Gulf of Aden: એડનની ખાડીમાં વેપારી જહાજ પર મિસાઈલ હુમલો, નૌસેના મદદે પહોંચી
Gulf of Aden: લાલ સાગરમાં હૂતિ વિદ્રોહિઓનો આતંક સતત વધી રહ્યો છે. એડનની ખાડીમાં હૂતિ વિદ્રોહિઓએ બ્રિટનના મર્ચન્ટ શિપર હુમલો કર્યો છે. મિસાઈલ એટેક બાદ શિપમાં આગ લાગી ગઈ. 26 જાન્યુઆરીની રાત્રે એમવી માર્લિન લૉન્ડા પર મિસાઈલ હુમલો કરાયો હતો. હવે ભારતે મદદ માટે INS વિશાખાપટ્ટનમને રવાના કર્યું છે. બ્રિટનના ઓઈલ શિપ પર 22 ભારતીય પણ સવાર છે.
ભારતીય નૌસેનાએ શનિવારે કહ્યું કે એડનની ખાડી (Gulf of Aden) માં MV માર્લિન લુઆન્ડા પર હુમલાના સમાચાર મળ્યા બાદ INS વિશાખાપટ્ટનમ, જે મિસાઇલ માર્ગદર્શિત વિનાશક છે. તૈનાત કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ પહેલા માર્શલ દ્વીપ ફ્લેગ માર્લિન લુઆન્ડાએ ડિસ્ટ્રેસ કોલ જારી કરીને નુકસાનની જાણકારી આપી હતી.
INS Visakhapatnam, a guided missile destroyer, deployed in the Gulf of Aden responded to a distress call from MV Merlin Luanda on the night of 26 Jan 24. The MV has 22 Indian and 01 Bangladeshi crew onboard: Indian Navy
Based on the request from the MV Merlin Luanda, INS… pic.twitter.com/siwyMUD2r1
— ANI (@ANI) January 27, 2024
ભારતીય નૌસેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું- INS વિક્રમાદિત્યને મદદ માટે મોકલવામાં આવ્યું છે. NBCD ટીમના લોકો આધુનિક ટેક્નિકનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. એમવી પર 22 ભારતીય અને બાંગ્લાદેશના એક ક્રૂ છે. નૌસેનાએ કહ્યું કે- અમે એમવી અને લોકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ.
યમનના હૂતિ વિદ્રોહીઓએ તેણી જવાબદારી લીધી હતી
આ હુમલા બાદ યમનના હૂતિ વિદ્રોહીઓએ તેણી જવાબદારી લીધી હતી. ધ ગાર્જિયનના જણાવ્યા મુજબ બ્રિટિશ ઓઈલ ટેન્કર માર્લિન લૉન્ડાને હૂતિઓએ ટાર્ગેટ કર્યું હતું. યમનની પાસે જ આ શિપ પર મિસાઈલ છોડવામાં આવી હતી. જો કે હુમલામાં કોઈનો જીવ નથી ગયો. ચીનની એજન્સીએ જણાવ્યું હતું કે શિપની નજીક બે મિસાઈલ ફાટી હતી. આ યમનના હૂતીઓએ US-UK સમુદ્રી ગઠબંધનનો જવાબ આપ્યો છે.
શિયા મુસ્લિમોએ 1990ના દશકામાં એક વિદ્રોહી સંગઠન બનાવ્યું હતું.
યમનમાં લાંબા સમયથી શિયા અને સુન્નીઓ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. શિયા મુસ્લિમોએ 1990ના દશકામાં એક વિદ્રોહી સંગઠન બનાવ્યું હતું. જેણે જ હૂતિ વિદ્રોહી સંગઠન તરીકે ઓળખવામાં આવે છે. 2014માં હૂતિઓએ યમનની રાજધાની પર કબજો કર્યો હતો. તો ઈરાન હૂતિ વિદ્રોહીઓને સાથ આપે છે. ઈરાનના સાથને કારણે જ આ સંગઠન અમેરિકાનો વિરોધ કરે છે. એવામાં લાલ સાગરમાં તેણે બ્રિટન અને અમેરિકાના શિપને ટાર્ગેટ બનાવવાનું શરુ કર્યું છે. અમેરિકાએ પણ અનેક દેશોની સાથે મળીને સમુદ્રમાં હૂતિ વિદ્રોહીઓ વિરુદ્ધ અભિયાન ચલાવ્યું છે.
26 જાન્યુઆરીએ માહિતી મળી હતી
ભારતીય નૌકાદળે કહ્યું કે 26 જાન્યુઆરીની રાત્રે MV માર્લિન લુઆન્ડા તરફથી એક ડિસ્ટ્રેસ કોલ આવ્યો હતો, જેના પર કાર્યવાહી કરીને INS વિશાખાપટ્ટનમને એડનની ખાડી (Gulf of Aden) માં તૈનાત કરવામાં આવી છે.
આ પણ વાંચો - Governor Protest: અમિત શાહ સાથે વાત કરાવો…ભડક્યા કેરળના ગર્વનર, રસ્તા પર જ કર્યા ધરણા