટન્સ (LSG vs GT ) ને 6 વિકેટથી હરાવ્યું. ૧૨ એપ્રિલ (શનિવાર) ના રોજ લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં, લખનૌને જીતવા માટે ૧૮૧ રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જે તેણે ૧૯.૩ ઓવરમાં પ્રાપ્ત કર્યો. ચાલુ સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સની છ મેચમાં આ ચોથી જીત હતી. બીજી તરફ, ગુજરાત ટાઇટન્સની છ મેચમાં આ બીજી હાર હતી.
પંતે બનાવ્યા 21 રન
181 રનના લક્ષ્યનો પીછો કરતા લખનૌ સુપર જાયન્ટ્સે કેપ્ટન રિષભ પંત અને એડન માર્કરામ સાથે ઈનિંગની શરૂઆત કરી. બંનેએ ઝડપી શરૂઆત આપી, પરંતુ ગુજરાતની નબળી ફિલ્ડિંગ પણ તેમાં ફાળો આપતી હતી. પંત અને માર્કરામે પાવરપ્લેમાં કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 61 રન બનાવ્યા. પંત 7મી ઓવરના બીજા બોલ પર મોટો શોટ મારવાનો પ્રયાસ કરતી વખતે કેચ આઉટ થયો. તેને 18 બોલમાં 21 રન બનાવ્યા.
એડન માર્કરામની વિસ્ફોટક ઈનિંગ્સ
આ પછી પણ એડન માર્કરામે પોતાની વિસ્ફોટક ઈનિંગ્સ ચાલુ રાખી અને જ્યારે તે આઉટ થયો ત્યારે લખનૌ સુપર જાયન્ટ્સ ખૂબ જ મજબૂત સ્થિતિમાં હતું. માર્કરામ 12મી ઓવરના પહેલા બોલ પર કેચ આઉટ થયો, તેને ૩૧ બોલમાં ઝડપી ૫૮ રન બનાવ્યા. આ ઈનિંગમાં તેને 1 છગ્ગો અને 9 ચોગ્ગા ફટકાર્યા. જ્યારે માર્કરામ આઉટ થયો ત્યારે લખનૌને જીત માટે 53 બોલમાં 58 રનની જરૂર હતી.
આ પણ વાંચો -CSK vs KKR : અલ્ટ્રા એજમાં સ્પાઇક હોવા છતાં Dhoni આઉટ! આ નિર્ણય પર શરૂ થઇ ચર્ચા
નિકોલસ પૂરનની વિસ્ફોટક ઈનિંગે મેચને એકતરફી બનાવી દીધી
ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા નિકોલસ પૂરને પણ ગુજરાત ટાઈટન્સના બોલરો પર પ્રહારો કર્યા. તેને 13મી ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો ફટકારીને 23 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી. આ સાથે, તેને તેની ઓરેન્જ કેપ પણ પાછી મળી, જે પહેલી ઈનિંગ પછી સાઈ સુદર્શનને મળી ગઈ હતી.નિકોલસ પૂરને 34 બોલમાં 61 રનની ધમાકેદાર ઈનિંગ રમી, આ ઈનિંગમાં તેને 7 છગ્ગા અને 1 ચોગ્ગો ફટકાર્યો. રાશિદ ખાન દ્વારા ફેંકાયેલી 16મી ઓવરના બીજા બોલ પર તે કેચ આઉટ થયો, આ સમયે ટીમનો સ્કોર 155/3 હતો અને જીત માટે 26 રનની જરૂર હતી.
આ પણ વાંચો -CSK vs KKR : કોલકાતા નાઇટ રાઇડર્સની એક તરફી જીત
ગિલ-સાઈની સદીની પાર્ટનરશિપ ગઈ વ્યર્થ
ગુજરાત ટાઈટન્સે પ્રથમ બેટિંગ કરીને 180 રન બનાવ્યા હતા, પરંતુ શુભમન ગિલ અને સાઈ સુદર્શને જે રીતે શરૂઆત આપી હતી, તેનાથી સ્કોર ઓછામાં ઓછો 210 સુધી પહોંચી જવો જોઈતો હતો. ગિલ (60) અને સુદર્શને (56) પ્રથમ વિકેટ માટે 120 રન ઉમેર્યા હતા. ગુજરાતનો મિડલ ઓર્ડર નિષ્ફળ ગયો અને છેલ્લી 8 ઓવરમાં ગુજરાતની ટીમ ફક્ત 60 રન જ બનાવી શકી.શાર્દુલ ઠાકુર અને રવિ બિશ્નોઈએ 2-2 વિકેટ લીધી હતી. શાર્દુલે તેના T20 કરિયરમાં 200 વિકેટ પૂર્ણ કરી. 4 ઓવરનો સ્પેલ પૂર્ણ કરનારા બોલરોમાં, દિગ્વેશ સિંહ સૌથી વધુ ઈકોનોમિક બોલર હતો, તેને 4 ઓવરમાં 30 રન આપીને 1 વિકેટ લીધી.