Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Spain માં પૂરે મચાવી તબાહી, કારો પાણીમાં તણાઈ, દિવાલો થઇ ધરાશાયી, 51 લોકોના મોત

સ્પેન (Spain)ના દક્ષિણ અને પૂર્વીય ભાગોમાં, મંગળવારે માત્ર થોડા કલાકોમાં 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો...
spain માં પૂરે મચાવી તબાહી  કારો પાણીમાં તણાઈ  દિવાલો થઇ ધરાશાયી  51 લોકોના મોત
  1. દક્ષિણ-પૂર્વ Spain માં અચાનક પૂરના કારણે તબાહી
  2. 24 કલાકમાં 12 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો
  3. મકાનો અને ઈમારતોમાં પાણી ભરાઈ ગયા

દક્ષિણ-પૂર્વ સ્પેન (Spain)માં અચાનક પૂરના કારણે તબાહી મચી ગયો છે. ચારેબાજુ પાણી જ પાણી દેખાય છે. રસ્તાઓ નદી બની ગયા હતા અને કાર પૂરના પાણીમાં વહી ગઈ હતી. મકાનો અને ઈમારતોમાં પાણી ભરાઈ ગયા હતા. પૂરને કારણે 51 લોકોએ જીવ ગુમાવ્યા અને ઘણા લોકો ગુમ થયા. રેસ્ક્યુ ટીમ પાણીમાં તરતા લોકોને બચાવી રહી છે. વીડિયોમાં જુઓ સ્પેન (Spain)માં પૂરે કેવી તબાહી મચાવી?

Advertisement

સ્પેન (Spain)ના દક્ષિણ અને પૂર્વીય ભાગોમાં, મંગળવારે માત્ર થોડા કલાકોમાં 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેના કારણે સમગ્ર શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. વેલેન્સિયાની સરકારે બુધવારે જણાવ્યું કે પૂરમાં ઓછામાં ઓછા 51 લોકોના મોત થયા છે. પૂરને કારણે થયેલા વિનાશને દર્શાવતા ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં રસ્તાઓ પર પાણી વહેતું જોવા મળે છે, દિવાલો પડી રહી છે અને કાર વહી રહી છે.

Advertisement

આ પણ વાંચો : 'અસ્થાયી નિયુક્તિ લાંબા સમય સુધી નહીં', હિઝબુલ્લાહના નવા નેતાને ઈઝરાયલની ધમકી

એર ફ્લાઈટને પણ અસર થઈ...

દક્ષિણમાં માલાગા પ્રાંતથી લઈને પૂર્વમાં વેલેન્સિયા સુધી ગંભીર પૂર જોવા મળી રહ્યું છે. રોડ રૂટ અને એર ફ્લાઇટ્સ અસરગ્રસ્ત છે. લોકો તેમના ઘરોમાંથી બહાર નીકળી શકતા નથી અને વેલેન્સિયા એરપોર્ટ પર ઉતરતા 12 વિમાનોને અન્ય શહેરો તરફ વાળવામાં આવ્યા છે. શાળા-કોલેજો પણ બંધ કરી દેવામાં આવી છે. રેસ્ક્યુ ટીમે કેટલાક મૃતદેહો પણ બહાર કાઢ્યા છે.

Advertisement

આ પણ વાંચો : Justin Trudeau સરકાર પર સંકટ, લઘુમતીમાં આવવાનો ખતરો

હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું...

અધિકારીઓએ જણાવ્યું કે, મૃત્યુઆંક વધી શકે છે. સ્પેન (Spain)ની હવામાન એજન્સી AEMET એ જણાવ્યું કે, બુધવારે પૂર્વી અને દક્ષિણ સ્પેન (Spain)ના ભાગોમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે અને સપ્તાહના અંત સુધી ભારે વરસાદ ચાલુ રહેશે.

આ પણ વાંચો : ફ્રેન્ચ સહિત અનેક ભાષાઓનો જાણકાર..! જાણો કોણ છે હિઝબુલ્લાનો નવો ચીફ નઈમ કાસિમ ?

Tags :
Advertisement

.