અવકાશમાં વધુ સમય રહેવાથી Sunita Williams ની હાલત ખરાબ!
- અવકાશમાં ફસાયેલી સુનીતા વિલિયમ્સનું વજન ઘટી રહ્યું છે!
- સુનીતા વિલિયમ્સની તસવીરોએ વૈજ્ઞાનિકોને ચિંતામાં મૂક્યા!
- નાસાએ સુનીતા વિલિયમ્સની તબિયત અંગે સ્પષ્ટતા કરી!
- સુનીતા વિલિયમ્સની તબિયત કેવી છે? નિષ્ણાતો શું કહે છે?
ભારતીય-અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ (Sunita Williams) અને તેમના સાથી વિલ્મોર બૂચને અવકાશમાં ફસાયાને ઘણા મહિનાઓ થઈ ગયા છે. બંને અવકાશયાત્રીઓ જૂનમાં એક સપ્તાહ માટે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચ્યા હતા, પરંતુ અવકાશયાનમાં ટેકનિકલ સમસ્યાઓના કારણે બંને આવતા વર્ષે ફેબ્રુઆરીમાં જ પરત ફરી શકશે. આ દરમિયાન, સુનિતા વિલિયમ્સની કેટલીક તસવીરો સામે આવી, જેણે વૈજ્ઞાનિકો સહિત વિશ્વભરના લોકોને ચિંતામાં મૂકી દીધા હતા.
સુનીતાનું વજન થઇ રહ્યું છે ઓછું
તસવીરો જોઈને લાગે છે કે, સુનીતાનું વજન ઘણું ઓછું થઈ ગયું છે અને તેના ગાલ પણ પાતળા થઇ ગયા છે. તેની પાછળ નિષ્ણાતો દલીલ કરી રહ્યા છે કે અંતરિક્ષ પ્રવાસીઓ માટે આ એક સામાન્ય સમસ્યા છે. સંભવ છે કે સુનિતા વિલિયમ્સ દરરોજ લેતી હોય તેના કરતાં વધુ કેલરી બર્ન કરી રહી હોય. હવે સુનીતા વિલિયમ્સની તસવીરો પર નાસાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તાજેતરના અહેવાલોના જવાબમાં, નાસા સ્પેસ ઓપરેશન્સ મિશન ડિરેક્ટોરેટના પ્રવક્તા જિમી રસેલે સ્પષ્ટતા કરી, "આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર સવાર તમામ NASA અવકાશયાત્રીઓ નિયમિત પરીક્ષણોમાંથી પસાર થાય છે. તેઓનું નિરિક્ષણ સમર્પિત સર્જનો દ્વારા કરવામાં આવે છે. તમામ અવકાશયાત્રીઓનું સ્વાસ્થ્ય સારું છે."
200 દિવસ બાદ ક્રૂ-8 અવકાશયાત્રીઓ સાથે પૃથ્વી પર પરત
જણાવી દઈએ કે, 5 નવેમ્બરના રોજ, 4 ક્રૂ-8 અવકાશયાત્રીઓ, જેમણે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર 200 દિવસથી વધુ સમય વિતાવ્યો હતો, તેઓ પૃથ્વી પર પાછા ફર્યા બાદ ચેકઅપ માટે મોકલવામાં આવ્યા હતા. તેઓ સ્પેસએક્સ ડ્રેગન કેપ્સ્યુલ દ્વારા 25 ઓક્ટોબરે ફ્લોરિડામાં ઉતર્યા હતા. નાસાએ પુષ્ટિ કરી કે એક અવકાશયાત્રીને શરૂઆતમાં તબીબી સારવારની જરૂર હતી, અને થોડા સમય પછી તમામ ક્રૂ સભ્યોને નિરીક્ષણ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ પછી અવકાશયાત્રીઓને પણ ત્યાં એડમિટ કરવા પડ્યા હતા. આ કારણોસર સુનીતા વિલિયમ્સ અને વિલ્મોર બૂચ અંગે ચિંતા વધી છે.
સુનિતા પર નિષ્ણાતોએ શું કહ્યું?
નાસા ઉપરાંત, સિએટલ સ્થિત પલ્મોનોલોજિસ્ટ ડૉ. વિનય ગુપ્તાએ પણ સુનીતા વિલિયમ્સની તબિયત અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે, આ તસવીર દર્શાવે છે કે તે એક વ્યક્તિની છે જે મને લાગે છે કે તે ખૂબ જ ઊંચાઈ પર રહેવાને કારણે, દબાણયુક્ત કેબિનમાં લાંબા સમય સુધી રહેવાને કારણે કુદરતી તણાવ અનુભવી રહી છે, ડૉ. ગુપ્તાએ કહ્યું કે તેના ગાલ દેખાતા હતા તેના કરતા સહેજ પાતળા થઇ ગયા છે અને આ સામાન્ય રીતે થાય છે જ્યારે તમારું શરીરનું કુલ વજન ઘટે છે. ડૉ. ગુપ્તાએ જોયું કે અવકાશયાત્રીઓના પાતળા થઇ ગયેલા ગાલનો અર્થ એ છે કે તેઓ થોડા સમય માટે ઓછું ખાય છે.
આ પણ વાંચો: સુનિતા વિલિયમ્સને સુરક્ષિત લાવી શક્યું હોત સ્ટારલાઈનર, પણ હવે... જાણો NASA એ શું કહ્યું