Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ધોનીના એક નિર્ણયથી ન્યૂઝીલેન્ડ ખેલાડીનું તૂટ્યું સપનું, પોતે જ કર્યો ખુલાસો

IPL 2022 ની 15મી સીઝન શરૂ થઇ ગઇ છે. જોકે, તે પહેલા જ એમ.એસ.ધોનીએ એક એવો નિર્ણય કર્યો જે તેના ફેન્સ માટે એક ચોંકાવનારો રહ્યો હતો. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ ધોનીએ CSKની કેપ્ટનશિપ છોડી દીધી હતી. આ નિર્ણય આવ્યા બાદ ઘણા દિગ્ગજ ખેલાડીઓ ચોંકી ગયા જેમા ન્યૂઝીલેન્ડ ખેલાડી ડેવોન કોનવે પણ સામેલ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022નું બ્યુગલ વાગી ગયું છે. તેની છ મેચ રમાઈ ચુકી છે. IPLની 15મી સીઝનમાં ન્યૂઝીલેન્ડનàª
ધોનીના એક નિર્ણયથી ન્યૂઝીલેન્ડ ખેલાડીનું તૂટ્યું સપનું  પોતે જ કર્યો ખુલાસો
IPL 2022 ની 15મી સીઝન શરૂ થઇ ગઇ છે. જોકે, તે પહેલા જ એમ.એસ.ધોનીએ એક એવો નિર્ણય કર્યો જે તેના ફેન્સ માટે એક ચોંકાવનારો રહ્યો હતો. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ ધોનીએ CSKની કેપ્ટનશિપ છોડી દીધી હતી. આ નિર્ણય આવ્યા બાદ ઘણા દિગ્ગજ ખેલાડીઓ ચોંકી ગયા જેમા ન્યૂઝીલેન્ડ ખેલાડી ડેવોન કોનવે પણ સામેલ છે. 
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022નું બ્યુગલ વાગી ગયું છે. તેની છ મેચ રમાઈ ચુકી છે. IPLની 15મી સીઝનમાં ન્યૂઝીલેન્ડના 12 ખેલાડીઓએ ભાગ લીધો છે. આ 12 કીવી ટીમના ખેલાડીઓમાંથી એક ડેવોન કોનવે એમએસ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ છે. ચાર વખતના ચેમ્પિયન CSK સાથે સંકળાયેલા હોવા છતાં, તે થોડો નિરાશ જોવા મળી રહ્યો છે કારણ કે મહેન્દ્ર સિંહ ધોનીના નિર્ણયથી તેના સપના અને તેનું હૃદય બંને તૂટી ગયું છે. જીહા, ડેવોન કોનવેનું સપનું એમએસ ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નાઈ સુપર કિંગ્સમાં રમવાનું હતું. પરંતુ, સુકાની પદેથી રાજીનામું આપ્યા બાદ તેનું દિલ અને સપના બંને તૂટી ગયા છે. આ વર્ષે તે CSKનો ભાગ છે પરંતુ, ધોની ટીમનો કેપ્ટન નથી. 
ડેવોન કોનવે એમએસ ધોનીનો મોટો ચાહક છે. તે એમએસ ધોનીની ટીમનો પણ એક ભાગ છે. તાજેતરમાં CSKએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી કોનવેનો એક વિડીયો અપલોડ કર્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે, હું હંમેશા એમએસ ધોનીની કેપ્ટનશિપમાં રમવા માંગતો હતો. ધોની એક શાનદાર કેપ્ટન છે અને મેં તેની સાથે નાની વાતચીત કરી હતી. મેં કહ્યું, તમે ચોક્કસ બીજી સીઝનમાં કેપ્ટન બનવા માંગતા નથી. જોકે, તેણે જવાબ આપવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે તે હંમેશા આસપાસ રહેશે. આગળ કોનવેએ કહ્યું કે, “થોડા દિવસો પહેલા, લંચ કરતી વખતે મેં એમએસ અને જડ્ડુ (જાડેજા) સાથે વાતચીત કરી હતી. તે ખૂબ જ ડાઉન ટૂ અર્થ વ્યક્તિ છે અને તેની સાથે વાત કરવી સરળ છે.
જો આપણે CSK માટે ડેવોન કોનવેની પ્રથમ મેચની વાત કરીએ તો કોનવેએ સીઝનની સારી શરૂઆત કરી ન હતી. KKR સામે ઓપનિંગ કરતા તે માત્ર 3 રન બનાવી શક્યો હતો. બીજી તરફ રવિન્દ્ર જાડેજાની વાત કરીએ તો જાડેજાએ IPL 2022ની પ્રથમ મેચમાં સાબિત કરી દીધું છે કે તે ધોનીના અનુભવનો પૂરેપૂરો ફાયદો ઉઠાવશે. CSKના કેપ્ટન બન્યા બાદ જાડેજાએ કહ્યું હતું કે ધોની હંમેશા તેની આસપાસ રહેશે, જેના કારણે તેના પર કેપ્ટનશિપનું વધારે દબાણ નથી.  
Advertisement
Tags :
Advertisement

.