Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PAKISTAN ની અક્કલ આવી ઠેકાણે, કટ્ટરપંથીઓએ તોડી પાડેલી શેર-એ-પંજાબની મૂર્તિ પુનઃસ્થાપિત કરી

પાકિસ્તાનમાં અલ્પ સંખ્યક સમુદાયની સામે વારંવાર હિંસાની ઘટના સામે આવતી રહેતી હોય છે. પાકિસ્તાનમાં શીખ સામ્રાજ્યના પ્રથમ શાસક મહારાજા રણજીત સિંહની પ્રતિમાને થોડા સમય પહેલા જ ધાર્મિક કટ્ટરપંથીઓએ નુકસાન પહોંચાડ્યું હતું. પરંતુ હવે પાકિસ્તાને આ ભૂલ સુધારી છે અને મહારાજા...
pakistan ની અક્કલ આવી ઠેકાણે  કટ્ટરપંથીઓએ તોડી પાડેલી શેર એ પંજાબની મૂર્તિ પુનઃસ્થાપિત કરી

પાકિસ્તાનમાં અલ્પ સંખ્યક સમુદાયની સામે વારંવાર હિંસાની ઘટના સામે આવતી રહેતી હોય છે. પાકિસ્તાનમાં શીખ સામ્રાજ્યના પ્રથમ શાસક મહારાજા રણજીત સિંહની પ્રતિમાને થોડા સમય પહેલા જ ધાર્મિક કટ્ટરપંથીઓએ નુકસાન પહોંચાડ્યું હતું. પરંતુ હવે પાકિસ્તાને આ ભૂલ સુધારી છે અને મહારાજા રણજીત સિંહની પ્રતિમાને પુનઃ સ્થાપિત કરી છે. ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના

Advertisement

PAKISTAN માં મહારાજા રણજીત સિંહની પ્રતિમાને કટ્ટરપંથીઓએ પહોંચાડ્યું હતું નુકસાન

પાકિસ્તાનમાં મહારાજા રણજીત સિંહની પ્રતિમાને અગાઉ લાહોર કિલ્લામાં તેમની સમાધિની નજીક સ્થાપિત કરવામાં આવી હતી. આ મૂર્તિને ત્યાર બાદ કેટલાક કટ્ટરપંથીઓ દ્વારા નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું. જેના બાદ પાકિસ્તાનમાં વસેલા શીખ સમાજના લોકોની લાગણી દુભાઈ હતી. પરંતુ હવે પાકિસ્તાને તેમને કરેલી ભૂલને સુધારી નાખી છે. હવે કરતારપુર સાહિબમાં લગભગ 450 ભારતીય શીખ શ્રદ્ધાળુઓની હાજરીમાં સમારકામ બાદ ફરીથી મહારાજા રણજીત સિંહની પ્રતિમાને સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમાનું અનાવરણ પંજાબ પ્રાંતના પ્રથમ શીખ મંત્રી અને પાકિસ્તાન શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિ (PSGPC)ના અધ્યક્ષ રમેશ સિંહ અરોરા દ્વારા કરવામાં આવ્યું હતું.

Advertisement

કોણ હતા મહારાજા રણજિત સિંહ

મહારાજા રણજિત સિંહને શેર-એ-પંજાબ અથવા "પંજાબના સિંહ" તરીકે પણ ઓળખવામાં આવે છે. રણજીત સિંહ શીખ સામ્રાજ્યના પ્રથમ મહારાજા હતા. તેમણે તેમના જીવનનું પ્રથમ યુદ્ધ માત્ર 10 વર્ષની ઉંમરે લડયું હતુ. તેમણે 19મી સદીના પ્રારંભમાં ઉત્તર-પશ્ચિમ ભારતીય ઉપખંડમાં શાસન કર્યું હતું.

Advertisement

આ પણ વાંચો : 22 લોકોના મોત પછી કેન્યા સરકારને આવી અક્કલ, પરત ખેંચ્યો આ કાયદો

Tags :
Advertisement

.