ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

US airstrike 74 લોકોના મોત, 170થી વધુ ઘાયલ,યમનના હૂતી બળવાખોરોનો દાવો

યમનના હૂતી બળવાખોરોએ દાવો કર્યો યુએસ હવાઈ હુમલામાં 74 લોકોના મોત એક તેલ બંદરને નિશાન બનાવવામાં આવ્યું US airstrike: યમનના હૂતી બળવાખોરોએ દાવો કર્યો છે કે યુએસ હવાઈ હુમલામાં (US airstrike)મૃત્યુઆંક વધીને 74 થઈ ગયો છે, જ્યારે 171 લોકો...
08:56 PM Apr 18, 2025 IST | Hiren Dave
યમનના હૂતી બળવાખોરોએ દાવો કર્યો યુએસ હવાઈ હુમલામાં 74 લોકોના મોત એક તેલ બંદરને નિશાન બનાવવામાં આવ્યું US airstrike: યમનના હૂતી બળવાખોરોએ દાવો કર્યો છે કે યુએસ હવાઈ હુમલામાં (US airstrike)મૃત્યુઆંક વધીને 74 થઈ ગયો છે, જ્યારે 171 લોકો...
featuredImage featuredImage
Houthi rebels

US airstrike: યમનના હૂતી બળવાખોરોએ દાવો કર્યો છે કે યુએસ હવાઈ હુમલામાં (US airstrike)મૃત્યુઆંક વધીને 74 થઈ ગયો છે, જ્યારે 171 લોકો ઘાયલ થયા છે. આ હુમલાઓ દેશના એક તેલ બંદરને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા. એસોસિએટેડ પ્રેસ (એપી) ના અહેવાલ મુજબ, હુથી બળવાખોરોએ એક જાહેર નિવેદનમાં આ માહિતી આપી હતી. જોકે, યુએસ સેના દ્વારા હજુ સુધી આ દાવાની પુષ્ટિ કરવામાં આવી નથી. હૂતી બળવાખોરોએ જણાવ્યું હતું કે આ હુમલો એક મહિનાના હવાઈ હુમલામાં અત્યાર સુધીનો સૌથી ઘાતક હતો.

મળતી માહિતી અનુસાર, યુએસ સેનાએ યમનના મુખ્ય રાસ ઇસા બંદર પર હવાઈ હુમલાની પુષ્ટિ કરી છે. સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) અનુસાર, આ હુમલાઓનો ઉદ્દેશ્ય હુથી બળવાખોરોની આર્થિક ક્ષમતાઓને નબળી પાડવાનો હતો.

સેન્ટકોમે X પરની એક પોસ્ટમાં જણાવ્યું

સેન્ટકોમે X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ઈરાન સમર્થિત હૂતી બળવાખોરો તેમના લશ્કરી કામગીરીને ટકાવી રાખવા, નિયંત્રણ સ્થાપિત કરવા અને આયાતમાંથી નફો મેળવવા માટે ઓઇલનો ઉપયોગ કરે છે. આ ઓઇલ આમ તો, કાયદેસર રીતે યમનના લોકો સુધી પહોંચવું જોઈએ.

આ પણ  વાંચો - Modi Meets Musk: PM મોદી અને એલોન મસ્ક વચ્ચે ટેકનોલોજી અને નવીનતા પર ચર્ચા થઈ

 હૂતી બળવાખોરો માટે આર્થિક શક્તિનો મુખ્ય સ્ત્રોત છે

બીજી તરફ, યુએસ આર્મીના મતે, રાસ ઇસા પોર્ટ હૂતી બળવાખોરોની આર્થિક શક્તિનો મુખ્ય સ્ત્રોત છે અને ત્યાંથી થતી ઓઇલની આવકનો ઉપયોગ શસ્ત્રો અને લશ્કરી કામગીરી માટે થઈ રહ્યો છે. તેથી પોર્ટને 'ડીગ્રેડ' કરવું એટલે કે તેને અક્ષમ કરવું જરૂરી છે.

આ પણ  વાંચો - Israel-Hamas War : હમાસ શરણાગતિના મૂડમાં! ઇઝરાયલ શું કરશે?

લાલ સમુદ્ર અને એડનના અખાતમાં થયેલા હુમલાઓનો પ્રતિભાવ

તમને જણાવી દઈએ કે અમેરિકન હુમલો લાલ સમુદ્ર અને એડનના અખાતમાં નાગરિક જહાજો અને લશ્કરી જહાજો પર હૂતી બળવાખોરો દ્વારા કરવામાં આવેલા હુમલાના જવાબમાં કરવામાં આવ્યો છે. અમેરિકા 15 માર્ચથી લગભગ દરરોજ હૂતીના અલગ અલગ ટાર્ગેટ પર હવાઈ હુમલા કરી રહ્યું છે. 2023 ના અંતથી ગાઝામાં પેલેસ્ટિનિયનોના સમર્થનમાં હૂતી બળવાખોરો આ હુમલાઓનું નામ આપી રહ્યા છે.

રાસ ઇસા બંદર કેમ મહત્વપૂર્ણ છે?

રાસ ઇસા બંદર યમનના ઉત્તરીય ભાગમાં આવેલું છે અને ત્યાંથી ઓઇલનો પુરવઠો અને વેપાર થાય છે. બંદર પર હુમલો તે જગ્યાએ થયો છે જ્યાં નાગરિકો પણ કામ કરે છે, આ હુમલો યમનના માનવતાવાદી સંકટને વધુ ઘેરું બનાવી શકે છે.

Tags :
AirStrikeAmericaGazagulf-of-adenHouthi rebelsPalestineRed SeaUSUS airstrikeYemen