સ્પેનમાં 8 કલાકમાં પડ્યો 1 વર્ષનો વરસાદ, જોવા મળી વિનાશકારી તબાહી!
- સ્પેનમાં 8 કલાકમાં જ આખા વર્ષના વરસાદથી તબાહી
- સ્પેનના વેલેન્શિયા શહેરમાં સૌથી વધુ તબાહીના દ્રશ્યો
- વેલેન્શિયામાં રસ્તા પર રમકડાની જેમ તણાઈ કાર
- ભારે વરસાદને પગલે અત્યાર સુધીમાં 160થી વધુ મોત
- સ્પેનના 50 વર્ષના ઈતિહાસમાં નથી પડ્યો આટલો વરસાદ
- સ્પેનમાં 3 દિવસ ઈમરજન્સી જાહેર કરવામાં આવી
- રાહતકાર્ય માટે એક હજારથી વધુ સૈનિકો લગાવાયા
Spain Flood : કહેવાય છે કે, કુદરત સામે માણસની શું બિસાદ છે? ભલે દુનિયા ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધી ગઇ હોય પણ કુદરતના કહેર સામે પહોંચી વળવા માટે પણ માણસ આજે સક્ષમ નથી. જેનું તાજુ ઉદાહરણ સ્પેન (Spain) માં જોવા મળ્યું હતું, જ્યા વરસાદે વિનેશ સરજ્યો છે. દેશમાં આજે સર્વત્ર કાદવ અને કીંચડની સ્થિતિ જોવા મળી રહી છે. સ્થિતિ એટલી હદે ખરાબ છે કે પોલીસ અને બચાવ ટીમને મદદ કરવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
150 થી વધુના મોત
સ્પેનમાં પૂરના (Flood in Spain) કારણે અત્યાર સુધી લોકો સતત મૃત્યુ પામી રહ્યા છે. અહેવાલો અનુસાર, પૂરના કારણે અત્યાર સુધીમાં 150 થી વધુ લોકોના મોત થયા છે. દરેક જગ્યાએ કાદવ કાદવ બની ગયો છે જેના કારણે બચાવમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ANIના અહેવાલ મુજબ સ્પેનમાં આ દુર્ઘટનામાં 155 લોકોના મોત થયા છે. દેશના પૂર્વીય અને દક્ષિણી પ્રદેશોમાં આ મોસમમાં વારંવાર વરસાદ પડે છે, પરંતુ વેલેન્સિયાના 28 વર્ષના ઇતિહાસમાં આ સૌથી ભારે વરસાદ હતો. અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકો ભોંયરામાં અને નીચેના માળમાં ફસાયા હતા. સૌથી વધુ મૃત્યુ પણ વેલેન્સિયામાં થયા છે. અહીં 50 લાખથી વધુ લોકો રહે છે.
તમામ સેવાઓ સંપૂર્ણપણે બંધ
પૂર બાદ લોકો ઘરમાં કેદ થઇ ગયા છે. જે લોકો બહાર નીકળી રહ્યા છે તેમને સિવાય કાદવ અને કીંચડ બીજું કઇ જોવા મળી રહ્યું નથી. મેડ્રિડ અને વેલેન્સિયા વચ્ચેની ટ્રેન સેવાઓ પણ સ્થગિત કરવામાં આવી છે. આ સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાં અન્ય જાહેર સેવાઓ પણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. ગુરુવારે વેલેન્સિયામાં શાળાઓ, સંગ્રહાલયો અને સાર્વજનિક પુસ્તકાલયો બંધ હતા. સ્પેનના વડા પ્રધાને પણ પીડિતો માટે ગુરુવારથી ત્રણ દિવસનો સત્તાવાર શોક જાહેર કર્યો છે. ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરતા તેમણે લખ્યું કે 'DANA ચાલુ છે, કૃપા કરીને ઈમરજન્સી સેવાઓની ભલામણો પર ધ્યાન આપો. અત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે દરેક વ્યક્તિના જીવનનું રક્ષણ કરવું.' તેમણે આગળ લખ્યું કે 'સ્પેન સરકાર પીડિતો અને તેમના પરિવારોની સાથે છે.'
આ પણ વાંચો: US Election : ડોનાલ્ડ ટ્રમ્પે કમલા હેરિસ પર કર્યો રાજકીય હુમલો, કહ્યું 'ખતમ થયો તમારો ખેલ'