Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કેનેડામાં નોકરી કરો છો? તો આ સમાચાર તમારા માટે જ...

કેનેડા સરકારનો કડક નિર્ણય કેનેડા સરકારે કામચલાઉ વિદેશી કામદારો પર લગાવ્યો કડક નિયંત્રણ કેનેડામાં નવા નિયમો: હવે 10% થી વધુ વિદેશી કામદારો નહિ રાખી શકાય Canada News : કેનેડાના વડા પ્રધાન, જસ્ટિન ટ્રુડો (Canadian Prime Minister Justin Trudeau) એ...
07:45 AM Aug 27, 2024 IST | Hardik Shah
Canada for Foreign Workers

Canada News : કેનેડાના વડા પ્રધાન, જસ્ટિન ટ્રુડો (Canadian Prime Minister Justin Trudeau) એ સોમવારે જાહેરાત કરી કે તેમની સરકાર કેનેડામાં ઓછા વેતનની નોકરી (low-wage jobs) ઓ માટે નોકરી પર રાખવામાં આવતાં કામચલાઉ વિદેશી કામદારો (Temporary Foreign Workers) ની સંખ્યામાં ઘટાડો કરશે. PM ટ્રુડોએ સોશિયલ મીડિયા (Social Media) પર એક પોસ્ટ દ્વારા કહ્યું કે, "અમે કેનેડામાં ઓછા વેતનમાં કામ કરનારા કામદારોની સંખ્યા ઘટાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. બજારની સ્થિતિ બદલાઈ ગઈ છે, અને હવે સમય આવી ગયો છે કે કેનેડિયન કામદારો અને યુવાનોને વધુ તક મળે."

કોવિડ-19 પછીનો પરિવર્તન અને વિદેશી કામદારોની સંખ્યા

કોવિડ-19 બાદ, કેનેડામાં કામદારોની તંગી વચ્ચે, સરકાર દ્વારા વિદેશી કામદારોને નોકરી આપવા માટે નિયમોમાં રાહત આપવામાં આવી, જેના પરિણામે કેનેડામાં વિદેશી કામદારોની સંખ્યામાં ઐતિહાસિક વધારો જોવા મળ્યો. જો કે, કેટલાક નિષ્ણાતો માને છે કે આ પગલાંથી ઇમિગ્રન્ટ યુવાનો માટે બેરોજગારી વધવાની શક્યતા છે.

ઉચ્ચ બેરોજગારી ધરાવતા વિસ્તારોમાં વિદેશી કામદારો પર પ્રતિબંધ

CBC ના અહેવાલ મુજબ, હવે કોઈ પણ નોકરીદાતા એવા વિસ્તારોમાં, જ્યાં બેરોજગારીનો દર ઊંચો છે અથવા 6 ટકાથી વધુ છે, ત્યાં વિદેશી કામચલાઉ કામદારોને નોકરી પર નહીં રાખી શકે. પરંતુ માનવતાવાદી સહાયના રૂપમાં, એવું કહેવામાં આવ્યું છે કે આવા સ્થળોએ ખોરાકની સુરક્ષા અપવાદરૂપે રાખવામાં આવી છે, જેથી કોઈ વ્યક્તિની ખાદ્ય સુરક્ષા જોખમમાં ન આવે. આમાં કૃષિ, ખાદ્ય પ્રોસેસિંગ, મત્સ્યોદ્યોગ અને મકાન બાંધકામ જેવી નોકરીઓનો સમાવેશ થાય છે.

કામદારોની હદ અને કોન્ટ્રાક્ટ ટર્મમાં ફેરફાર

અહેવાલ અનુસાર, હવે કાયદા મુજબ કોઈ પણ નોકરીદાતાને તેની કુલ વર્કફોર્સમાંથી માત્ર 10% કામચલાઉ વિદેશી કર્મચારીઓને જ રાખવાની પરવાનગી મળશે. સાથે જ, સરકાર અસ્થાયી કામદારોના 2 વર્ષના કોન્ટ્રાક્ટને 1 વર્ષ સુધી ઘટાડવાનો પણ વિચાર કરી રહી છે.

કેનેડિયન મંત્રી રેન્ડી બોઈસોનોલ્ટનું નિવેદન

એક અહેવાલમાં જણાવ્યા મુજબ, કેનેડાના મંત્રી રેન્ડી બોઈસોનોલ્ટે કહ્યું કે, "કામદારોની અછત દૂર કરવા માટે અસ્થાયી વિદેશી કામદાર કાર્યક્રમ અમલમાં લવાયો હતો, તે સમયે અમે લાયક કેનેડિયન કામદારો શોધી શક્યા ન હતા. હવે, બજારમાં વધુ કેનેડિયન લાયકાત ધરાવે છે, તેથી આ પરિવર્તન કરવું જરૂરી છે. આ ફેરફારથી કેનેડિયન કામદારોને પ્રાથમિકતા આપવામાં આવશે અને તે પણ ખાતરી કરવામાં આવશે કે કેનેડિયનો વિશ્વાસ કરી શકે કે તેમની સરકાર તેમના હિતોની રક્ષા કરી રહી છે."

નવાં પગલાંથી શું બદલાશે?

આ નીતિમાં ફેરફારો દ્વારા, કેનેડા સરકારે સ્થાનિક કામદારો અને યુવાનોને વધારે પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય રાખ્યું છે, જેથી તેઓ નોકરીઓમાં આગળ વધી શકે અને વિશ્વાસ જળવાઈ રહે કે સરકાર તેમના હિતો માટે મજબૂત પ્રતિબદ્ધ છે.

આ પણ વાંચો:  દુનિયા રહે હવે સાવધાન! NORTH KOREA ના કિમ જોંગ ઉનએ કર્યું SUICIDE DRONE નું પરીક્ષણ

Tags :
canadaCanada for Foreign WorkersCanada government decisionCanada immigration policy changescanada newsCanadian labor market policyCanadian unemployment and foreign workersCanadian youth employment opportunitiesForeign worker hiring limit CanadaForeign WorkersForeign Workers in CanadaGujarat FirstHardik ShahHumanitarian aid exceptions in CanadaImpact of new labor laws in CanadaJustin Trudeau announcementLow-wage jobs CanadaNew Canadian labor regulationsPost-COVID labor market changesRestriction on foreign workers in CanadaTemporary foreign workers CanadaTemporary worker contracts Canada
Next Article