ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

એક બટન દબાવો અને મોત! 'Suicide Machine' મારફતે પ્રથમ આત્મહત્યા

સ્યુસાઈડ મશીનનો પહેલો શિકાર બની એક મહિલા 'સ્યુસાઈડ મશીન' વડે મહિલાએ કરી આત્મહત્યા એક પળમાં બેભાન અને 10 મિનિટની અંદર મોત સ્વિત્ઝર્લેન્ડ (Switzerland) માં 64 વર્ષીય અમેરિકન મહિલાએ 'Suicide Pod'નો ઉપયોગ કરીને પોતાના જીવનનો અંત લાવી દીધો છે, જે...
02:07 PM Sep 25, 2024 IST | Hardik Shah
First suicide via Suicide Machine

સ્વિત્ઝર્લેન્ડ (Switzerland) માં 64 વર્ષીય અમેરિકન મહિલાએ 'Suicide Pod'નો ઉપયોગ કરીને પોતાના જીવનનો અંત લાવી દીધો છે, જે આ પ્રકારની પહેલી ઘટના બની છે. આ પોડ, જેને "ઈચ્છામૃત્યુની ટેસ્લા" કહેવામાં આવે છે, જે આજે વિશ્વભરમાં ચર્ચાનો વિષય છે. ગયા સોમવારે બપોરે, સ્વિસ-જર્મન સરહદ પાસે બનેલી આ ઘટના પછી ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ઘણા શંકાસ્પદ લોકોની પૂછપરછ ચાલી રહી છે.

'સુસાઈડ પોડ' શું છે અને કેવી રીતે કામ કરે છે?

આ 'Suicide Pod' એક વિવાદાસ્પદ મશીન છે જે ઇચ્છામૃત્યુ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ મશીનની અંદર નાઈટ્રોજન ભરવામાં આવે છે, જેના કારણે મશીનનો ઉપયોગ કરનારનું ઓક્સિજન લેવલ ઝડપી ગતિથી ઘટી જાય છે. પોડમાં પ્રવેશ કર્યા બાદ વ્યક્તિ અંદરથી બટન દબાવી આ પ્રક્રિયાને સક્રિય કરી શકે છે. આ પોડમાં વ્યક્તિને પળમાં બેભાન થઈ જવાની અને 10 મિનિટની અંદર મૃત્યુ પામવાની સંભાવના રહે છે. જો કે, આ પોડમાં એક ઇમરજન્સી એક્ઝિટ બટન પણ હોય છે, જેનો ઉપયોગ વ્યક્તિ તેમાથી બચવા માટે કરી શકે છે. આ મશીનને હજુ સુધી સ્વિસ અધિકારીઓ દ્વારા કાયદેસર માન્યતા આપવામાં આવી નથી.

સ્વિસ આરોગ્ય પ્રધાન એલિઝાબેથ બૌમ-શ્નાઇડરે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ મશીન કાયદાકીય સલામતીની માગણીઓ પૂર્ણ કરતું નથી, અને તેનો ઉપયોગ કાયદેસર નથી. મહિલાના મૃત્યુ બાદ સ્વિસ પોલીસે જણાવ્યું કે આ ઘટના કથિત રીતે જંગલની નજીક બની હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, મૃત્યુના સંબંધમાં ઘણા લોકોની અટકાયત કરવામાં આવી છે. આ ધરપકડ કરાયેલા લોકોમાંથી એક ડચ અખબારના ફોટોગ્રાફરનો પણ સમાવેશ થાય છે, જે પોડનો ઉપયોગ કરતી વખતે ફોટોગ્રાફી કરવા માટે ત્યાં હાજર હતો. આ વ્યક્તિઓ સામે "કથિત આત્મહત્યામાં મદદ" માટે તપાસ ચાલી રહી છે

મશીન કેવી રીતે કામ કરે છે?

સ્વિસ અધિકારીઓએ જણાવ્યું કે, આ સુસાઈડ પોડને હજુ સુધી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી નથી. વિવાદાસ્પદ મશીનની ચેમ્બર નાઈટ્રોજનથી ભરેલી હોય છે, જેના કારણે યુઝરનું ઓક્સિજન લેવલ ખતરનાક સ્તરે ઓછું થઇ જાય છે. પોડની અંદરની વ્યક્તિ સક્રિય થયા પછી બેભાન થઈ શકે છે અને લગભગ 10 મિનિટની અંદર મૃત્યુ પામે છે. પોડ અંદરથી નિયંત્રિત છે અને તેમાં ઇમરજન્સી એક્ઝિટ બટન પણ આપેલું છે. એક્ઝિટ ઇન્ટરનેશનલના સ્વિસ સંલગ્ન ધ લાસ્ટ રિસોર્ટના સહ-અધ્યક્ષ ફ્લોરિયન વિલેટ, મહિલાના મૃત્યુના એકમાત્ર સાક્ષી હતા. તેમણે આ મૃત્યુને શાંતિપૂર્ણ, ઝડપી અને સરળ ગણાવ્યું છે. એક્ઝિટ ઈન્ટરનેશનલના ડાયરેક્ટર ડૉ. ફિલિપ નિત્શેકે મંગળવારે જણાવ્યું હતું કે તેઓ ખુશ છે કે સર્કોએ તેની ડિઝાઈન જેવું જ પ્રદર્શન કર્યું હતું. નિત્શેકે અગાઉ કહ્યું હતું કે સ્વિસ વકીલોએ સલાહ આપી હતી કે ઉપકરણને દેશમાં કાયદેસર તરીકે ઓળખવામાં આવે.

આ પણ વાંચો:  UN સુરક્ષા કાઉન્સિલમાં કાયમી બેઠક માટે ભારતનું અમેરિકાએ સમર્થન કર્યું

Tags :
Gujarat FirstHardik ShahsuicideSuicide CaseSuicide machineSuicide PodSwitzerlandWomen died in Suicide Machine
Next Article
Home Shorts Stories Videos