Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Trump નો ભારતમાં પણ મોટો ધંધો! ઘર ખરીદવા માટે લોકો કરે છે પડાપડી

Donald Trump Business In India : અમેરિકા સહિત સમગ્ર વિશ્વના અનેક શહેરોમાં ડોનાલ્ડ ટ્રમ્પનો બિઝનેસ ફેલાયેલો છે.
trump નો ભારતમાં પણ મોટો ધંધો  ઘર ખરીદવા માટે લોકો કરે છે પડાપડી

Donald Trump Business In India : અમેરિકા સહિત સમગ્ર વિશ્વના અનેક શહેરોમાં ડોનાલ્ડ ટ્રમ્પનો બિઝનેસ ફેલાયેલો છે. ભારતના મુંબઇ,પુણે,કોલકાતા અને ગુરૂગ્રામ જેવા અનેક શહેરોમાં Trump Tower જોવા મળે છે.

Advertisement

ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) એકવાર ફરીથી અમેરિકાના રાષ્ટ્રપતિ (US President) બની ચુક્યા છે. 78 વર્ષીય ટ્રંપ ન માત્ર રાજનીતિના ક્ષેત્રમાં ખુબ જ મોટો ચહેરો છે પરંતુ સફળ બિઝનેસમેન પણ છે. ટ્રમ્પનો વ્યાપાર સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. મુંબઇ, પુણે, ગુરૂગ્રામ અને કોલકાતા સહિત અનેક મોટા શહેરો સાથે ટ્રમ્પનો કારોબાર છે.

આ પણ વાંચો : પાકિસ્તાની યુવતીનો દાવો..હું Trump ની અસલી પુત્રી છું...

Advertisement

મુંબઇથી માંડીને ગુરૂગ્રામ સુધી બિઝનેસ

US President ડોનાલ્ડ ટ્રમ્પનો ભારત સાથે ગાઢ સંબંધ છે. એક દિગ્ગજ બિઝનેસમેન તરીકે પણ તેમની ઓળખ છે. તેમનો બિઝનેસ ભારતના અનેક શહેરોમાં કાર્યાલય છે. ભારતમાં રિયલ એસ્ટેટ (Real estate) સેક્ટરમાં ટ્રમ્પ ફેમિલીનું મોટુ રોકાણ છે અને આ તમામ પ્રોજેક્ટના નામ પણ ટ્રમ્પના નામ પર જ હોય છે. ટ્રમ્પને રિયલ એસ્ટેટ બિઝનેસ વારસામાં મળ્યો હતો. તેમણે આ બિઝનેસને સફળતા પર પહોંચાડ્યો. ભારતની વાત કરીએ તો Mumbai, Pune, Gurugram Kolkata જેવા શહેરોમાં ટ્રમ્પ ટાવર (Trump Tower) જોવા મળશે.

આ પણ વાંચો : હવે કમલા નહીં....Usha ની વિશ્વભરમાં થઇ રહી છે ચર્ચા....

Advertisement

Donald Trump ની રિયલ એસ્ટેટ કંપની ધિ ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશન, ભારતના લોઢા ગ્રુપ, પંચશીલ રિયલ્ટી, એમ3એમ, ટ્રિબેટા, યૂનિમાર્ક અને આિરિયો સાથે મળીને રિયલ એસ્ટેટનો બિઝનેસ કરે છે. ટ્રમ્પ પ્રોજેક્ટની ઉંચી કિંમત હોવા છતા તેની ખુબ જ ડિમાન્ડ પણ રહે છે.

ગુરૂગ્રામમાં ટ્રમ્પનું રોકાણ

રાજધાની દિલ્હીની નજીક ગુરૂગ્રામમાં ટ્રિબેકા ટ્રમ્પ ટાવર્સ છે, જેમાં ટ્રમ્પનું રોકાણ છે. આ ગુરૂગ્રામના સેક્ટર 65 માં આવેલું છે. ગુરૂગ્રામમાં 50 માળના 2 ટ્રમ્પ ટાવર્સ છે અને તેનો વિસ્તાર પણ કરવામાં આવી રહ્યો છે. અહીં ફ્લેટની શરૂઆતી કિંમત 4 કરોડ રૂપિયા કરતા વધારે છે.

આ પણ વાંચો : Amit Shah: સીમાવિહીન અને અદ્રશ્ય આતંકવાદ સામે તૈયારી જરુરી

કોલકાતામાં ટ્રમ્પ ટાવર

કોલકાતામાં ભારતીય કંપની યૂનિમાર્ક ગ્રુપ, આરડીબી ગ્રુપ અને ટ્રિબેકા ડેવલોપર્સની મદદથી ટ્રમ્પ ટાવર ઉભુ કરવામાં આવ્યું છે. આ ટાવરની ઉંચાઇ 39 માળ છે. કોલકાતામાં ટ્રમ્પ ટાવરમાં ફ્લેટની કિંમત 3.75 કરોડ રૂપિયા છે.

આ પણ વાંચો : Weather Forecast : આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહેશે ? જાણો હવામાન વિભાગની આગાહી વિશે

મુંબઇમાં ટ્રમ્પ ટાવર

મુંબઇના વર્લી વિસ્તારમાં ટ્રમ્પ ટાવર છે. 700 એકરમાં ફેલાયેલી આ વિશાળ સોસાયટીમાં પણ ફ્લેટની કિંમત કરોડોમાં છે. વર્લીમાં 79 માળની ઇમારચ છે. અહીંના પ્રોજેક્ટ લોઢા ગ્રુપની મદદથી લોન્ચ કરવામાં આવ્યા છે. તેની ખાસિયત છે કે, અહીં પ્રાઇવેટ જેટ સર્વિસ અને ટ્રમ્પ કાર્ડ છે. અહીં 10 કરોડ રૂપિયાની કિંમત સાથે ટાવરની શરૂઆત થાય છે.

આ પણ વાંચો : Shahrukh ને ધમકીના કેસમાં ટ્વિસ્ટ..પોલીસ પણ મૂંઝવણમાં...

પુણેમાં ટ્રમ્પ ટાવર

પંચશીલ રિયલ્ટીની મદદથી પુણેમાં ટ્રમ્પ ટાવર્સ બનાવાયું છે. પુણેમાં ટ્રમ્પ ટાવરના નામે 23 માળની બે ઇમારતો છે. ટ્રમ્પ ટાવરમાં એક ફ્લેટની કિંમત 15 કરોડ રૂપિયા કરતા વધારે છે.

ભારતમાં પહેલીવાર ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશને વર્ષ 2013 માં એન્ટ્રી લીધી હતી અને ગત્ત 9 વર્ષોમાં ટ્રમ્પનો વ્યાપાર ભારતના અનેક શહેરોમાં ફેલાઇ ચુક્યો છે. ટ્રમ્પની કંપની ધ ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશન ભારતીય કંપનીઓ સાથે મળીને 5 કરતા વધારે લક્ઝરી રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ લોન્ચ કરી ચુકી છે.

આ પણ વાંચો : Pavagadh જતાં શ્રદ્ધાળુઓ માટે મહત્ત્વનાં સમાચાર, આ સમયે મંદિર રહેશે બંધ!

Tags :
Advertisement

.