Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Houthis સેનાએ અમેરિકાના સૌથી ખતરનાક MQ-9 ડ્રોનને કર્યું ધ્વસ્ત

બળવાખોરોએ અમેરિકન Drone પર હુમલા તેજ કર્યા છે લડવૈયાઓએ યમનના મારીબ પ્રાંતમાં ઉડતા Drone ને તોડી પાડ્યું અમેરિકા યમનમાં દેખરેખ માટે વર્ષોથી MQ-9 નો ઉપયોગ કરી રહ્યું American MQ-9 Drone : યમનના Houthis બળવાખોરોએ અમેરિકાના સૌથી શક્તિશાળી MQ-9 Drone...
houthis સેનાએ અમેરિકાના સૌથી ખતરનાક mq 9 ડ્રોનને કર્યું ધ્વસ્ત
  • બળવાખોરોએ અમેરિકન Drone પર હુમલા તેજ કર્યા છે

  • લડવૈયાઓએ યમનના મારીબ પ્રાંતમાં ઉડતા Drone ને તોડી પાડ્યું

  • અમેરિકા યમનમાં દેખરેખ માટે વર્ષોથી MQ-9 નો ઉપયોગ કરી રહ્યું

American MQ-9 Drone : યમનના Houthis બળવાખોરોએ અમેરિકાના સૌથી શક્તિશાળી MQ-9 Drone ને નષ્ટ કરીને પેન્ટાગોનને ચોંકાવી દીધું છે. MQ-9 Drone નો સમાવેશ વિશ્વના સૌથી ખતરનાક Drone ની યાદીમાં સમાવેશ કરવામાં આવે છે. MQ-9 Drone એ નષ્ટ કરવું ઘણા દેશની સેના માટે અશક્ય છે. પરંતુ આજરોજ યમનના Houthis ઓએ દાવો કર્યો છે કે તેઓએ વહેલી સવારે દેશના એરસ્પેસમાં ઉડતા MQ-9 સર્વેલન્સ Drone ને તોડી પાડ્યું હતું. Houthis ઓએ કહ્યું કે આ કાર્યવાહીના જવાબમાં US એ Houthis નિયંત્રિત વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા.

Advertisement

બળવાખોરોએ અમેરિકન Drone પર હુમલા તેજ કર્યા છે

તો US સૈન્યએ કહ્યું છે કે, તે આ દાવાથી સહમત નથી. કારણ કે... US સૈન્યને યમનમાં Drone ને તોડી પાડવા અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. Houthis બળવાખોરોએ તેમના દાવાને સમર્થન આપવા માટે કોઈપણ ફોટા અથવા વિડિયો પ્રકાશિત કર્યા નથી. પરંતુ 2014 માં યમનની રાજધાની સના પર કબજો કર્યા પછી, Houthis બળવાખોરોએ મોટી સંખ્યામાં MQ-9 Drone તોડી પાડ્યા છે. ગયા વર્ષે ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યા બાદ Houthis બળવાખોરોએ અમેરિકન Drone પર હુમલા તેજ કર્યા છે અને લાલ સમુદ્રના કોરિડોરમાં જહાજોને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું છે.

આ પણ વાંચો: US રાષ્ટ્રપતિ Joe Biden કામ પરથી રજા લેવાના મામલે ઘણા આગળ, આંકડો જાણીને તમે દંગ રહી જશો

Advertisement

લડવૈયાઓએ યમનના મારીબ પ્રાંતમાં ઉડતા Drone ને તોડી પાડ્યું

Houthis સેનાના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ યાહ્યા સરીએ એક વીડિયોમાં અમેરિકન Drone ને તોડી પાડવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે Houthis લડવૈયાઓએ યમનના મારીબ પ્રાંતમાં ઉડતા Drone ને તોડી પાડ્યું છે. મારીબ તેના તેલ અને કુદરતી ગેસના ભંડાર માટે જાણીતું છે. આ પ્રાંત સાઉદી અરેબિયાની આગેવાની હેઠળના ગઠબંધન દળો દ્વારા નિયંત્રિત છે, જે 2015 થી બળવાખોરો સામે લડી રહ્યા છે.

Advertisement

અમેરિકા યમનમાં દેખરેખ માટે વર્ષોથી MQ-9 નો ઉપયોગ કરી રહ્યું

બીજી તરફ MQ-9 Drone ની વાત કરીએ તો, તેની કિંમત અંદાજે $30 મિલિયન છે. આ Drone 50 હજાર ફૂટની ઉંચાઈ પર 24 કલાક સુધી સતત ઉડી શકે છે. અમેરિકા યમનમાં દેખરેખ માટે વર્ષોથી MQ-9 નો ઉપયોગ કરી રહ્યું છે. US Drone ને તોડી પાડ્યા હોવાનો દાવો કર્યા પછી, Houthis બળવાખોરોની અલ-મસિરા સેટેલાઇટ ન્યૂઝ ચેનલે ઇબ શહેરની નજીક એક વિશાળ US હવાઈ હુમલાની જાણ કરી હતી. અમેરિકી સૈન્યએ આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી, પરંતુ US દળ જાન્યુઆરીથી Houthis બળવાખોરો સામે આક્રમણ ચલાવી રહ્યા છે.

આ પણ વાંચો: Russia Ukraine War : 'ભારત રોકી શકે છે રશિયા-યુક્રેન યુદ્ધ', પુતિન પછી જ્યોર્જિયા મેલોનીનું મોટું નિવેદન...

Tags :
Advertisement

.