ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાત અને રાજસ્થાનની ટીમ પર થશે પૈસાનો વરસાદ, હારનાર ટીમને પણ મળશે આટલા કરોડ

IPL 2022 ના બીજા ક્વોલિફાયરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો રાજસ્થાન રોયલ્સ સામે 7 વિકેટે પરાજય થયો હતો. આ સાથે ફરી એકવાર RCB ખેલાડીઓ અને તેમના ચાહકોનું ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. જોકે હાર છતાં આ ટીમ પર કરોડો રૂપિયાનો વરસાદ થયો હતો. રાજસ્થાન રોયલ્સ સામેની હાર બાદ RCB પોઈન્ટ ટેબલમાં સિઝનમાં ત્રીજા સ્થાને રહી. મીડિયા અહેવાલો અનુસાર RCBને શાનદાર IPL સિઝન માટે 7 કરોડ રૂપિયાની ઈનામી રકà
10:49 AM May 29, 2022 IST | Vipul Pandya

IPL 2022 ના બીજા ક્વોલિફાયરમાં
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો રાજસ્થાન રોયલ્સ સામે 7 વિકેટે પરાજય થયો હતો. આ સાથે
ફરી એકવાર
RCB ખેલાડીઓ અને તેમના ચાહકોનું ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું.
જોકે હાર છતાં આ ટીમ પર કરોડો રૂપિયાનો વરસાદ થયો હતો. રાજસ્થાન રોયલ્સ સામેની હાર
બાદ
RCB પોઈન્ટ ટેબલમાં સિઝનમાં ત્રીજા સ્થાને રહી. મીડિયા અહેવાલો અનુસાર RCBને શાનદાર IPL સિઝન માટે 7 કરોડ રૂપિયાની
ઈનામી રકમ આપવામાં આવશે
. જ્યારે ચોથા નંબરની લખનૌ સુપર
જાયન્ટ્સને તેમના ખાતામાં 6.50 કરોડ રૂપિયા મળશે.


હાર્દિક પંડ્યાની ગુજરાત
ટાઇટન્સ અને સંજુ સેમસનની રાજસ્થાન રોયલ્સ આ વર્ષની
IPLની ફાઇનલમાં જગ્યા બનાવવામાં
સફળ રહી છે. વિજેતા ટીમને 20 કરોડ અને હારનાર ટીમને 13 કરોડ મળશે. 
આ સિવાય પર્પલ કેપ અને ઓરેન્જ
કેપ જીતનાર ખેલાડીઓને 15-15 લાખ રૂપિયા આપવામાં આવશે. બીજી તરફ
, ઉભરતા ખેલાડીને 20 લાખ
રૂપિયાનું ઈનામ મળશે. લીગ તબક્કામાં બહાર થઈ ગયેલી ટીમોને કેટલી રકમ મળશે તે વિશે
કોઈ માહિતી નથી.

વિજેતા ટીમને 2008માં 4.8 કરોડ
રૂપિયા મળ્યા હતા


IPLની પ્રથમ સિઝન 2008માં રમાઈ હતી.
જે
દરમિયાન રાજસ્થાન રોયલ્સે શેન વોર્નના નેતૃત્વમાં ટાઈટલ જીત્યું હતું. તે દરમિયાન
આરઆરને 4.8 કરોડ રૂપિયા મળ્યા હતા. જેમ જેમ આ લીગ આખી દુનિયામાં લોકપ્રિય થતી ગઈ
તેમ તેમ ઈનામની રકમ પણ વધતી ગઈ. આજે ટાઈટલ જીતનાર ટીમને 20 કરોડ રૂપિયાનું ઈનામ
મળે છે.

Tags :
croresGujaratandRajasthanteamsGujaratFirstIPL2022money
Next Article